નેટસર્ફે લોકડાઉન દરમિયાન હેલ્થકેર સેગમેન્ટમાં ચોથી પ્રોડક્ટ લોન્ચ કરી
અમદાવાદ, જુલાઈ, 2020 ભારતમાં ટોચની ડાયરેક્ટ સેલિંગ કંપનીઓમાં સામેલ નેટસર્ફ નેટવર્કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચોથી પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેમાં નેચરામોર સહિત વુમન્સ વેલનેસ, આઈકેર અને ડિ-સ્ટ્રેસ ટેબલેટ્સ સામેલ છે. ઈમ્યુન પ્લસ કેપ્સુલ્સ નેચરામોર હેલ્થકેર રેન્જની 14મી પ્રોડક્ટ છે. જે 2004થી ભારતીય ગ્રાહકો દ્વારા વિશ્વસનીય છે.
નેટસર્ફ કોમ્યુનિકેશન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન સુજીત જૈને નેચરામોર ઈમ્યુન પ્લસ લોન્ચ કરતાં જણાવ્યુ હતુ કે, અમારી નવી નેચરામોર ન્યુટ્રાસ્યુટિકલ્સ લોકડાઉનમાં આજની જીવનશૈલી માટે પરફેક્ટ અને જરૂરિયાત આધારિત પ્રતિક્રિયા આપતી મેડિસિન છે. આ પ્રોડક્ટ ગ્રાહકોમાં વર્તમાન મહામારીનો સામનો કરવા અને રક્ષણ મેળવવા માટે શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઈમ્યુન પ્લસની ખાસિયત એ છે કે, શ્વસનતંત્રની પ્રતિકારકતા વધારવા માટે તેમાં વિટામિન સી, ઝિંક અને મહત્વના હર્બલ્સનુ અદ્ભૂત સંયોજન છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, આપણે સૌ જાણીએ છીએ કે, વિટામિન સી અને ઝિંક શ્વાસને લગતા ચેપ સામે રક્ષણ આપે છે. ગિલોય, તુલસી, અને આંબળા, કાંતાકારી જેવા કુદરતી ઔષધો માનવીય શરીરમાં શ્વસનતંત્રની પ્રક્રિયામાં ખાસ રોગપ્રતિકારકતા વિકસિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
વર્તમાન કોવિડ-19 મહામારીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી અત્યંત જરૂરી છે. હેલ્ધી ઈમ્યુનિટી શરીરને નુકસાનકારક પેથોજન્સ વિરૂદ્ધ રક્ષણ પુરૂ પાડે છે. જે ચેપ લાગવાથી બચાવે છે. નેચરામોર ઇમ્યુન પ્લસ એ વિભિન્ન ચેપ અને એલર્જીની સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ આપતો કુદરતી સ્રોત છે. નબળી રોગપ્રતિકારકતાને લીધે જો તમે વારંવાર બિમાર થતા હોવ તેમજ એલર્જીનો ભોગ બનતા હોવ તો ઈમ્યુન પ્લસ તમારા માટે આ મહામારી સામે લડવા માટે શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે.
તદુપરાંત આ પ્રોડક્ટ ચયાપચયની યોગ્ય પ્રક્રિયા, તંદુરસ્ત યકૃતનું કાર્ય જાળવવા, તંદુરસ્ત શ્વસન કાર્યને ટેકો આપવા, કાર્ડિયોવસ્ક્યુલર, શારીરિક અને જાતીય શક્તિ અને ચેપ સામે પ્રતિકાર કરવામાં પણ મદદરૂપ છે. તે ‘ગિલોય’, ‘તુલસી’ આંબળા, ‘કાંતાકરી’અને’ સૂંઠ’જેવા કુદરતી સ્રોતોના મુખ્ય ઘટકો તેમજ કોઈ જ પ્રકારની આડઅસર વિનાની નેચરામોર ઇમ્યુન પ્લસના 60 કેપ્સુલ્સનુ 1 પેક રૂ. 600માં ઉપલબ્ધ છે.
Know more: https://netsurfnetwork.com/immune-plus.aspx