ભારત, ઑગસ્ટ 2020 : ભારતમાં પ્રીમિયમ કારના અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે, તેમની લોકપ્રિય ફેમિલી સેડાન હોન્ડા અમેઝ વર્ષ 2013માં દેશમાં સૌ પ્રથમ વખત રજૂ કરવામાં આવી ત્યારથી આજદિન સુધીમાં કુલ વેચાણનો આંકડો 4 લાખ કરતા વધુ પહોંચી ગયો છે. અત્યારે અમેઝની સેકન્ડ જનરેશન ઉપલબ્ધ છે જે હાલમાં ભારતમાં હોન્ડાનું સૌથી વધુ વેચાતું મોડેલ છે અને પોતાના સેગમેન્ટમાં બજારમાં ખૂબ જ મજબૂત સ્થિતિ ધરાવે છે. અમેઝ બ્રાન્ડની પરિકલ્પના ભારતીય ગ્રાહકોની સતત વધતી માંગ અને મહત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
આ સીમાચિહ્નરૂપ મુકામ સુધી પહોંચવાના પ્રસંગે હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડના માર્કેટિંગ અને સેલ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર શ્રી રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, “હોન્ડા અમેઝ HCIL માટે અત્યંત સફળ મોડેલ રહી છે અને અમારા વ્યવસાય માટે મુખ્ય આધારસ્તંભ છે. અમેઝના કુલ 4 લાખ યુનિટના વેચાણનું સીમાચિહ્ન અમારા ગ્રાહકોના પ્રેમ અને ડીલરો ભાગીદારોના સહકારના કારણે પ્રાપ્ત થઇ શક્યું છે કારણ કે તેમના કારણે જ સમગ્ર બજારમાં અમેઝ એક લોકપ્રિય બ્રાન્ડ બની શકી છે. આ એક સમકાલિન સેડાન છે જે માત્ર ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષથી પરંતુ તેનાથી પણ વિશેષ આપે છે અને આ સીમાચિહ્ન એ વાતનો પૂરાવો છે કે, અમેઝ બ્રાન્ડે ભારતીય ગ્રાહકો સાથે એકદમ યોગ્ય સૂમેળ બેસાડ્યો છે. 42% એવા ગ્રાહકો છે જેમણે પોતાની પ્રથમ કારની ખરીદી તરીકે અમેઝ પસંદ કરી છે તે સાથે, અમે માનીએ છીએ કે, ગ્રાહકો માટે આ પ્રથમ પસંદગીની કાર છે જે મોટી સેડાનનો મોભો આપે છે અને તેના સૌથી ઓછા મેન્ટેનન્સ ખર્ચના કારણે બજેટ માટે અનુકૂળ હોવાથી માનસિક શાંતિ પણ આપે છે.”
હોન્ડા અમેઝ એક સમકાલિન કાર છે જે પોતાની બોલ્ડ ડિઝાઇન, ઉત્કૃષ્ટ અને મોકળાશવાળા ઇન્ટિરિઅર, અદભૂત ડ્રાઇવિંગ પરફોર્મન્સ, એડવાન્સ્ડ ફિચર્સ અને સલામતીની ટેકનોલોજી દ્વારા એક શ્રેણી ઉંચો સેડાનનો અનુભવ આપે છે. હોન્ડા અમેઝ BS-6 અનુરૂપ 1.5L i-DTEC ડીઝલ એન્જિન અને 1.2L i-VTEC પેટ્રોલ એન્જિનથી સંચાલિત છે જે મેન્યુઅલ અને CVT એમ બંને પ્રકારના વર્ઝનમાં બંને પ્રકારના ઇંધણમાં ઉપલબ્ધ છે.
ફર્સ્ટ જનરેશન હોન્ડા અમેઝ એપ્રિલ 2013માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને માર્ચ 2018 સુધીમાં તેના 2.6 લાખ યુનિટ વેચાયા હતા. તેની સેકન્ડ જનરેશન, હોન્ડા અમેઝ મે 2018માં તેના લોન્ચિંગથી અત્યાર સુધીમાં તેના કુલ 1.4 લાખ યુનિટનું વેચાણ થયું છે. મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાં એક લોકપ્રિય મોડેલ હોવાથી, તેના કુલ વેચાણમાં સ્તર-1 બજારનું યોગદાન લગભગ 44% છે જ્યારે સ્તર 2 અને 3 બજારમાં કુલ મળીને 56% વેચાણ થયું છે. ગ્રાહકોમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડેલોની વધતી લોકપ્રિયતાના કારણે, અમેઝમાં ઓટોમેટિક્સનો હિસ્સો પણ ફર્સ્ટ જનરેશનમાં 9% હતો ત્યાંથી વધીને સેકન્ડ જનરેશન વર્ઝનમાં 20% થઇ ગયો છે.
સેકન્ડ જનરેશનની પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠ 3 વર્ષની અનલિમિટેડ કિલોમીટર સાથેની વોરંટી અને મેન્ટેનન્સના ઓછા ખર્ચ સાથે માનસિક શાંતિ આપતી સેવાઓના કારણે પણ ગ્રાહકો તેમની કારની ખરીદીની નિર્ણય વખતે આ કાર ખરીદવા પર ખાસ વિચાર કરે છે.