ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમકાસ્ટ બિલ્ટ-ઈન સાથે એન્ડ્રોઈડ ટીવી દ્વારા પાવર્ડ
ઓગસ્ટ, 2020- ભારતની નં. 1 સ્માર્ટફોન અને નં. 1 સ્માર્ટ ટીવી બ્રાન્ડ શાઓમીએ આજે Mi TV સ્ટિક રજૂ કર્યાની ઘોષણા કરી હતી, જે સ્માર્ટ, કોમ્પેક્ટ અને પોર્ટેબલ ગેજેટ કોઈ પણ નોન- સ્માર્ટ ટીવીને સ્માર્ટ ટીવીમાં ફેરવી નાખવાનું લક્ષ્ય ધરાવે છે. એન્ડ્રોઈડ ટીવી 9.0 દ્વારા પાવર્ડ Mi TV સ્ટિક 5000થી વધુ એપ્સ અને ગૂગલ પ્લે થકી ગેમ્સને પહોંચ આપે છે.
સ્લિમ અને સ્લીક ડિઝાઈનની વિશિષ્ટતા સાથે Mi TV સ્ટિક કોમ્પેક્ટ અને હલકા વજનની ડિઝાઈન (28.5 gms, 92.4 x 30.4mm) ધરાવે છે. ઉપભોક્તાઓ 30 સેકંડથી ઓછા સમયમાં તેમની Mi TV સ્ટિક જોડીને કોઈ પણ ટીવી પર ફુલ HD રિઝોલ્યુશનમાં હજારો કલાક પરોવી રાખનારી કન્ટેન્ટ માણી શકે છે. ગેજેટ ડોલ્બી અને DTS ઓડિયો કોમ્પ્રેશન ટેકનોલોજીઝને સપોર્ટ કરતાં સિનેમા જેવા અનુભવ માટે સમૃદ્ધ ઓડિયો પ્રદાન કરે છે. ઉપરાંત Mi TV સ્ટિક 1GB RAM અને 8GB આંતરિક સ્ટોરેજ સાથે ક્વેડ-કોર કોર્ટેક્સ A53 પ્રોસેસરથી પણ સમૃદ્ધ છે, જે સહજ અને તેજસ્વી કામગીરીનું વચન આપે છે.
શાઓમી ઈન્ડિયાના MiTVના લીડ બિઝનેસ ઈશ્વર નીલકંઠને જણાવ્યું હતું કે શાઓમીમાં અમે કન્ટેન્ટને એક્સેસ આપવા સાથે નોન- સ્માર્ટ ટીવી સેટ્સ પર સ્ટ્રીમિંગ એકદમ સુવિધાજનક બનાવવા માટે નિવારણો પૂરાં પાડીને તમારા લિવિંગ રૂમના આરામમાં મનોરંજન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. MiTV સ્ટિકના લોન્ચ સાથે અમે OTT કન્ટેન્ટ ઉપભોગ કરવાની સતત રીત જોતા ગ્રાહકોને સ્માર્ટ ટીવી અનુભવ આપવા પર કેન્દ્રિત છે.
એન્ડ્રોઈડ ટીવી 9.0
એન્ડ્રોઈડ ટીવી વર્ઝન (9.0) પર ચાલતી Mi TVસ્ટિક ઉપભોક્તાઓ માટે વર્લ્ડ ઓફ કન્ટેન્ટને પહોંચ આપે છે. તે નેટફ્લિક્સ, પ્રાઈમ વિડિયો, ડિઝની+ હોટસ્ટાર, હંગામા પ્લે, Zee5, અહા એન્ટરટેઈનમેન્ટ જેવા લોકપ્રિય OTT પ્લેયર્સને પહોંચ સાથે કન્ટેન્ટ ઓનલાઈન સ્ટ્રીમ કરવા માટે એક છત હેઠળનું સ્થળ છે. ગૂગલ પ્લે સ્ટોર પર 5000થી વધુ એપ્લિકેશન્સની ઉપલબ્ધતા સાથે Mi TV સ્ટિક ગૂગલ પ્લે સ્ટોર પર ગેમ્સ રમવા માટે ઘણા બધા વિકલ્પો પણ આપે છે. આટલું જ નહીં, નેટફ્લિક્સ અને પ્રાઈમ વિડિયો માટે સમર્પિત બટન સાથે બ્લુટૂથ રિમોટ પણ Mi TV સાથે આવે છે, જેને લીધે ફક્ત એક ક્લિક પર હજારો ફિલ્મો અને શો ગ્રાહકોને ઉપલબ્ધ થાય છે.
ગૂગલ આસિસ્ટન્ટ અને ક્રોમકાસ્ટ બિલ્ટ-ઈન
Mi TV સ્ટિક ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા પાવર્ડ વોઈસ સર્ચને ટેકો આપે છે, જેથી ઉપભોક્તાઓ તેમના દિવસનું નિયોજન કરી શકે, નવી અપડેટ્સ- ન્યૂઝ મેળવી શકે, તેમની મનગમતી કન્ટેન્ટ પ્લે અને સર્ચ કરી શકે અને અન્ય સ્માર્ટ હોમ ડિવાઈસીસ કંટ્રોલ કરી શકે છે. તે ક્રોમકાસ્ટ બિલ્ટ-ઈન સાથે આવે છે, જેથી ઉપભોક્તાઓ ઘણાં બધાં ડિવાઈસીસ (મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ)માં તેમનાં બધાં મનગમતા એપ્સ પરથી કન્ટેન્ટ કાસ્ટ કરી શકે છે.
ડેટા સેવર
ઓનલાઈન કન્ટેન્ટના ઉપભોગમાં વધારાને ધ્યાનમાં લેતાં Mi TV સ્ટિક ભારત માટે ખાસ ગૂગલના ડેટા સેવર સાથે પ્રી-લોડેડ આવે છે. ડેટા સેવર ત્રણ ગણા સુધી વધુ કન્ટેન્ટ સ્ટ્રીમિંગ અને સાગમટે તમારા ડેટા ઉપભોગનું ટ્રેકિંગ પણ રાખે છે.
પ્રોડક્ટ પેજીસઃ Mi TV સ્ટિક
ઉપલબ્ધતા
Mi TV સ્ટિક 7 ઓગસ્ટ, 2020ના રાત્રે 12.00થી આરંભ કરતાં Mi.com, Mi હોમ્સ, Flipkart.com પર રૂ. 2,799ની કિંમતે મળશે અને ટૂંક સમયમાં ચુનંદી ઓફફલાઈન ચેનલો પર પણ મળશે. ખરીદદારોને અમુક અગ્રણી કન્ટેન્ટ ભાગીદારો પાસેથી ઓફરો પણ મળશે. નવી Mi TV સ્ટિકની ખરીદી સાથે Zee5 તરફથી 15 દિવસનું મફત ટ્રાયલ, સંપૂર્ણ વર્ષના અહા એન્ટરટેઈનમેન્ટ સબ્સ્ક્રિપ્શનના 50 ટકા, હંગામા પ્લેનું એક મહિનાના મફત સબ્સ્ક્રિપ્શન ખરીદદારોને મળશે.
રૂપરેખા
ડિઝાઈન | ડાયમેન્શન્સઃ 92.4 x 30.2 x 15.2mm વજન: 28.5g |
કામગીરી | CPU: 64 bit કવેડ કોર કોર્ટેક્સ-A53 GPU: ARM Mali-450 સ્ટોરેજ: 1 GB/8GB |
કનેક્ટિવિટી અને પોડ્સ | HDMI x 1, માઈક્રો USB x 1 બ્લુટૂથ 4.2 Wi-Fi 802.11 a/b/g/n/ac 2.4GHz/5GHz |
વિડિયો | રિઝોલ્યુશન: 1920 x 1080 FHD@60fps સપોર્ટ: VP9-10, H.265, H.264, VC-1, MPEG1/2/4, real 8/9/10 ફોર્મેટ્સ: RM, MOV, VOB, AVI, MKV, TS, MP4 |
ઓડિયો | સપોર્ટઃ ડોલ્બી ઓડિયો અને DTS ડિજિટલ ફોર્મેટ્સઃ MP3, WMA, AAC, Flac, OGG |
પેકેજમાં સમાવિષ્ટ | ટીવી સ્ટિક, પાવર એડપ્ટર, રિમોટ કંટ્રોલ, માઈક્રો USB કેબલ યુઝર મેન્યુઅલ |
Annexure: Quotes from spokespeople
હંગામા ડિજિટલ મિડિયાના સીઓઓ સિદ્ધાર્થ રોયે જણાવ્યું હતું કે વર્ષોનાં વહાણાં વીતવા સાથે અમે એવું ડાયનેમિક વિડિયો સ્ટ્રીમિંગ મંચ નિર્માણ કર્યું છે, જે મુવીઝ, ટીવી શો, ઓરિજિનલ્સ, કિડ્સ અને શોર્ટ ફોર્મેટ કન્ટેન્ટની બહુભાષી અને બહુપ્રકાર લાઈબ્રેરી ઓફર કરે છે. તેમનો વ્યુઈંગ અનુભવ ઉપભોક્તા અનુકૂળ ઈન્ટરફેસ અને હંગામા રિવોર્ડસ નામે ઉદ્યોગના પ્રથમ પેટન્ટેડ ગેમિફિકેશન લેયરને લીધે વધુ બહેતર બને છે. અમારી શાઓમી સાથે વ્યૂહાત્મક ભાગીદારીને લીધે Mi મ્યુઝિક પર હંગામા મ્યુઝિક જેવી ઊંડી અખંડતા થકી તેમના ઉપભોક્તાઓ માટે સમૃદ્ધ અનુભવ નિર્માણ કરે છે. અમે ફરી એક વાર શાઓમી સાથે ભાગીદારી કરવામાં અને તેમના ગ્રાહકોને અમારી વ્યાપક લાઈબ્રેરીમાં ડોકિયું કરવાની અને અમારા અજોડ ફીચર્સ માણવાની સુવિધા આપવાની ખુશી છે.