ઓગસ્ટ, 2020, મુંબઈઃ
તહેવારની મોસમ આવી ગઈ છે અને દેશભરના બાળકો ઉજવણી શરૂ થવાની ઉત્સુકતાથી વાટ જોઈ રહ્યા છે. આવા સમયે બાળકોની લોકપ્રિય મનોરંજન ચેનલ સોની YAY! તેની બે નવી ઓફર થકી ફ્રેન્ડશિપ, સાહસ અને ખુશીના ડબલ ડોઝ સાથે સીઝનને રોશનાઈથી શોભાવવા સુસજ્જ છે. પોપ-ઓ-મીટરનાં પાત્રો સૌપ્રથમ જ પોપ-ઓ-મીટર અંડર એટેક સાથે પોતાની ઘોસ્ટ કોમેડી મુવી લાવી રહી છે. ભૂતલોકની વાર્તા સાથે મૈત્રી પર આધારિત પૌરાણિક કથા પર આધારિત નવોનક્કોર શો કૃષ્ણ બલરામ લાવી રહી છે.
સૌપ્રથમ સાહસ ભૂતલોકના મૈત્રીપૂર્ણ ભૂત તમારે માટે લાવી રહી છે, જે પોપ-ઓ- મીટર અંડર એટેક સાથે પ્રથમ વાર ફીચર ફિલ્મમાં ચમકશે. આ ફિલ્મની વાર્તા રૂવાડાં ઊભાં કરનારા ઘટનાક્રમથી ભરચક છે, જેમાં ભૂત બોસનો જૂનો દુશ્મન ભૂતિયા સિંહ યુગો પૂર્વે ભૂત બોસ દ્વારા ભૂતલોકમાંથી હાંકી કાઢવામાં આવ્યો તેનું વેર વાળવા માગે છે. આ પછી તે લોકોમાં ડર પેદા કરવા માટે ભૂતલોક અને પાપોમીટર હસ્તક લેવાની યોજના બનાવે છે. સારપ વિરુદ્ધ બુરાઈની આ લડાઈમાં કોણ જીતશે? શું ભૂતિયા સિંહ ભૂતલોકનો નવો બોસ બનશે? તો આ પાપ સામે તમારી વહાલી ભૂત ત્રિપુટી જોવા માટે ટેલી-મુવીનો પ્રીમિયર જરૂર જુઓ.
આ મોજમસ્તી અહીં અટકતી નથી, સોની YAY! શો કૃષ્ણ બલરામ સાથે ભાઈઓ વચ્ચે અતૂટ સંબંધની ઐતિહાસિક વાર્તા પણ લાવી છે. ભાઈઓની નટખટ અને સાહસિક જોડી ગોપીઓની છેડછાડ કરે છે, માખણ ચોરી કરે છે અને શયતાનો સામે વીરતાથી લડે છે. આટલું જ નહીં, સોની YAY! તમારે માટે મંત્રમુગ્ધ કરનારી વાર્તાઓ લઈને આવી રહી છે, જેમાં ચાર રોચક ફિલ્મો કૃષ્ણ ધ બર્થ, કૃષ્ણ માખનચોર, કૃષ્ણ ઈન વૃંદાવન અને કૃષ્ણ કંસ વધમાં ભગવાન કૃષ્ણના જીવન અને પ્રવાસને દર્શાવવામાં આવશે.
તો પાપ-ઓ-મીટર અંડર એટેકનો આ મોજીલો રૂવાડાં ઊભા કરનારો ઉત્સવ જરૂર જુઓ, જે 31મી ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી પ્રસારિત થશે, જેમાં નટખટ હીરો કૃષ્ણ બલરામ 5મી સપ્ટેમ્બરથી તમારા ટીવી સેટ્સ પર કબજો લેશે, જે દરેક શનિવાર અને રવિવારે સાંજે 5.30 વાગ્યાથી માણવા મળશે, ફક્ત સોની YAY! પર.