QLED 8K TVs સાથે રૂ. 77,999 મૂલ્યનો ગેલેક્સી S20+ અને સ્પેસમેક્સ ફેમિલી હબ™ રેફ્રિજરેટર સાથે રૂ. 37,999 મૂલ્યની નોટ 10 લાઈટ મફત મેળવો.
ભારત, ઓગસ્ટ, 2020- ભારતની અત્યંત વિશ્વાસુ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે તેનાં ટેલિવિઝન, રેફ્રિજરેટર, સ્માર્ટ ઓવન્સ, વોશિંગ મશીન્સ અને એર કંડિશનર્સ માટે ખાસ સ્વાતંત્ર્ય દિવસની ઓફરની ઘોષણા કરી છે.
આ આકર્ષક ઓફરો સાથે ઘણી બધી ડીલ્સ, આકર્ષક ફાઈનાન્સ યોજનાઓમાં 15 ટકા સુધી કેશબેક અને રૂ. 990 જેટલા ઓછા સરળ માસિક હપ્તાનો સમાવેશ થાય છે, જે 31મી ઓગસ્ટ, 2020 સુધી લાગુ રહેશે.
અજોડ ઓફરો સેમસંગ કન્ઝયુમર ડ્યુરેબલ પ્રોડક્ટો ખરીદી કરતા ગ્રાહકોને ખાતરીદાયક લાભો આપે છે, જે પ્રોડક્ટોમાં સેમસંગ QLED TVs, 4K UHD TVs, સ્માર્ટ TVs, સ્પેસમેક્સ ફેમિલી હબ™ રેફ્રિજરેટર, સાઈડ- બાય- સાઈડ અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર્સ અને ટોપ લોડ વોશિંગ મશીન્સ, સ્માર્ટ ઓવન્સ અને વિંડફ્રી એર કંડિશનર્સ વગેરેનો સમાવેશ થાય છે. તેના વ્યાપક કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં સેમસંગે હાલમાં ટીવી સાથે મજેદાર સાઉન્ડ આપવા માટે ચુનંદાં મોડેલોમાં અજોડ Q – સિમ્ફોની ફીચર સાથે સાઉન્ડબાર્સ હાલમાં લોન્ચ કર્યા હતા.
ઓફરના સમયગાળા દરમિયાન સેમસંગ QLED 8K TVs ખરીદી કરતા ગ્રાહકોને રૂ. 77,999 મૂલ્યનું ગેલેક્સી S20+ મફત મળશે. ઉપરાંત ગ્રાહકોને 10 વર્ષની નોન સ્ક્રીન બર્ન-ઈન વોરન્ટી અને ચુનંદાં QLED TVsની પેનલ પર 3 વર્ષની વોરન્ટી મળશે.
સેમસંગ સ્માર્ટ ટીવી ખરીદી કરતા ગ્રાહકોને રૂ. 9000 સુધી કેશબેક અને રૂ. 990 જેટલા ઓછા માસિક હપ્તાનો લાભ મળશે. ઉપરાંત 43 ઈંચ અને તેથી ઉપરનાં મોડેલો પર એક માસિક હપ્તાની છૂટ મળશે. મનોરંજનને મોરચે પ્રદાન કરતાં સેમસંગ ટીવી એક મહિનાના મફત Zee5 સબ્સ્ક્રિપ્શન અને Zee5 પ્રીમિયમ પેક્સ પર 30 ટકાના ડિસ્કાઉન્ટ સાથે આવે છે.
રેફ્રિજરેટર શ્રેણીમાં જે ગ્રાહકો સેમસંગ સ્પેસમેક્સ ફેમિલી હબ™ રેફ્રિજરેટર ખરીદી કરશે તેમને રૂ. 37,999 મૂલ્યની ગેલેક્સી નોટ10 લાઈટ મળશે. ઉપરાંત સેમસંગ રેફ્રિજરેટરો અને વોશિંગ મશીનોની ખરીદી પર ગ્રાહકો 300 લિ.થી વધુ ક્ષમતાનાં રેફ્રિજરેટરો પર 15 ટકા સુધી કેશબેક અને એક માસિક હપ્તાની છૂટ સાથે રૂ. 990 જેટલા ઓછા સરળ માસિક હપ્તાનો લાભ લઈ શકે છે.
રેફ્રિજરેટરો ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર પર 10 વર્ષની વોરન્ટી સાથે, વોશિંગ મશીનો મોટર પર 12 વર્ષની વોરન્ટી સાથે અને સંપૂર્ણ મશીન 30 વર્ષની વોરન્ટી સાથે આવે છે. આ ઓફરો ફેમિલી હબ, સાઈડ- બાય- સાઈડ અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટરો અને ફ્લેકવોશ અને એડવોશ વોશિંગ મશીનો તેમ જ ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડ અને ટોપ લોડ વોશિંગ મશીનો પર લાગુ છે.
સેમસંગ એર કંડિશનર્સની ખરીદી કરતા ગ્રાહકો રૂ. 990 જેટલા ઓછા સરળ માસિક હપ્તા મેળવી શકે છે. સેમસંગનારૂમમાં એકસમાન હવા નમ્રતાથી પ્રસરે તે માટે 23,000 સૂક્ષ્મ છિદ્રો સાથે આવતા વિંડ- ફ્રી™ એર કંડિશનરમાં કોઈ પણ ડ્રાફ્ટ વિના કૂલની આરામદાયક સપાટી જાળવી શકાય છે. તેની ખરીદી પર ગ્રાહકોને 15 ટકા સુધી કેશબેક ઉપરાંત 5 વર્ષની કન્ડેન્સર અને પીસીબી કંટ્રોલર વોરન્ટી, ચુનંદાં એર કંડિશનર પર ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર પર 10 વર્ષની વોરન્ટી સાથે મફત ઈન્સ્ટોલેશન અને મફત ગેસ રિચાર્જ પણ ઓફર કરવામાં આવે છે.
28 લિ.થી વધુનાં કન્વેકશન સ્માર્ટ ઓવન્સનાં ચુનંદાં મોડેલ્સની ખરીદી પર ગ્રાહકોને મફત બોરોસિલ કિટ, મેગ્નેટ્રોન પર 5 વર્ષની વોરન્ટી સાથે સેરામિક ઈનેમલ કેવિટી પર 10 વર્ષની વોરન્ટી મળે છે.
આ અવસરમાં ઉમેરો કરતાં સેમસંગે તેની માય સેમસંગ માય ઈએમઆઈ ઓફર સાથે ગ્રાહકોને ચુનંદાં ટેલિવિઝન, રેફ્રિજરેટરો, માઈક્રોવેવ અન વોશિંગ મશીનો પર તેમના બજેટ અનુસાર ઈએમઆઈ અને ડાઉન પેમેન્ટની પસંદગી કરવાનો વિકલ્પ મળશે. ગ્રાહકો 36 મહિના સુધી ઈએમઆઈ અને ચુનંદાં ટીવી અને રેફ્રિજરેટર મોડેલો પર એક મફત ઈએમઆઈ પણ મેળવી શકે છે.
તહેવારની મોસમ ગ્રાહકો માટે તેમનાં ઘરની નવી કલ્પના કરવા માટે નવી અને સ્માર્ટ ટેકનોલોજીઓ અપગ્રેડ કરવાનો સમય હોય છે. ગ્રાહકલક્ષી બ્રાન્ડ તરીકે અમે અમારા ગ્રાહકોને અસમાંતર ટેકનોલોજી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. સેમસંગ ઉત્તમ પ્રોડક્ટો પ્રદાન કરવા વચનબદ્ધ છે અને અમારી નવી ઓફર વિવિધ કિંમતે પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી પર ખતરીદાયક લાભો સાથે આવે છે. ગ્રાહકો મૂલ્ય પરિમાણ ચાહે છે ત્યારે અમને વિશ્વાસ છે કે આ અજોડ ઓફરો તેમની અપેક્ષાઓને પહોંચી વળશે અને અર્થપૂર્ણ નાવીન્યતા સાથે તેમના જીવનને સમૃદ્ધ બનાવશે, એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ વેપારના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલને જણાવ્યું હતું.