ભારતીયો 100માંથી 66 સ્કોર સાથે તેમની આગામી સ્માર્ટફોનની ખરીદીમાં ઓડિયોની ગુણવત્તાને સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળમાંથી એક માને છે, જે પછી બેટરીના આયુષ્યનો 61 અને કેમેરાનો 60 સ્કોર આવ્યો છે.
August 2020: સાઈબરમિડિયા રિસર્ચ (સીએમઆર) દ્વારા નવા અધ્યયન અનુસાર ભારતીય ગ્રાહકો હવે સ્માર્ટફોન ખરીદી કરવા સમયે કેમેરા અને બેટરી કરતાં પણ ઓડિયોની ગુણવત્તાને વધુ અગ્રતા આપવા લાગ્યા છે. વાસ્તવમાં દરેક ચારમાંથી એક ઉપભોક્તાનાં સર્વ પરિમાણોમાં તેમના સ્માર્ટફોનની પસંદગીમાં ઓડિયો ગુણવત્તાને સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ તરીકે નોંધ કરવામાં આવી. પહેલી વાર ગ્રાહકોએ સંભવિત રીતે ઓડિયો ગુણવત્તાને વધુ અગ્રતા આપી છે, જે ઘરમાં રહીને કામ કરવા સાથે એકાંતમાં કલાકો વિતાવવા પડતા હોવાથી હોઈ શકે છે. આવું કરતાં તેઓ બહેતર, રોમાંચક અનુભવ કરવા માટે છે.
સ્માર્ટફોન કેમેરા અને બેટરીમાં આધુનિકતા આવેલી જોતાં હું માનું છું કે ગ્રાહકો તેમાં ઉદ્યોગ અવ્વલ નવીનતાથી અત્યંત સંતુષ્ટ છે. બીજી બાજુ હાલમાં ઘરમાં રહીને કામ કરવાની પ્રથા વી હોવાથી ગ્રાહકો વધુ સતર્ક બની રહ્યા છે અને ઓડિયો ગુણવત્તા પર વધુ ભાર આપવા લાગ્યા છે. ખાસ કરીને કોમ્યુનિકેશન અને કન્ટેન્ટ ઉપભોગના નજરિયાથી નવા નિયમો માટે તેઓ અગ્રતા આપવા લાગ્યા છે, એમ સીએમઆરના ઈન્ડસ્ટ્રી કન્સલ્ટિંગ ગ્રુપના હેડ સત્ય મોહંતીએ જણાવ્યું હતું.
સીએમઆરના ઈન્ડસ્ટ્રી ઈન્ટેલિજન્સ ગ્રુપના હેડ પ્રભુ રામે જણાવ્યું હતું કે આ રસપ્રદ અધ્યયનનાં તારણો અમને સ્માર્ટફોન ઓડિયો માટે ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી આકાંક્ષાઓને સારી રીતે સમજ આપે છે. ગ્રાહકો હવે જ્યાં પણ અને જ્યારે પણ જાય ત્યાં અત્યંત બહેતર અને રોમાંચક સાંભળવાનો અનુભવ કરવા માગે છે. ઓટીટી ઉપભોગથી મોબાઈલ ગેમિંગ અને યુસીજી સુધી ઉપયોગના કિસ્સામાં ગ્રાહકો વધુ ઉચ્ચ ગુણવત્તાનો સાઉન્ડ ચાહે છે. ડોલ્બી જેવી ઉદ્યોગ અવ્વલ નવીનતા સાથે બ્રાન્ડ અહીં જ ચમકે છે અને ગ્રાહકની આંકાક્ષાઓ પરિપૂર્ણ કરે છે.
સીએમઆર અધ્યયનનું શીર્ષક વ્હોટ ઓડિયો મીન્સ ફોર ઈન્ડિયન સ્માર્ટફોન યુઝર્સ? હતું, જેમાં ભારતીય ગ્રાહકોને ત્રણ મુખ્ય પાસામાં ઓડિયો ઉપભોગ શૈલીને આધારે વર્ગીકૃત કરાયા હતાઃ
- સપ્તાહના 20થી વધુ કલાક વિતાવતા ડિજિટલ નેટિવ્ઝ (39 ટકા)
- સપ્તાહના 10-20 કલાક વિતાવતા ડિજિટલ ડિપેન્ડન્ટ્સ (44 ટકા)
- સપ્તાહના 10 કલાકથી ઓછો સમય વિતાવતા ડિજિડલ લેગાર્ડસ (17 ટકા)
મુવીઝ અને મ્યુઝિકમાં ઓનલાઈન કન્ટેન્ટ ઉપભોગમાં અજોડ સ્માર્ટફોન્સથી પ્રેરિત ભરપૂર વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં કિફાયતી અને વેલ્યુ ફોર મની સ્માર્ટફોન્સના વધારાએ હાલતાચાલતા અને ઘરે પણ કન્ટેન્ટ ઉપભોગ વધાર્યો છે. ભારત એપિસોડિક કન્ટેન્ટ અને સોશિયલ મિડિયા પર યુઝર- જનરેટેડ વિડિયો કન્ટેન્ટ સહિત કોઈ પણ પ્રકારમાં વિડિયો સ્ટ્રીમિંગ મંચો પર જોવાનું પસંદ કરવા લાગ્યા છે. મહામારી વચ્ચે ઓટીટી મંચોને વધતી વ્યુઅરશિપ અને નવા ઉપભોક્તાઓનો તેથી જ લાભ થઈ રહ્યો છે. ત્રણ પાસામાં ડિજિટલ નેટિવ્ઝ ઓટીટી મંચ પર વધુ સમય વિતાવે છે અને ઓડિયોને તેમની વર્તમાન સ્માર્ટફોન ખરીદી સમયે સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ માને છે.
અહીં અમુક અત્યંત રસપ્રદ અધ્યયનનાં તારણો છેઃ
- ઓડિયો ગુણવત્તાનું મહત્ત્વ. ભારતીયો 100માંથી 66 સ્કોર સાથે તેમની આગામી સ્માર્ટફોન ખરીદીમાં ઓડિયો ગુણવત્તાને સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળમાંથી એક ગણાવે છે, જે પછી 61 સ્કોર સાથે બેટરીનું આયુષ્ય અને 60 સાથે કેમેરાનો સમાવેશ થાય છે. સ્માર્ટફોન ઉપભોક્તાઓ મોટા ભાગે નિમ્નલિખિત થકી ઓડિયોનો ઉપભોગ કરે છેઃ
- લોકપ્રિય ઓડિયો ઓટીટી મંચો પર સંગીત સાંભળવું (94 ટકા),
- વિડિયો જોવો- મુવીઝ, ઓટીટી કન્ટેન્ટ અથવા સોશિયલ નેટવર્કસ પર યુઝર જનરેટેડ કન્ટેન્ટ (96 ટકા).
- અગ્રતાની ઓડિયો એસેસરીઝમાં વાયર્ડ ઈયરપ્લગ્સ અને ઈયરબડ્સનો સમાવેશ થાય છે. 78 ટકા ગ્રાહકો વાયર્ડ ઈયરપ્લગ્સને અને 65 ટકા ઈયરબડ્સને અગ્રતા આપે છે.
- વિડિયો ઉપભોગ ગ્રાહકના વ્યક્તિત્વ અનુસાર બદલાય છે. દાખલા તરીકે, ડિજિટલ નેટિવ્ઝ ટૂંકી મુદતના વિડિયો (38 ટકા) પસંદ કરે છે, જ્યારે ડિજિટલ લેગાર્ડસ લાંબી મુદતના વિડિયો (23 ટકા) પસંદ કરે છે.
- બહેતર ઓડિયો અનુભવનો અર્થ અલગ અલગ ગ્રાહકના વ્યક્તિત્વ માટે અલગ અલગ અનુભવ. દાખલા તરીકે ડિજિટલ લેગાર્ડસ બહેતર ઓડિયો અનુભવને વોઈસ અને ડાયલોગ ક્લેરિટી (69 ટકા) સાથે જોડે છે, જ્યારે ડિજિટલ નેટિવ્ઝ રોમાંચક અનુભવ સાથે તેને જોડે છે (61 ટકા).
- દરેક આઠમાંથી પાંચ ઉપભોક્તાઓ (62 ટકા) ગેમિંગ દરમિયાન ઓડિયોનો ઉપયોગ કરે છે. તેમાંથી 72 ટકા ઉપભોક્તાઓ તેનાથી સંતુષ્ટ છે.
- ભારતીય ઓડિયો સમસ્યાઓથી વધુ ગ્રસ્ત છે. દરેક સાતમાંથી ત્રણ ઉપભોક્તા નિયમિત ધોરણે સ્માર્ટફોન ઓડિયોમાં સમસ્યાનો સામનો કરે છે. આ સમસ્યામાં સમાવેશ થાય છેઃ
- ઓડિયો બહુ સોફ્ટ છે (33 ટકા)
- ઓડિયો બહુ મોટો છે (30 ટકા)
- ઓડિયો અસ્પષ્ટ છે (24 ટકા)