અગ્રણી ગેમિંગ કન્ટેન્ટ અને માર્કેટિંગ ફર્મ ટ્રિનિટી ગેમિંગ ઇન્ડિયાએ ફેસબુકગેમિંગ સાથેની ભાગીદારીમાં ‘નેક્સ્ટ લેવલ’નામક ટેલેન્ટ હન્ટ અને ગેમર ઓનબોર્ડિંગ પ્રોગ્રામની શરૂઆત કરવાની જાહેરાત કરી. પંજાબ અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં અપાર સફળતા અને પ્રતિસાદ મળ્યા બાદ, કાર્યક્રમનો ત્રીજુ તબક્કો 12મી સપ્ટેમ્બરે વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે યોજાયો હતુ. આ પ્રોગ્રામ કોલેજ કક્ષાએ ગેમિંગના શોખીનોને ભાવિ આવકના પ્રવાહો અને કારકિર્દીની સંભાવના સાથે વ્યાવસાયિક ગેમર બનવા સક્ષમ બનાવે છે. નેક્સ્ટ લેવલ પ્રોગ્રામ 5મી સપ્ટેમ્બરે શરૂ થયો હતો અને 2જી ડિસેમ્બર 2022 સુધી આગામી ત્રણ મહિનામાં 24 શહેરોમાં ચાલશે.
બરોડા કાર્યક્રમમાં પારૂલ યુનિવર્સિટીમાં દિવસભરના કાર્યક્રમોનો સમાવેશ થતો હતો, જે વિદ્યાર્થીઓને ગેમિંગમાં કારકિર્દી કેવી રીતે બનાવવી તેના વિશે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો, જ્યાં વિદ્યાર્થીઓએ ગેમિંગ અને સ્ટ્રીમિંગનો રોમાંચક અનુભવ મેળવવા માટે પ્રોફેશનલ ગેમર્સ અને પ્રભાવકો સાથે પોડિયમ શેર કર્યું હતું. વિદ્યાર્થીઓને જોડવા, રમતો રમવા અને કારકિર્દીની સંભાવનાઓને સમજવા માટે એક વિશેષ બ્રાન્ડેડ કેન્ટરને અનુભવાત્મક ઝોન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અનુભવાત્મક કેન્ટરે 5મી સપ્ટેમ્બરે તેની મુસાફરી શરૂ કરી અને જલંધર, ચંદીગઢ અને જયપુરને આવરી લેતા 1060 કિમીની મુસાફરી કરી. આ કાફલો હવે 12મી સપ્ટેમ્બરના રોજ બરોડા પહોંચ્યો હતો અને આગળ વધીને કુલ 13,810 કિ.મી.ની મુસાફરી કરશે. કેન્ટર પીસી અને તમામ સ્ટ્રીમિંગ સાધનોથી સજ્જ છે. પ્રભાવકો વિદ્યાર્થીઓ સાથે તેમની સફળ કારકિર્દીના અનુભવો શેર કરતા અને ગેમિંગ સ્પેસમાં ભવિષ્યની સંભાવનાઓ વિશે વાત કરતા જોવા મળ્યા હતા.
ઇવેન્ટ ખુલ્લા મન સાથેના પ્રશ્ન અને જવાબના સત્ર સાથે સમાપ્ત થઈ, જ્યાં વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીના વિકલ્પો અને ગેમિંગની તકો વિશે પ્રશ્નો પૂછ્યા. આ ઇવેન્ટમાં લોકપ્રિય, સફળ ગેમિંગ અને નોન-ગેમિંગ ઇન્સ્ટાગ્રામ પ્રભાવકો જોવા મળ્યા હતા, જેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોને સંબોધવા માટે હાજર હતા. વિદ્યાર્થીઓને જેમણે ફેસબુક ગેમિંગ પર સફળ કારકિર્દી બનાવી છે તેવા મૌલિક સહિતના લોકપ્રિય અને પ્રખ્યાત ગેમિંગ સર્જકો સાથે વાર્તાલાપ કરવાની તક પણ મળી હતી.
ટ્રિનિટી ગેમિંગ ઈન્ડિયા, જે પહેલાથી જ 40 મિલિયન ગેમર્સ સમુદાય સાથે કામ કરે છે, આ પહેલ સાથે ક્ષેત્રીય વૃદ્ધિ માટે પ્રતિભાનું નિર્માણ કરશે. ટ્રિનિટી ગેમિંગ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય ભારતીય યુવાનોને ગેમિંગ સામગ્રીના નિર્માણમાં સફળ, કાયદેસર કારકિર્દી બનાવવા માટે સમર્થન આપવાનો છે. પ્રોગ્રામ ‘નેક્સ્ટ લેવલ‘નેએ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે ગેમિંગના શોખીનો અને નવુ શીખનારાઓ પણ આવક પેદા કરવાનું શરૂ કરવા માટે યોગ્ય કૌશલ્ય સેટ અને બજારની દ્રશ્યતા પ્રાપ્ત કરશે. ભારતીય ગેમિંગ સેક્ટરમાં જોડાવાનો માર્ગ મોકળો કરવા માટે ‘નેક્સ્ટ લેવલ’ સાથે ઓનબોર્ડ થયા પછી વિદ્યાર્થીઓ ઔપચારિક તાલીમમાંથી પસાર થશે.
અભિષેક અગ્રવાલ (ટ્રિનિટી ગેમિંગ ઈન્ડિયાના સહ-સ્થાપક)એ જણાવ્યું,“અમે ટ્રિનિટી ગેમિંગ દ્વારા ‘નેક્સ્ટ લેવલ‘ પહેલ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. આ પ્રોગ્રામ ‘ભારત‘ની ઉભરતી અને જુસ્સાદાર ગેમિંગ પ્રતિભાને ગેમિંગમાં અત્યંત સફળ વ્યાવસાયિક કારકિર્દી તરફની તેમની સફર શરૂ કરવામાં મદદ કરશે. અમારી અત્યાધુનિક મૂવેબલ ગેમિંગ સુવિધા, ‘ધ ગેમિંગ કેન્ટર’ને 24 શહેરો અને 33 કોલેજોમાં લઈ જઇને, અમે આ આવનારા સ્ટાર્સને ગેમિંગની દુનિયામાં પ્રથમ અનુભવ આપી શકીશું. સમગ્ર ઉદ્દેશ્ય ગેમિંગ ઉદ્યોગ વિશે જાગૃતિ લાવવાનો છે અને વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોને આ જુસ્સો કેવી રીતે કાયદેસર વ્યવસાયમાં રૂપાંતરિત કરી શકાય તે સમજવામાં મદદ કરવાનો છે.”
શિવમ રાવ (ટ્રિનિટી ગેમિંગ ઈન્ડિયાના સહ-સ્થાપક)એ જણાવ્યું, “પંજાબ, જયપુરમાં સફળતાપૂર્વક કાર્યક્રમોનું આયોજન કર્યા પછી અમે ઉભરતા ગેમિંગ કન્ટેન્ટ સર્જકો માટે માર્ગ મોકળો કરવા કાર્યક્રમને બરોડામાં લાવ્યા છે. આ ઇવેન્ટ દ્વારા, અમે એક નક્કર કારકિર્દી તરીકે ગેમિંગ વિશે જાગૃતિ લાવવા અને ગેમર્સ કેવી રીતે ગેમિંગ પ્રત્યેના તેમના જુસ્સાનું મુદ્રીકરણ કરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ પહેલના માધ્યમથી, અમે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ન માત્ર માર્ગદર્શન જ આપીશું પણ તેમને વ્યવહારૂ અનુભવ પણ આપીશું અને તેમને ગેમિંગની દુનિયા વિશે શીખવા માટે પણ જણાવીશું.”