India, 2020: એશિયાના લીડીંગ મર્ચન્ટ કોમર્સ પ્લેટફોર્મ્સમાના એક પાઈન લેબ્સ એ ભારતમાં ડેબિટ કાર્ડની રજૂઆત પર ઇએમઆઇ (EMI) ને મજબૂત બનાવ્યો છે અને 30 કરોડથી વધુના એલિજિબલ બેઝ પર ઉપલબ્ધ છે. કંપનીએ સાત મોટી બેન્કો અને 100 થી વધુ બ્રાન્ડ સાથે જોડાણ કર્યું છે જે ગ્રાહકો માટે ઇએમઆઇ (EMI) ટ્રાન્ઝેક્શન કરે છે. મર્ચન્ટસ તેમના પાઈન લેબ્સના પીઓએસ (POS) પર ઇએમઆઇ (EMI) ની ગણતરી કરી શકે છે અને તેમના ગ્રાહકોને નવીનતમ બેંક / બ્રાન્ડ ઇએમઆઇ (EMI) ઓફર્સ શેર કરી શકે છે અને પ્રોસેસમાં સેલ્સ કન્વર્ઝનમાં વધારો કરી શકે છે.
પાઈન લેબ્સના સ્પોક્સપર્સને જણાવ્યું હતું કે, “સર્ક્યુલેશનમાં 90% કરતા વધારે પેમેન્ટ કાર્ડ ડેબિટ હોવાને કારણે ડેબિટ કાર્ડધારકોને ઇએમઆઇ (EMI) સુવિધા આપવામાં આવે તો ગ્રાહકો તેમના ખર્ચને ફેલાવવામાં મદદ મળશે. તે જ સમયે, વેપારીઓ હાલની મહામારી દરમિયાન વેચાણને વેગ આપવા માટે નવી રીતો શોધી રહ્યા છે – વેચાણના તબક્કે પરવડે તેવા ખરીદ વિકલ્પવાળા ગ્રાહકોને આકર્ષિત કરવાની સારી તક છે. પીઓએસ (POS) દ્વારા ક્રેડિટ કાર્ડ પર ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટના લાર્જેસ્ટ પ્રોવાઇડર હોવાને કારણે, અમારું માનવું છે કે ડેબિટ કાર્ડ પરની EMI મર્ચન્ટસને તેમના કોમ્પિટિશનમાં શ્રેષ્ઠ હેન્ડ ઓવર આપશે.”
મર્ચન્ટ પાઇન લેબ્સ પીઓએસ (POS) પર તેમના કાર્ડને સ્વાઇપ કરીને ઇએમઆઇ (EMI) માટેની કાર્ડધારકની યોગ્યતા ચકાસી શકે છે. પ્રોસેસ સંપૂર્ણ ડિજિટલ છે અને ફક્ત થોડા ક્લિક્સમાં થઈ શકે છે. પાઈન લેબ્સ પહેલેથી જ એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ફેડરલ બેંક, બેંક ઓફ બરોડા અને એચડીએફસી બેન્કના ગ્રાહકો અને ઝેસ્ટમની, મહિન્દ્રા ફાઇનાન્સ, મનીટેપ વગેરે ક્રેડિટ ફેસીલીટેટર્સ પાસેથી ડેબિટ ઇએમઆઇ (EMI) ને સત્તા આપે છે. બીજી બાજુ, તેમાં સેમસંગ, એલજી, એપલ, એમવે, સોની અને ક્રોમા વગેરે જેવા 100+ બ્રાન્ડ્સનું નેટવર્ક પણ છે. કંપની હાલમાં આકર્ષક કેશબેક ઓફર સાથે અગ્રણી મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સ તથા અને તેમાંથી કેટલીક બ્રાન્ડ્સ પર ઇએમઆઇ (EMI) ઓફર્સ ચલાવી રહી છે. પાઈન લેબ્સ પીઓએસ (POS) નો ઉપયોગ કરીને ડેબિટ કાર્ડ ઇએમઆઈને સક્રિય કરવા માટે કોઈ ડોક્યુમેન્ટેનશન જરૂર નથી.