અમદાવાદ : અતુલ ઓટો લિમિટેડની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડે ઇલેક્ટ્રિક વ્હિકલ સેક્ટરમાં ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા માટે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો) સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. આ ભાગીદારીથી અતુલ ગ્રીનટેક દક્ષિણ અમેરિકા, યુરોપિયન યુનિયન, પૂર્વ આફ્રિકા અને ઘરેલુ ભારતીય માર્કેટમાં તેના ગ્રાહકોને ઉત્કૃષ્ટ ઇલેક્ટ્રિક વ્હિકલ (ઇવી) અને ઇ-મોબિલિટી સોલ્યુશન્સ ઓફર કરવા સક્ષમ બનશે.
આ જોડાણ જિયોના અદ્યતન આઇઓટી મોબિલિટી ટેક્નોલોજીનો લાભ લેશે, અત્યાધુનિક હાર્ડવેર, સોફ્ટવેર અને કનેક્ટિવિટીને એકીકૃત કરીને યુઝર્સને રિયલ-ટાઇમ ટેલીમેટિક્સ ડેટા અને ઉચ્ચ વિશ્વસનીયતા પ્રદાન કરશે.
અતુલ ગ્રીનટેક વિશ્વભરમાં બી2બી અને બી2સી સેક્ટરમાં તેના ગ્રાહકો માટે જિયોના અત્યાધુનિક ચાર્જિંગ સોલ્યુશન્સ, ઓટોમોટિવ ક્લસ્ટર્સ, ટેલીમેટિક્સ હાર્ડવેર પ્લેટફોર્મ અને આંતરરાષ્ટ્રીય એમ2એમ કનેક્ટિવિટી સોલ્યુશન્સ લાગુ કરશે. તેનાથી તેને સ્થાનિક સોર્સિંગ વધારવામાં, મજબૂત સપ્લાય ચેઇન સ્થાપિત કરવામાં, ડેટાનો ઉપયોગ મહત્તમ કરવામાં, ચાર્જિંગ સમય ઘટાડવામાં તથા ફ્લીટ ઓપરેટર્સ અને એન્ડ યુઝર્સ માટે મહત્તમ લાભો પ્રદાન કરવામાં મદદ મળશે.
આ ભાગીદારી અતુલ ગ્રીનટેકના તમામ થ્રી-વ્હિલર પ્લેટફોર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં પેસેન્જર વ્હિકલ માટે અતુલ મોબિલિ અને કાર્ગો વ્હિકલ માટે અતુલ એનર્જી સામેલ છે. જિયો ટેલીમેટિક્સ પ્લસ નેટવર્ક કનેક્ટિવિટીને સોલ્યુશન્સ સાથે એકીકૃત કરવાથી ઇવી માલીકોને ટ્રેકિંગ, વ્હિકલ હેલ્થ મોનિટરિંગ, સુરક્ષા-સલામતી અને નેવિગેશન-રૂટ સહિતની શ્રેણીબદ્ધ વિશેષતાઓ ઓફર કરવામાં મદદ મળશે, જેથી યુઝરનો અનુભવ સરળ રહે.
અતુલ ઓટોના ડાયરેક્ટર ડો. વિજય કેડિયાએ જણાવ્યું હતું કે, અતુલ ગ્રીનટેક ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીમાં ટકાઉ પરિવર્તનના નવા યુગમાં ઇલેક્ટ્રિક વ્હિકલના નિર્માણને ઝડપી કરવા જવાબદારીપૂર્વક ભાગીદાર પસંદ કરવા માટેના નવા માર્ગો શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વ્યૂહાત્મક જોડાણ સાથે અતુલ ગ્રીનટેક જિયોની ડિજિટલ ઇકો-સિસ્ટમનો ઉપયોગ કરીને પર્યાવરણીય અને ઇલેક્ટ્રિફિકેશન ટેક્નોલોજીને મજબૂત કરશે.
અતુલ ગ્રીનટેકના મેનેજિંગ ડિરેક્ટર દિવ્યા ચંદ્રાએ જણાવ્યું હતું કે, અમે વિશ્વભરમાં ગ્રીન મોબિલિટી સેવાઓ અને ઉકેલોનું વિસ્તરણ કરવા જિયો સાથે સહયોગ કરતાં ઉત્સાહિત છીએ. જિયોની ટેક્નોલોજી અને કુશળતાનો ઉપયોગ કરતાં અમને ઉત્તમ ગ્રાહક અનુભવ પ્રદાન કરવનો વિશ્વાસ છે.
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના પ્રેસિડેન્ટ આશિષ લોઢાએ જણાવ્યું હતું કે, અમે ભારત અને વિશ્વભરમાં ઇ-મોબિલિટી પરિવર્તનને આગળ વધારવા અતુલ ગ્રીનટેક સાથે ભાગીદારી કરતાં ખુશી અનુભવીએ છીએ. મોબિલિટી ટેક્નોલોજી અને સંયુક્ત કુશળતા દ્વારા અમને 3-વ્હિલર સેગમેન્ટમાં નવી વેલ્યુને આગળ લઇ જવાનો વિશ્વાસ છે.
About Atul Greentech
Atul Greentech Private Limited, an initiative by Atul Auto Limited, embodies a 30-year legacy as a leading three-wheeler manufacturer. Incorporated on January 28, 2020, Atul Greentech specializes in the production of electric three-wheelers. With a strong foundation in innovation and sustainability, the company is also backed by prominent investor Vijay Kedia, further strengthening its position in the electric vehicle market.