સપ્ટેમ્બર, 2020- ડિઝની ચેનલ 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2020થી આરંભ કરતાં તેના યુવા દર્શકો અને પરિવારોને સંપૂર્ણ નવા ડીઆઈવાય શો ઈમેજિન ધેટની ટ્રીટ લાવવા માટે સુસજ્જ છે. દરેક બાળકનો મનગમતો આર્ટ મેન્ટર અને ફ્રેન્ડ રોબ સાથે આ શોમાં મુખ્ય થીમ તરીકે અપસાઈકલિંગ સાથે ડીઆઈવાય થકી કલ્પનાઓને જીવંત કરવામાં આવશે. ડીઆઈવાય આર્ટના અવ્વલ ચહેરામાંથી એક રોબ ઈમેજિન ધેટ અનુભવને યુવા ચાહકો અને તેમના પરિવારો માટે સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જવા માટે વચનબદ્ધ છે.
શો પ્રયોગાત્મક પહેલો સાથે બાળકોના સ્વાભાવિક ક્રિયાત્મક ગુણો પર કેન્દ્રિત છે, જે સર્વ રિપર્પઝિંગ આસપાસ કેન્દ્રિત છે. શોમાં રોબ બાળકોને તેમના મેન્ટર અને ફ્રેન્ડ તરીકે મોજીલા અને નવીન ડીઆઈવાય થકી તેમના કલ્પનાત્મક મનને પ્રોત્સાહન આપશે. તેનું લક્ષ્ય સામાન્ય રીતે ઘરમાંથી કાઢી નાખવામાં આવતી સામગ્રીઓમાંથી ટોચની ગુણવત્તાની આર્ટ નિર્માણ કરવા માટે પ્રેરિત કરવાનું છે. બોટલ કેપ્સમાંથી રોબો, ઈંડાંના કોચલામાંથી મોન્સ્ટર, કિચન કટલરીમાંથી ગોરિલા, કેબલમાંથી માછલી અને અન્ય ઈવેસ્ટ સાથે ઈમેજિન ધેટ રોજની અપસાઈકલિંગ આઈટમો અને ઘણા બધા પર કેન્દ્રિત છે.
બાળકોના મન ઉત્સુકતા અને કલ્પનાઓથી ભરચક હોય છે અને ઈમેજિન ધેટ સાથે અમે બાળકોને તેમની ક્રિયાત્મકતાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહન આપીશું. શો સહજ અને આસાનીથી ઉપલબ્ધ રોજબરોજની ચીજોમાંથી નવીન અને મોજીલી આર્ટસી પ્રોડક્ટો બનાવવા માટે વધુ એક પગલું આગળ જાય છે. હું અંગત રીતે માનું છું કે કલ્પના અને ક્રિયાત્મકતા એકત્ર મળીને આપણે વસવાટ કરીએ તે જીવનમાં બદલાવ લાવી શકે છે અને આ શો બાળકો અને તેમના પરિવારોને રિપર્પઝિંગની પ્રક્રિયા સમજીને ડીઆઈવાય સાથે ભરપૂર મોજ કરવામાં મદદરૂપ થશે, એમ રોબે જણાવ્યું હતું.
ડિઝની ચેનલ બાળકો અને પરિવારો માટે સતત મોજીલનું અને પરિપૂર્ણ મનોરંજન લાવે છે. બાપુ, ગુડ્ડુ અને ગેજેટ ગુરુ ગણેશા જેવી નવી સિરીઝ સાથે સફળ સમર પછી ચેનલ હવે ઈમેજિન ધેટ સાથે કલ્પના અને ક્રિયાત્મકતા સાથે ભરચક નવી ટ્રીટ લઈને આવી છે.
હું ડિઝની એમિનેમેશન પર ઊછર્યો છું અને લાંબા સમયથી બ્રાન્ડનો ચાહક રહ્યો છું. સૌથી યાદગાર અને વહાલી બાળપણની યાદ મિકી માઉઝને પોતાને મળવાની હતી. અને હવે હું અહીં છું અને મારા મનની નજીકની સંકલ્પના અને શો સાથે કામ કરી રહ્યો છું, એમ રોબે ઉમેર્યું હતું.
તો ડિઝની ચેનલની ઈમેજિન ધેટ સાથે કલ્પનાઓની દુનિયામાં ડૂબકીઓ લગાવો, દર રવિવારે, સવારે 9.30 વાગ્યાથી