ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સરકારી સંધ ની સોમવારે યોજાયેલી ચૂંટણીમાં હાલનાં ચેરમેન રામસિંહ પરમારની પેનલ વિજેતા બની હતી. આણંદ સ્થિત ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સરકારી સંધ અમૂલ બ્રાન્ડ ધરાવે છે અને તેને કારણે આ મોટી ડેરી અમૂલ ડેરી તરીકે ઓળખાય છે.
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સરકારી સંધ માં કુલ બાર બ્લોકની ચૂંટણી માં હાલના ચેરમેન રામસિંહભાઈ પરમારની પેનલનો વિજય થયો છે. અગાઉ રામસિંહ પરમારના નેતૃત્વમાં અમૂલને રૂ. 7000 કરોડના ટર્ન ઓવર સુધી લઈ જવામાં સફળતા મળી હતી. ત્યારે આણંદ, ખેડા અને મહીસાગરના મતદારો દ્વારા ફરીથી આ જ પેનલને વિજય બનાવી છે. તો અમૂલની ચૂંટણીમાં સૌથી મોટો ફેરફાર એ આવ્યો કે, આણંદ બ્લોકમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે ભાજપના ઉમેદવારને ચાર મતથી પરાજય આપ્યો છે.
કોરોના મહામારી વચ્ચે અમૂલની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હાલના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતુ કે, આગામી સમયમાં અમૂલ ડેરીને રૂપિયા દસ હજાર કરોડના ટર્નઓવર સુધી લઇ જવાશે.
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચૂંટણી નિયામક મંડળની આજે ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. અમૂલના 12 ડિરેક્ટર માટે આ ચૂંટણી યોજાઈ હતી. જેમાં 1049 દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની 1200 મંડળીઓમાંથી મતદારો મતદાન કરવા આણંદ અમૂલ ડેરીમાં આવ્યા હતા. કુલ 12 બેઠકો પૈકી અગાઉ ઠાસરા બ્લોકમાં ચેરમેન રામસિંહ પરમાર બિનહરિફ બન્યા હતા.11 બેઠકો માટે 31 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. તો આણંદ, પેટલાદ અને માતર બ્લોકની બેઠકોના ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળી હતી