– ઓલ-ન્યુ સ્માર્ટ અર્બન કોમ્પેક્ટ એસયુવી, સમગ્ર વિશ્વ માટે મેડ ઇન ઇન્ડિયા
- સેલ્ટોસ બાદ વિશ્વ માટે કિયાની નવી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ
- 30થી વધુ સેગમેન્ટ-બેસ્ટ ફીચર્સ અને વોઇસ આસિસ્ટન્ટ સહિત 57 યુવીઓ કનેક્ટેડ ફીચર્સ ઓફર કરે છે
- મજબૂત અને આકર્ષક ડિઝાઇન કિયાના ડિઝાઇન ડીએનએને દર્શાવે છે, જે યુવાન ગ્રાહકોને આકર્ષે છે
- સેગમેન્ટમાં પ્રથમવાર સ્પોર્ટી જીટી-લાઇન વિશેષતાઓ ઓફર
ઓગસ્ટ, 2020 – વિશ્વના મોટા ઓટોમેકર્સ પૈકીના એક કિયા મોટર્સ કોર્પોરેશને આજે ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા વિશ્વ સમક્ષ કિયા સોનેટની રજૂઆત કરી હતી. આન્ધ્ર પ્રદેશના અનંતપુરમાં કિયાના અદ્યતન ઉત્પાદન એકમમાં નિર્મિત સોનેટ ઓલ-ન્યુ સ્માર્ટ અર્બન કોન્પેક્ટ એસયુવી છે અને સેલ્ટોસ બાદ બ્રન્ડની નવી મેડ-ઇન-ઇન્ડિયા ગ્લોબલ પ્રોડક્ટ છે. નવી સોનેટ સાથે કિયા મોટર્સે વૃદ્ધિ સાધતા કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને તેણે ફર્સ્ટ-ઇન-ક્લાસ ફીચર્સ સાથે ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યાં છે.
ફેબ્રુઆરી 2020માં દિલ્હી ઓટો એક્સપોમાં સોનેટ કોન્સેપ્ટની વિશ્વ સમક્ષ રજૂઆત બાદ પ્રોડક્શન-રેડી મોડલની વર્લ્ડ પ્રીમિયર કરવામાં આવ્યું છે. ભારતમાં નવી કારનું વેચાણ ટૂંક સમયમાં શરૂ થશે અને કિયાના કેટલાંક વૈશ્વિક બજારોમાં પણ વેચાણ કરાશે.
“ઉત્કૃષ્ટ ડિઝાઇન અને વિશ્વસ્તરીય ગુણવત્તા સાથે પાવર ટુ સરપ્રાઇઝ ઓફર કરતી પ્રોડક્ટ્સ દ્વારા કિયા મોટર્સ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રાપ્ત કરી રહી છે. કિયા માટે ઓલ-ન્યુ સોનેટ વિશિષ્ટ છે અને તે ડ્રાઇવર્સ અને પેસેન્જર્સને સંતોષ આપશે તેવો વિશ્વાસ છે,” તેમ કિયા મોટર્સ કોર્પોરેશનના પ્રેસિડેન્ટ અને સીઇઓ હો સંગ સોંગે જણાવ્યું હતું. “આક્રમક અને અદ્યતન ડિઝાઇન, ફન-ટુ-ડ્રાઇવ ડાયનામિક્સ અને કિયાના અદ્યતન હાઇ-ટેક ફીચર્સથી સજ્જ સોનેટ કિયાને વિશેષ કરીને યુવાનો અને જનરેશન ઝેડ ગ્રાહકો વચ્ચે પસંદગીની બ્રાન્ડ બનાવવાની અમારી મહાત્વાકાંક્ષાઓને બળ આપે છે. ભારતમાં વૃદ્ધિ સાધતા એસયુવી માર્કેટને સોનેટ પરિપૂર્ણ કરે છે અને તે કિયા બ્રાન્ડ પ્રત્યે ગ્રાહકોના વિશાળ આધારને આકર્ષિત પણ કરશે. ”
“અમે સોનેટને રજૂ કરતાં ખુબજ ઉત્સાહ અનુભવીએ છીએ, જે વિશ્વ માટે મેડ ઇન ઇન્ડિયા છે. સેલ્ટોસ અને કાર્નિવલની સફળતા બાદ અમને વિશ્વાસ છે કે કિયા ભારતમાં ગ્રાહકોની જરૂરિયાતો અને આંકાંક્ષાઓને પૂર્ણ કરતાં સોનેટ સાથે વધુ એક માર્કેટ સેગમેન્ટમાં ક્રાંતિ લાવશે, ” તેમ કિયા મોટર્સ ઇન્ડિયાના એમડી અને સીઇઓ કુકહ્યૂન શિમે જણાવ્યું હતું. “કિયા સોનેટ ગુણવત્તા, ડિઝાઇન, ટેક્નોલોજી, ફીચર્સ અને ઉત્તમ ડ્રાઇવિંગ માટે બેસ્ટ-ઇન-ક્લાસ એક્સપરિયિન્સ પ્રદાન કરવા માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે, જે સેગમેન્ટમાં મોટી સંખ્યામાં ગ્રાહકોને આકર્ષિત કરશે. સોનેટનું કિયાના ઉત્તમ વૈશ્વિક ધોરણો અનુરૂપ અદ્યતન અનંતપુર પ્લાન્ટમાં નિર્માણ કરાશે અને અમને વિશ્વાસ છે કે નવા ગ્રાહકો અને બ્રાન્ડના પ્રવર્તમાન ચાહકો તેને ઉત્સાહપૂર્વક અપનાવશે. ”
ઓલ-ન્યુ સોનેટ કિયાની પ્રીમિયમ અને યુવાનોને આકર્ષતી સ્ટાઇલનો ડીએનએ ધરાવે છે, જેનાથી માર્ગ ઉપર મજબૂત ઉપસ્થિતિ પ્રાપ્ત થશે. કોન્ફિડન્ટ અને કોમ્પેક્ટ બોડીમાં ડાયનામિક લૂક આપતી સોનેટ સંખ્યાબંધ સ્ટાઇલિશ લક્ષણો પ્રદર્શિત કરે છે, જેનાથી તે વિશ્વભરમાં માર્ગ ઉપર અલગ રીતે ઉભરી આવે છે. તેમાં કિયાના સિગ્નેચર ટાઇગર-નોઝ ગ્રીલ, હાર્ટ બીટ એલઇડી ડીઆરએલ (ડેટાઇમ રનિંગ લાઇટ્સ), ઇલેક્ટ્રિક પલ્સ ઓફ હાર્ટ સાથે ફ્રન્ટ સ્કિડ પ્લેટ જેવી સિગ્નેચર સાથેના ફ્રેશ ઇન્ટરપ્રિટેશન સામેલ છે. તેની સ્પોર્ટી સિલુયેટ વિશિષ્ટ ડિઝાઇન અને તેના સી-પિલ્લરના માળખાથી વધુ આકર્ષક છે અને તે રિયર-વિન્ડસ્ક્રીન સાથે સુસંગત છે. હાર્ટ બીટ એલઇડી ટેઇલ લેમ્પ્સ પણ કારના પાછળના હિસ્સાની શોભા વધારે છે.
સોનેટની અંદરના ભાગમાં ડ્રાઇવરની આસપાસ યોગ્ય પ્રકારે ગોઠવેલું અને ઉપયોગમાં સરળ કનેક્ટેડ ઇન્ફોટેઇનમેન્ટ અને ક્લસ્ટર ઇન્ટરફેસની સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સામગ્રી છે. કોન્પેક્ટ એક્સટિરિયર ડાયમેન્શન હોવા છતાં પણ સોનેટનું ઇન્ટિરિયર તમામ મુસાફરોને વિશાળ અને અર્ગોનોમિક સ્પેસ પ્રદાન કરે છે.
આ સેગમેન્ટની તમામ જરૂરિયાતોને અનુરૂપ સોનેટ બહુવિધ પાવરટ્રેન વિકલ્પો ઓફર કરશે. બે ગેસોલીન એન્જિનના વિકલ્પો – વર્સેટાઇલ સ્માર્ટસ્ટ્રીમ 1.2 લીટર ફોર-સિલિન્ડર અને પાવરફુલ 1.0 ટી-જીડીઆઇ (ટર્બોચાર્જ્ડ ગેસોલીન ડાયરેક્ટ ઇન્જેક્શન) – અને એક કાર્યક્ષમ 1.5 લીટર સીઆરડીઆઇ ડીઝલ એન્જિન પાંચ ટ્રાન્સમીશન્સના વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. તેમાં પાંચ અને છ સ્પીડ મેન્યુઅલ્સ, એક સાહજિક સેવન-સ્પીડ ડીસીટી સિક્ડ-સ્પીડ ઓટોમેટિક અને કિયાની ક્રાંતિકારી ન્યુ સિક્સ-સ્પીડ સ્માર્ટસ્ટ્રીમ ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમીશન (આઇએમટી) સામેલ છે. આ કિયાની ટેક્નોલોજીકલ સફળતા છે, જે થાક મુક્ત ડ્રાઇવિંગ આપે છે, જે ક્લચ પેડલની ગેરહાજરીને આભારી છે. આમ છતાં ડ્રાઇવર પરંપરાગત મેન્યુઅલ ટ્રાન્સમીશનની માફક કંટ્રોલ રાખી શકે છે. આ સેગમેન્ટમાં પ્રથમવાર સોનેટ તેનું 1.5 લીટર ડીઝલ એન્જિન સાથે સિક્સ-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમીશન ઓફર કરે છે.
સોનેટના ડાયનામિક્સ અને સસ્પેન્શન સેટ-અપ કિયા એન્જિનિયર્સ દ્વારા ટ્યુન કરાયા છે, જેથી સુંદર ડિઝાઇન તથા કિયાના સ્પોર્ટી અને યુથફુલ બ્રાન્ડ ઇમેજને મેચ કરી શકાય. તેનાથી ચાહકોને ડ્રાઇવિંગનો અનેરો અનુભવ ઓફર થશે.
ગ્રાહકોના વિશાળ આધારની જરૂરિયાતો માટે સોનેટ ડ્યુઅલ ટ્રીમ કોન્સેપ્ટમાં ઓફર કરાશે. તેમાં સ્પોર્ટીજીટ-લાઇન ટ્રીમ સામેલ છે, જે સોનેટની અંદર અને બહાર બહુવિધ ડિઝાઇન અને કામગીરી દ્વારા ચાહકોને આકર્ષશે. જીટી-લાઇન મોડલ્સ સોનેટમાં સ્પોર્ટીનેસ વધારે છે તથા માર્ગ ઉપર અનોખી ઉપસ્થિતિ પ્રસ્થાપિત કરે છે.
વધુમાં સોનેટ ગ્રાહકોને સંપૂર્ણ આરામદાયકતા, અનુકૂળતા, સલામતી અને ડ્રાઇવિંગનો આનંદ ઓફર કરતા બહુવિધ સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સથી પણ સજ્જ છે. તેમાં નીચેની બાબતો સામેલ છેઃ
- મોટી અને બેસ્ટ-ઇન-ક્લાસ 10.25 ઇંચ (260.3 સેમી) એચડી ટચસ્ક્રિન સાથે નેવિગેશન અને લાઇવ ટ્રાફિક
- સ્માર્ટ પ્યોર એર પ્યુરિફાયર સાથે વાયરસ પ્રોટેક્શન
- બોસ પ્રીમિયમ સેવન-સ્પીકર ઓડિયો સાથે સબ-વુફર
- વેન્ટિલેટેડ ડ્રાઇવર અને ફ્રન્ટ-પેસેન્જર સીટ
- એલઇડી સાઉન્ડ મૂડ લાઇટિંગ
- યુવીઓ કનેક્ટ અને સ્માર્ટ કી દ્વારા ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમીશન માટે રિમોટ એન્જિન સ્ટાર્ટ
- ઓવર-ધ-એર (ઓટીએ) મેપ અપડેટ્સ
- ઓટોમેટિક મોડલ્સ માટે મલ્ટી-ડ્રાઇવ અને ટ્રેક્શન મોડ તથા ગ્રીપ કંટ્રોલ
- વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર સાથે કૂલિંગ ફંક્શન
ઓલ-ન્યુ કિયા સોનેટ ગ્રાહકોની જરૂરિયાત આધારિત પ્રોડક્ટ ઇનોવેશન અને ઓરિએન્ટેશન ઉપર કિયાનું ધ્યાન કેન્દ્રિત હોવાનો પુરાવો છે. તે યુવા પેઢી ઉપર કેન્દ્રિત છે, જે ટેક-સેવી, મહાત્વાકાંશ્રી અને સામાજિક રીત કનેક્ટેડ છે. પ્રત્યેક છથી નવ મહિનામાં નવી પ્રોડક્ટ ઓફર કરવાની કિયા મોટર્સ ઇન્ડિયાની ખાતરી અનુરૂપ સોનેટ તહેવારોની સીઝનમાં લોન્ચ કરાશે.
મુખ્ય હાઇલાઇટ્સ
કિયા મોટર્સ ઇન્ડિયા અને દક્ષિણ કોરિયામાં કિયાના વૈશ્વિક આરએન્ડડી મુખ્યાલયના સંયુક્ત પ્રયાસોથી ઓલ-ન્યુ સોનેટ એન્જિનિયર્ડ અને વિકસાવવામાં આવી છે. ભારતમાં વ્યાપક માર્કેટ ઇનપુટ બાદ સોનેટનું ઉત્પાદન કરાયું છે, જેમાં તેની ડિઝાઇન, એન્જિન અને ટ્રાન્સમીશન ટ્યુનિંગ અને લાક્ષણિકતાઓ, સસ્પેન્શન એટ્રિબ્યુટ્સ અને હાઇટ-ટેક ફીચર્સ સંબંધિત બાબતો સામેલ છે. સોનેટના ભારતમાં વ્યાપક રોડ ટેસ્ટ કરાયાં છે, જેમાં ભારતીય અને દક્ષિણ કોરિયન એન્જિનિયર્સે વિવિધ ભૌગોલિક સ્થિતિ, ડ્રાઇવિંગ પરિસ્થિતિઓ અને આબોહવાની સ્થિતિમાં 1,00,000થી વધુ કિમીના સોનેટના પ્રોટોટાઇપ્સ આવરી લીધાં છે. તેનું પરિણામ કોમ્પેક્ટ એસયુવી છે, જે માર્ગોને અનુરૂપ તથા ડ્રાઇવિંગનો આનંદ પ્રદાન કરવા તૈયાર કરાઇ છે. સોનેટ વિશ્વસ્તરીય ગુણવત્તાના ધોરણોને આધારે નિર્મિત છે અને તે સેગમેન્ટમાં ઉત્તમ અનુકૂળતા, આરામદાયકતા, સુરક્ષા અને ફીચર્સ ઓફર કરે છે.
ડિઝાઇન
કિયા સોનેટની આકર્ષક ડિઝાઇન દક્ષિણ કોરિયામાં નામ્યાંગમાં કિયા ડિઝાઇન સેન્ટર અને ભારત સ્થિત ડિઝાઇન ટીમના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. એસયુવી માર્કેટમાં કિયાનો પ્રવેશ સમગ્ર વિશ્વેએ ફેબ્રુઆરી 2020માં દિલ્હી ઓટો એક્સપોમાં જોયો હતો, જ્યાં સોનેટ સ્માર્ટ અર્બન એસયુવી કોન્સેપ્ટ પ્રદર્શિત કરાયો હતો. ઉત્પાદન માટે તૈયાર મોડલની મુખ્ય વિશેષતાઓ અત્યંત સ્પર્ધાત્મક સેગમેન્ટમાં બેજોડ ડિઝાઇન સાથે સ્પોર્ટી લૂક છે. અદ્યતન સ્ટાઇલિંગ ટ્રેન્ડ્સ તથા પરંપરાગત ભારતીય વારસા અને સંસ્કૃતિથી પ્રેરિત સોનેટનું એક્સટિરિયર સાચા અર્થમાં સ્ટાઇલ પ્રદાન કરે છે, જે માત્ર તેની કેટેગરીમાં જ નહીં, પરંતુ એસયુવીમાં ઉત્તમ છે.
કિયાની એવોર્ડ પ્રાપ્ત ડિઝાઇન ક્ષમતાઓનો ઉપયોગ કિયા એસયુવી સોનેટના દરેક ઇંચને બ્રાન્ડના કોન્ફિડન્સ, યુવા કેન્દ્રિત અભિગમ, સ્પોર્ટી, જુસ્સો અને વાઇલ્ડ-બાય-ડિઝાઇન અભિગમ માટે કરાયો છે. એસયુવીની ઉત્કૃષ્ટ ડિઝાઇન અને માર્ગ ઉપર અનોખી ઉપસ્થિતિ સમગ્ર વિશ્વમાં ઓળખ સ્થાપિત કરશે.
કારની આગળની બાજૂએ બ્રાન્ડની સિગ્નેચર ડિઝાઇન ટ્રેઇટ – કિયા ટાઇગર નોઝ ગ્રીલ છે, જે સોનેટના વ્યક્તિત્વ સાથે સુમેળ સાથે છે. હાર્ટ બીટ એલઇડી ડીઆરએલ અને સ્ટાઇલિશ ફ્રન્ટ સ્કિડ પ્લેટ્સ સાથે સોનેટનો વાઇલ્ડ અભિગમ જીવંત બને છે. ટાઇગર-નોઝ ગ્રીલ સાથે ક્લાસી ક્રોમ અને ડાયમંડ નર્લિંગ પેટર્ન બેજોડ ગ્રીલ મેશ છે, જે ત્રી-ડાયમેન્શનલ જિયોમેટ્રિક ડિઝાઇન પ્રદાન કરે છે, તે ભારતની આઇકોનિક વાવથી પ્રેરિત છે. ગ્લી મેશ ડિઝાઇન સુસંસ્કૃત ગણિત, વિજ્ઞાન અને આર્કિટેક્ચરમાં ભારતની ઐતિહાસિક ક્ષમતાઓને આદર આપે છે.
હૂડ અને બમ્પરના આકારને કારણે તેનો પ્રોફાઇલ મજબૂત અને સ્પોર્ટી બને છે, જેમાં અપરાઇટ સ્ટાન્સ માટે કાઉલ પોઇન્ટ પુશબેક, મજબૂત રેક્ડ એ-પિલ્લર અને રાન્ડ રૂફલાઇન છે, જે સ્ટાઇલને દર્શાવે છે. પાછળના ભાગમાં હાર્ટ બીટ એલઇડી ટેઇલ લેમ્પ્સ અને તેનું વિશિષ્ટ રિફ્લેક્ટરગાર્નિશ સોનેટને વધુ સારી ઓળખ આપે છે અને તેના એકંદર લૂકને પ્રભાવિત કરે છે. પાછળની બાજૂએ સ્પોર્ટી ડ્યુઅલ મફલર ડિઝાઇન અને ડિફ્યુઝર ફીન રિયર સ્કિડ પ્લેટ પણ સામેલ છે.
સોનેટની લાઇટિંગ તેને આ સેગમેન્ટમાં અન્યોથી વિશેષ બનાવે છે. જ્વેલ જેવી એલઇડી હેડલેમ્પ કારનો ચહેરો બનાવે છે તેમજ હાર્ટ બીટ એલઇડી ડીઆરએલ સાથે ઇન્ટિગ્રેટેડ ઇન્ડિકેટર્સ અને સમાન એલઇડી ટેઇલ લેમ્પ સાથે સોનેટની વાઇલ્ડ ઓળખ જીવંત બને છે, જેમાં તેની ડિઝાઇન મુખ્ય પાસું છે. શાર્પ-લૂકિંગ 16 ઇંચ ક્રિસ્ટલ-કટ એલોય સાથે સોનેટની એકંદર ઓળખ મજબૂત, પાવરફુલ અને સ્પોર્ટી સિલહુટ બને છે, જે તેને વિશેષ સ્થાન અપાવે છે.
વધુમાં સોનેટ આઠ મોનોટન અને ત્રણ ડ્યુઅલ-ટોન એક્સટિરિયર કલર વિકલ્પો ઓફર કરે છે.
સોનેટ ડ્યુઅલ ટ્રીમ કોન્સેપ્ટમાં ઓફર કરાશે, જેમાં સ્પોર્ટ્સ પ્રેરિત જીટી-લાઇન ટ્રીમ છે, જે સ્પોર્ટીનેસ, લક્ઝરી, સુરક્ષા અને એટિટ્યુડ ઇચ્છતા ગ્રાહકો માટે કિયાના જુસ્સા અને લક્ઝરી અપીલનો દેખિતો પુરાવો છે
ઇન્ટિરિયર
અંદરની બાજૂએ સોનેટ અનુકૂળ, ફ્લોઇંગ ડેશબોર્ડ સાથે સોફેસ્ટિકેટેડ અને જીવંત કેબિન ઓફર કરે છે, જે યુવાનો અને હંમેશા કનેક્ટેડ રહેતાં ગ્રાહકોને આકર્ષે છે. ડ્રાઇવર અને પેસેન્જર્સની આરામદાયકતાને ધ્યાનમાં લેતાં સોનેટનું ઇન્ટિરિયર અદ્યતન, ડાયનામિક અને બોલ્ડ આઉટલૂક ઓફર કરે છે. ઇન્ટેલિજન્ટ પેકેજિંગતમામ પેસેન્જર્સને વિશાળ લેગ રૂમ, હેડ મ અને શોલ્ડર રૂમ પ્રદાન કરે છે.
સ્ટાઇલિશ અને ક્લટર-ફ્રી કોન્સોલ હાઇ-ટેક અનુભવ ઓફર કરે છે અને સેગમેન્ટમાં સોનેટના બેજોડ ફીચર્સની સરળ એક્સેસ આપે છે. સોનેટ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સામગ્રી સાથે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલું ડેશબોર્ડ ધરાવે છે. જીટી-લાઇન મોડલ્સ સ્ટિયરિંગ વ્હિલ્સ, સીટ અને ડોર આર્મેસ્ટ ઉપર કોન્ટ્રાસ્ટ રેડ સ્ટિચિંગની ફિનિશિંગ ધરાવે છે, જ્યારે કે ડી-કટ સ્ટિયરિંગ વ્હિલ્સ સ્પોર્ટી અપીલ આપે છે. વેન્ટિલેટેડ ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર સીટ આ કેટેગીરમાં પોતાના પ્રકારની પ્રથમ છે, જે કિયાના પાવર ટુ સરપ્રાઇઝ ખ્યાલને દર્શાવે છે.
ડેશબોર્ડ 10.25 ઇંચ (26.03 સેમી) એચડી ટચ સ્ક્રીન સાથે ઇન્ફોટેઇનમેન્ટ અને નેવિગેશન સિસ્ટમ સાથે પોતાના સેગમેન્ટમાં સૌથી મોટું છે, જે કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં કિયાની પ્રીમિયમ ઉપસ્થિતિને પુષ્ટિ આપશે. આ સિસ્ટમ કિયાની સાહજિક અને મિત્રસભર યુવીઓ કનેક્ટેડ કાર ટેક્નોલોજી ઓફર કરે છે. વધુમાં 4.2 ઇંચ (10.66 સેમી) ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ડ્રાઇવરને આબેહૂબ રંગ અને સ્પષ્ટતા સાથે મહત્વપૂર્ણ માહિતી આપે છે, જેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સૂચનો, હાઇલાઇન ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (ટીપીએમએસ) અને ડ્રાઇવ મોડ તથા ટ્રેક્શન મોડ સિલ્કેશન સામેલ છે.
સોનેટનો ઉદ્દેશ્ય કારની અંદર બેસનારાઓને સંતોષ પ્રદાન કરવાનો છે. કોન્સર્ટ જેવો માહોલ તૈયાર કરવા સોનેટપોતાની કેટેગરીમાં એકમાત્ર વિહિકલ છે, જે બોસમાંથી ઓડિયો પર્ફોર્મન્સ ઓફર કરે છે, જે પ્રીમયમ સેવન-સ્પીકર સિસ્ટમ સાથે સબ-વુફરથી સજ્જ છે. એલઇડી સાઉન્ડ મૂડ લાઇટિંગ સહિત અન્ય ફીચર્સ પણ ઉપયોગી છે, જેમાં વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર સાથે કૂલિંગ ફંક્શન સામેલ છે.
વધુમાં ડ્રાઇવર્સ અને તેમના પ્રિયજનોની સુરક્ષા માટે સોનેટ કિયાના વાયરસ પ્રોટેક્શન સાથે સ્માર્ટ પ્યોર એર પ્યુરિફાયર્સથી સજ્જ છે. આ ફીચર સોનેટને પોતાના સેગમેન્ટમાં વિશેષ બનાવે છે અને કેટેગરીમાં નવા ધોરણો સ્થાપે છે. સોનેટમાં નવું સ્માર્ટ પ્યોર એર પ્યુરિફાયર બે-સ્તરીય પ્યુરિફિકેશન સિસ્ટમ ધરાવે છે. પોલ્યુટન્ટ-ક્લિન્ઝિંગ એચઇપીએ ફિલ્ટર એન29 ધરાવે છે, જે કોપર સલ્ફાઇની નેનો-આયોનિક બોન્ડિંગ ટેક્નોલોજીમાંથી તૈયાર કરાયેલા ફાઇબરનો ઉપયોગ કરે છે. તેનાથી કેબિનમાંથી પ્રદૂષકો અને બેક્ટેરિયા દૂર થાય છે. આ સિસ્ટમ અસરકારક રીતે કેબિનમાંથી પ્રદૂષકોને દૂર કરવાની સાથે-સાથે હવામાંથી બેક્ટેરિયા અને વાયરસને પણ દૂર કરે છે.
પાવરટ્રેન અને પર્ફોર્મન્સ
કિયાના પાવર ટુ સરપ્રાઇઝના ધ્યેયને લક્ષ્યમાં રાખતાં સોનેટ તેના ક્લાસમાં આશ્ચર્યજનક રીતે પાવરટ્રેનની વિશાળ શ્રેણી ઓફર કરે છે. ત્રણ એન્જિન્સ અને પાંચ ટ્રાન્સમીશનની પસંદગી સાથે આ સેગમેન્ટમાં દરેક ગ્રાહક માટે એન્જિન-ટ્રાન્સમીશન કોમ્બિનેશન છે. બે પેટ્રોલ એન્જિન – વર્સેટાઇલ સ્માર્ટસ્ટ્રીમ 1.2 લીટર ફોર-સિલિન્ડર અને પાવરફુલ 1.0 ટી-જીડીઆઇ અને કાર્યક્ષમ 1.5 લીટર સીઆરડીઆઇ ડીઝલ એન્જિન ઓફર કરાયું છે.
સોનેટ પાંચ ટ્રાન્સમીશન વિકલ્પો ઓફર કરે છે – ફાઇવ અને સિક્સ-સ્પીડ મેન્યુઅલ્સ, એક વિશેષ સેવન-સ્પીડ ડીસીટી, સિક્સ-સ્પીડ ઓટોમેટિક અને કિયાનું ક્રાંતિકારી ન્યુ સિક્સ-સ્પીડ સ્માર્ટસ્ટ્રીમ ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમીશન. વધુમાં સોનેટના ઓટોમેટિક વેરિઅન્ટ્સ મલ્ટી-ડ્રાઇવ અને ટ્રેક્શન મોડ્સ ઓફર કરે છે, જેથી આરામદાયકતા, ડ્રાઇવનો આત્મવિશ્વાસ અને સુરક્ષા વધે છે.
1.5 લીટર ડીઝલ એન્જિન સિક્સ-સ્પીડ મેન્યુઅલ સાથે ઓફર થશે અને તે સિક્સ-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમીશન સાથે પોતાના સેગમેન્ટમાં વિશિષ્ટ છે. ગ્રાહકો ઓટોમેટિક ટ્રાન્સમીશનની અનુકૂળતા અને આરામદાયકતા સાથે ડીઝલ એન્જિનનની ક્ષમતાની લાંબા સમય સુધી મજા માણી શકશે.
સ્માર્ટસ્ટ્રીમ સિક્સ-સ્પીડ આઇએમટી
સોનેટ આ ક્રાંતિકારી ગિયરબોક્સથી સજ્જ છે, જે કંટ્રોલ અને અનુકૂળતા વચ્ચે સંતુલન ઓફર કરે છે. સિક્સ-સ્પીડ સ્માર્ટસ્ટ્રીમ ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમીશન ભારતમાં ડ્રાઇવિંગના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરશે. આઇએમટી વેશિ, છે અને તેમાં કોઇ ક્લચ પેડલ નથી, પરંતુ ગિયર લીવર છે. ક્લચને ઇલેક્ટ્રોનિક પ્રકારે તૈયાર કરાયો છે, એટલે કે જ્યારે ડ્રાઇવર જ્યારે લીવરનો ઉપયોગ કરીને ગિયર બદલવાની ઇચ્છા રાખે ત્યારે શિફ્ટ પૂર્ણ થયાં બાદ રિ-એન્ગેજિંગ થાય છે. એક સેન્સર ગિયર લીવરની મૂવમેન્ટની ઓળખ કરે છે અને ક્લચને ધીમેથી છુટો કરે છે. જ્યારે ગિયર્સ એંગેજ હોય ત્યારે ક્લચ રિ-એંગેજ થાય અને ગિયર શિફ્ટ પૂર્ણ થાય છે.
આ સેન્સર એ પ્રકારે પ્રોગ્રામ કરવામાં આવ્યાં છે કે નાની મૂવમેન્ટમાં તે એક્ટિવેટ થતાં નથી. ઉદાહરણરૂપે, જો ડ્રાઇવર શિફ્ટ લીવરને હલાવે. તેના બદલે જ્યારે ગિયર લીવર વધુ શિફ્ટ થાય ત્યારે પ્રોગ્રામ સિગ્નલ મોકલે છે. આમ કોઇપણ વ્યક્તિ ક્લચ પેડલને એંગેજ ક્યાં વિના મેન્યુઅલ ટ્રાન્સમીશન કારની માફક ડ્રાઇવ કરી શકે છે. આ સિસ્ટમને ભારતીય માર્ગની પરિસ્થિતિઓ ઉપર વ્યાપક રીતે ટેસ્ટ કરાવમાં આવી છે તથા સરળ અને મનોરંજક ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ ઓફર કરવા પ્રોગ્રામ કરાઇ છે.
સ્માર્ટસ્ટ્રીમ સિક્સ-સ્પીડ આઇએમટીની હાઇલાઇટ્સ
- ડ્રાઇવરને ઓછો થાકઃ ક્લચ પેડલનો ઉપયોગ કરવાની જરૂર નથી, ખાસ કરીને સ્ટોપ-ગો ટ્રાફિકમાં
- ક્લચની લાંબી લાઇફઃ ઇલેક્ટ્રોનિક પ્રકારે તૈયાર કરાયેલું, ક્લચનો ઉપયોગ કરવાની ઓછી તક
- અનુકૂળ રાઇટઃ ક્લચ સરળતાથી રિલિથ થાય છે તથા સ્મૂધ મેન્યુઅલ ગિયર ચેન્જ ઓફર કરે છે
સૌથી મહત્વપૂર્ણ છે કે આઇએમટીને તમામ ડ્રાઇવિંગ પરિસ્થિતિઓને લક્ષ્યમાં રાખીને કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે. ઉદાહરણરૂપે હિલ સ્ટાર્ટમાં આરપીએમ કંટ્રોલ મોડ્યુલ વિહિકલનું બેકવર્ડ રોલિંગ અટકાવે છે. ઇનોવેટિવ ગિયરબોક્સ પણ એ પ્રકારે પ્રોગ્રામ કરાયા છે કે જેમાં લો સ્પીડ ઉપર હાયર સિટિંગમાં અટકતું નથી. આ સિસ્ટમ વિશેષ છે અને તમામ અનુભવ ધરાવતા ડ્રાઇવર્સ માટે આદર્શ છે.
રાઇડિંગ અને હેન્ડલિંગ
કિયા બ્રાન્ડના સ્પોર્ટી, બોલ્ડ અને યુથફુલ બ્રાન્ડના ખ્યાલ સાથે સોનેટની ડ્રાઇવિંગ વિશેષતાઓ ડ્રાઇવિંગનો શોખ ધરાવનારાઓ માટે મજેદાર અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરાઇ છે. સસ્પેન્શન સેટ-અપ સાથે ઇલેક્ટ્રોનિકલી-આસિસ્ટેડ પાવર સ્ટિયરિંગ સ્પોર્ટી ડ્રાઇવિંગ અનુબવ ઓફર કરે છે.
કોરિયામાં નામ્યાંગ આરએન્ડડી મુખ્યાલય ખાતે અને આન્ધ્ર પ્રદેશના અનંતપુર ખાતે બ્રાન્ડના ડેવલપમેન્ટ સેન્ટર ખાતેના એન્જિનિયર્સ દ્વારા રાઇડ અને હેન્ડલિંગ ઉપર વિશેષ ધ્યાન અપાયું છે. સોનેટ પ્રોટોટાઇપ્સને ભારતીય માર્ગો ઉપર 1,00,000થી વધુ કિમી ડ્રાઇવ અને ટેસ્ટ કરાયાં છે. તેમાં વિવિધ ભૌગોલિક પરિસ્થતિઓ સામેલ છે. તેનાથી રાઇડ ક્વોલિટી અને હાઇ કમ્ફર્ટ સાથે સ્પોર્ટી જુસ્સો સુનિશ્ચિત કરાયો છે.
યુવીઓ કનેક્ટ
ભારતમાં કિયા પ્રથમ ઓટોમોટિવ બ્રાન્ડ છે કે જેણે માર્ગ ઉપર 50,000થી વધુ એક્ટિવ કનેક્ટેડ કાર્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સીમાચિહ્ન ભારતીય ગ્રાહકો માટે કિયા મોટર્સ ઇન્ડિયાના અદ્યતન ઇન-કાર ટેક્નોલોજીને આભારી છે, જે બેજોડ, ફ્રેન્ડલી યુઝર ઇન્ટરફેસ ઓફર કરે છે, જે કિયાની યુવીઓ કનેક્ટેડ કાર ટેક્નોલોજી પ્રદાન કરે છે. આ સ્માર્ટ, ભવિષ્યલક્ષી અને સુરક્ષિત વિશેષતાથી કિયાનું ડ્રાઇવિંગ સુરક્ષિત, અનુકૂળ અને સંતોષકારક બને છે.
આ ખાતરી અનુરૂપ સોનેટ પણ કિયાના સિગ્નેચર યુવીઓ કનેક્ટ ટેક્નોલોજી ઓફર કરે છે, જેમાં 57 વિશેષતાઓ માલીકને અનુકૂળતા, રિમોટ કંટ્રોલ, નેવિગેશન, સેફ્ટી, સિક્યુરિટી અને વિહિકલ મેનેજમેન્ટ પ્રદાન કરે છે. તેમાં કિયાના યુવીઓ વોઇસ આસિસ્ટન્ટ ફીચર પણ સામેલ છે, જે હેલો કિયા ગ્રિટિંગ્સનો પણ પ્રતિસાદ આપે છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-પાવર્ડ વોઇસ-રેકગ્નિશન ટેક્નોલોજી વધુ સારો કનેક્ટેડ એક્સપિરિયન્સ પ્રદાન કરે છે તથા તેનો ઉપયોગ વિવિધ ફીચર્સ – ફોન કોલ, હવામાનની માહિતી, સમય અને તારીખ, ભારતમાં રજાઓની માહિતી, મીડિયા કંટ્રોલ, નેવિગેશન કંટ્રોલ, ક્લાઇમેટ કંટ્રોલ અને ક્રિકેટ સ્કોર્સ વગેરેની પણ જાણકારી આપે છે. તે વોઇસ કમાન્ડ દ્વારા ઉદ્યોગમાં પ્રથમ ડ્રાઇવર વિન્ડો-અપ ડાઉન ઓફર કરે છે.
અત્યંત અનુકૂળ રિમોટ સ્ટાર્ટ/સ્ટોપ ફીચર, જે અગાઉ માત્ર કેટલીક ઓટોમેટિક કિયા વાહનોના ખરીદદારો માટે જ ઉપલબ્ધ હતું, તે હવે મેન્યુઅલ અને ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમીશન મોડલ્સમાં પણ ઉપલબ્ધ છે.
સોનેટ યુવીઓ સ્માર્ટ વોચ એપ કનેક્ટિવિટી વિકલ્પમાં પણ ઉપલબ્ધ બનશે, જે દ્વારા યુઝર્ડ એન્ડ્રોઇડ, આઇઓએસ અને ટાઇઝેન સ્માર્ટવોચ દ્વારા તેમના વાહન સાથે વાત કરી શકશે. વધુમાં યુવીઓ લાઇટ ફીચરથી સ્માર્ટ એર પ્યુરિફાયર અને ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમને પણ કંટ્રોલ કરવામાં મદદ મળશે, જેનાથી સોનેટના કનેક્ટેડ ફીચર્સ ઉપયોગમાં વધુ સરળ બનશે. વધુમાં કાર ઓટો એન્ટી-ગ્લેર (ઇસીએમ) રિયર વ્યૂ મિરર સાથે યુવીઓ કંટ્રોલ્સ પણ ઓફર કરશે, જેનાથી રિયર વિઝિબિલિટી વધુ સુરક્ષિત થશે અને ડ્રાઇવરને વધુ આત્મવિશ્વસ મળશે.
સલામતી
કિયા મોટર્સ માટે વૈશ્વિક સ્તરે ગ્રાહકોની સલામતી ટોચની પ્રાથમિકતા છે. સોનેટની બોડીનો બે-તૃતયાંશથી વધુ હિસ્સો હાઇ સ્ટ્રેન્થ અને એડવાન્સ્ડ હાઇ સ્ટ્રેન્થ સ્ટીલથી બનેલો છે, જેનાથી તેનું વજન ઓછું હોવા છતાં મજબૂત માળખું મળી રહે છે. વધુમા કિયાએ સોનેટની દરેક રાઇડને આરામદાયક બનાવી છે, જે માટે સંખ્યાબંધ સુરક્ષા વિશેષતાઓ રાખવામાં આવી છે. તે કિયાના સુરક્ષાન પાંચ પિલ્લર્સ સાથે સુસંગત છે – એક્ટિવ, પેસિવ, હેલ્થ, સિક્યરિટી અને મેન્ટેનન્સ. સોનેટની મુખ્ય સુરક્ષા વિશેષતાઓ નીચે મૂજબ છેઃ
- છ એરબેગ્સ
- એબીએસ (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ) સાથે ઇબીડી (ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન)
- ઇએસસી (ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ), એચએસી (હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ), વીએસએમ (વિહિકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ) અને બીએ (બ્રેક આસિસ્ટ)
- ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર
- પ્રોજેક્ટ ફોગ લેમ્પ્સ
- હાઇલાઇન ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (ટીપીએમએસ)
- ઓટો હેડલેમ્પ્સ
- આઇએસઓએફઆઇએક્સ ચાઇલ-સીટ એન્કરિંગ પોઇન્ટ્સ