- એમ01 કોર છેલ્લા 60 દિવસમાં 10000 પ્રાઇસ સેગમેન્ટ હેઠળ સેમસંગ દ્વારા ત્રીજું લોન્ચિંગ છે
- ગેલેક્સી એમ01 કોર એન્ડ્રોઈડ ગો પર ચાલે છે જે યુઝર એક્સપિરિયન્સને સરળ અને અનુકૂળ બનાવવા માટે ઓપ્ટિમાઇઝ થયેલ છે
જૂલાઈ, 2020: ભારતની સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ, સેમસંગે ગેલેક્સી એમ01 કોરના લોન્ચિંગની ઘોષણા કરી, દેશમાં તેના લોકપ્રિય ગેલેક્સી એમ સિરીઝની સ્માર્ટફોનની લાઇનમાં ઉમેરો કર્યો. ગેલેક્સી એમ01 કોર સેમસંગનો ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે અને તેમાં યુઝર્સની ઊંડાણપૂર્વકની સમજની કલ્પના કરવામાં આવી છે જેમણે હજી સુધી સ્માર્ટફોન અને એન્ટ્રી–લેવલ સ્માર્ટફોન યુઝર્સને અપગ્રેડ કર્યા નથી.

સેમસંગ ઇન્ડિયાના મોબાઇલ બિઝનેસના ડિરેક્ટર, આદિત્ય બબ્બરે જણાવ્યું હતું કે, “ગેલેક્સી એમ01 કોર, સમગ્ર ભારતના ગ્રાહકોને ટેક્નોલોજી એક્સેસિબલ, એફોર્ડેબલ અને ઉપલબ્ધ બનાવવા માટે સેમસંગની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે. ગેલેક્સી એમ01 કોરને એક બેસ્ટ– ઈન– ક્લાસ પરફોર્મન્સ અને સ્ટાઈલિશ પ્રોપોઝીશન સાથે પૈસા માટે મૂલ્ય આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે, જે યુઝર્સને બેસ્ટ પરફોર્મન્સ, એક્સપિરિયન્સ અને પ્રાઇસની શોધ કરી રહેલ છે.”
ગેલેક્સી એમ01 અને ગેલેક્સી એમ01એસ પછી, આ વર્ષે ગેલેક્સી એમ શ્રેણી હેઠળ સેમસંગનો ત્રીજો ફોન છે, કે જે રૂ. 10000ના સેગમેન્ટ હેઠળ આવે છે. જેમ જેમ ભારત ડિજિટલ થાય છે, તેમ ગેલેક્સી એમ01 કોર પ્રથમ વખત સ્માર્ટફોન યુઝર્સ માટે ટેક્નોલોજીના ઈઝી એક્સેસની ખાતરી કરશે. ભારતના સૌથી મોટા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાંના એક સાથે, સેમસંગ ગેલેક્સી એમ01 કોરને દેશના દરેક ખૂણામાં ઉપલબ્ધ કરશે.

ઇમર્સિવ વ્યૂઇંગ, લોન્ગ– લાસ્ટિંગ બેટરી અને ન્યૂ ડિઝાઈન
ગેલેક્સી એમ01 કોર ઇમર્સિવ વ્યૂઇંગ એક્સપિરિયન્સ માટે 5.3 “એચડી + ડિસ્પ્લે સાથે આવે છે, 11 કલાક સુધી લોન્ગ– લાસ્ટીંગ યુઝ માટે 3000 એમએએચની બેટરીમાં પેક કરે છે અને તે ફક્ત 8.6 મીમી સ્લિમ છે. ગેલેક્સી એમ01 કોર સ્ટાઇલિશ સ્ટ્રીપની ડિઝાઇન ત્રણ રંગોમાંઆવે છે: બ્લેક, બ્લુ અને રેડ. ગેલેક્સી એમ01 કોરમાં 8એમપીનો રીઅર કેમેરો અને 5એમપીનો સેલ્ફી કેમેરો સુંદર ફોટોગ્રાફ્સ લેવા માટે છે. ગેલેક્સી એમ01 કોર ક્વૉડ–કોર મીડિયાટેક 6739 પ્રોસેસર દ્વારા સંચાલિત છે અને તે બે મેમરી વેરિએન્ટમાં આવે છે.
“મેક ફોર ઇન્ડિયા” યુએક્સ
ગેલેક્સી એમ01 કોર ઘણાં ‘મેક ફોર ઈન્ડિયા’ સુવિધાઓ સાથે આવે છે જે યુઝર્સને ફીચર ફોનથી સ્માર્ટફોન પર ટ્રાન્ઝિશન કરવામાં મદદ કરે છે. ગેલેક્સી એમ01 કોરમાં પાવરફુલ ઓપ્ટિમાઇઝેશન માટે ડાયનામિક સ્ક્રીન ટાઈમઆઉટ સાથે, એક ઇન્ટેલિજન્ટ સ્ક્રીન છે. નવા સ્માર્ટફોન યુઝર્સ માટે જીવન સરળ બનાવવા માટે, ગેલેક્સી એમ01 કોરમાં ‘ઇન્ટેલિજન્ટ ઇનપુટ્સ – સ્માર્ટ પેસ્ટ એન્ડ સજેસ્ટ નોટિફિકેશન’ નામનું ફીચર છે. ‘સજેસ્ટ નોટિફિકેશન’ યુઝર્સને ઓછી બેટરી વિશે ચેતવણી આપે છે અને એક્સટેન્ડ રન ટાઈમ માટે તેમને તેમની ચાલી રહેલ એપ્લિકેશન ખોલવા અથવા મહત્તમ પાવર સેવિંગ મોડમાં (જો તે એમપીએસએમ મોડ દ્વારા સપોર્ટેડ છે) અન્ય ક્રિટિકલ એપ્લિકેશનો ઉમેરવાની મંજૂરી આપે છે.
‘સ્માર્ટ પેસ્ટ’ યુઝરને વેબ બ્રાઉઝર પર વેબસાઇટ યુઆરએલ પેસ્ટ કરવા, ફોન ડાયલર પર મોબાઈલ નંબર અને મેઇલ એપ્લિકેશનમાં ઇમેઇલ આઈડી જેવા સંબંધિત ટેક્સ્ટને પેસ્ટ કરવાની મંજૂરી આપે છે – તે જ સંદેશામાંથી આપમેળે નીકાળવામાં આવે છે.
ગેલેક્સી એમ01 કોર પરની બીજી રસપ્રદ સુવિધા એ છે ‘ઇન્ટેલિજન્ટ ફોટોઝ’, તે સમાન અથવા ડુપ્લિકેટ ફોટા શોધી કાઢે છે અને જગ્યા ખાલી કરવા માટે અન્ય ફોટા ડિસ્કાર્ડ કરતી વખતે શ્રેષ્ઠ ફોટા રાખવા વપરાશકર્તાઓને સૂચન આપે છે. ગેલેક્સી એમ01 કોરમાં એક યુઆઈ આધારિત ડાર્ક મોડ ઇન્ટિગ્રેશન ડાર્ક મોડ પણ છે, જે આંખો માટે સરળ છે અને બેટરી બચાવવામાં મદદ કરે છે. આ બધી ‘મેક ફોર ઈન્ડિયા‘ સુવિધાઓ ગેલેક્સી એમ01 કોરને બેસ્ટ– ઈન– ક્લાસ પરફોર્મન્સકરવામાં મદદ કરે છે.
કસ્ટમાઈઝડ એન્ડ્રોઈડ ગો
ગેલેક્સી એમ01 કોરને નવીનતમ એન્ડ્રોઇડ ગો પ્લેટફોર્મ પર વિકસાવવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે ડિવાઇસ રીમેજીનીંગ લાઇટવેઇટ કસ્ટમ એપ્લિકેશંસ સાથે આવે છે જે એન્ડ્રોઇડ ગો ઓએસ માટે ઓછા સ્ટોરેજનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી છે. આ કસ્ટમાઇઝ કરેલી એપ્લિકેશનો યુઝર એકપીરીયન્સને લાઈટ અને કન્વિનિએન્ટ બનાવે છે. ઉન્નત એપ્લિકેશનો સાથે ફાસ્ટ, સ્મૂથ સ્માર્ટફોનનો અનુભવ બનાવીને, યુઝર્સ ઇમેઇલ કરી શકે છે, જવાબો મેળવી શકે છે, દિશા નિર્દેશો મેળવી શકે છે અને પહેલા કરતા વધુ ઝડપથી ગેમ્સ રમી શકે છે.
પ્રાઇસિસ, વેરિયન્ટ્સ અને અવેલેબિલીટી
ગેલેક્સી એમ01 કોર બધા સેમસંગના રિટેલ સ્ટોર્સ, સેમસંગ ઓપેરા હાઉસ, સેમસંગ ડોટ કોમ અને અગ્રણી ઓનલાઈન પોર્ટલોમાં 29 જુલાઈથી ઉપલબ્ધ થશે. ગેલેક્સી એમ01 કોર 1 + 16જીબી અને 2 + 32જીબી એમ બે મેમરી વેરિયન્ટ્સમાં અનુક્રમે રૂ. 5499 અને રૂ. 6499માં ઉપલબ્ધ છે. ગેલેક્સી એમ01 કોર ત્રણ કલરમાં ઉપલબ્ધ હશે– બ્લેક, બ્લુ અને રેડ.