સપ્ટેમ્બર, 22, 2020-ન્યુયોર્ક ક્લાઈમેટ વીક 2020 ખાતે, ધ નેચર કન્ઝર્વન્સી- ઇન્ડિયાએ સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ સાઈટ માટે જમીન પસંદગીને વધુ સારો વિકલ્પ આપવાના નિર્ણયમાં મદદ કરવા માટે રોકાણકારો અને ફાઈનાન્સરો માટે એક ટૂલ રજૂ કરી હતી. એક મુફ્ત અને જાહેર જનતા દ્વારા એક્સેસિબલ ભૌગોલિક નિર્ણય સપોર્ટ ટૂલ- સાઇટરાઈટ– નવા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની સાઈટને એવા સ્થળે પ્રોત્સાહન આપશે જ્યાં યોગ્ય જમીન જૈવવિવિધતાથી સમૃદ્ધ છે પરંતુ દૂરના વિસ્તારોમાં છે અને સ્થાનિક સમુદાયો પર આધારીત છે. સાઇટરાઈટ ટૂલએ ધ નેચર કન્ઝર્વન્સી- ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેના સહયોગીનું નામ છે, સેન્ટર ફોર સાયન્સ, ટેકનલોજી એન્ડ પોલિસી (સીએસટીઇપી), ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી (એફઇએસ) અને વસુધા ફાઉન્ડેશન (વીએફ).
ધ નેચર કન્ઝર્વન્સી – ઈન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર – સીમા પોલ જણાવે છે કે અમારા વૈજ્ઞાનિક વિશ્વલેષણ થી ખબર પડી છે કે જો આપણે ઓછા પ્રભાવ વાળી જગ્યાઓ માં નવીકરણીય ઉર્જા (રિન્યુએબલ એનર્જી)ના વિસ્તાર માટે પગલા લઈએ તો ભારત માં વર્ષ 2022 માટે નિર્ધારિત કરવામાં આવેલ 175 ગીગાવોટના લક્ષ્યાંકથી દસ ગણો વધારે વિકાસ કરવાની ક્ષમતા છે. આવા પગલાઓમાં પ્રોજેક્ટની જગ્યા પસંદ કરવા માટે દિશા-નિર્દેશ વિકસીત કરવા, રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રોની ઓળખ કરવી, યોજના અને ખરીદીની પ્રક્રિયાઓમાં સુધાર અને રિન્યુએબલ ઉર્જાનું ફાઈનાન્સીંગના પર્યાવરણ અને સામાજીક પ્રદર્શન માનકોને મજબુત કરવાનો સમાવેશ થાય છે.
ટુલને વ્યાપકરૂપ થી અપનાવવાથી ભારતને પોતાના રિન્યુએબલ ઉર્જાથી જોડાયેલા લક્ષ્યાંકોને પુરા કરવામાં મદદ મળશે કેમ કે રોકાણ પર જોખમ ઓછુ રહેશે, મંજુરી મળવામાં વિલંબ ઓછો થશે અને સ્થાનીય સમુદાયો તથા પર્યાવરણ હિતધારકોની સાથે થનારી ઘર્ષણથી બચી શકાય છે. સાથોસાથ આનાથી મહત્વપુર્ણ ઈકોસિસ્ટમ અને લોકોને તેનાથી થનારા ફાયદાઓનું પણ સંરક્ષણ કરી શકાશે.
સંયુક્ત રાષ્ટ્રના આસિસ્ટન્ટ સેક્રેટરી – જનરલ અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ ના ન્યુયોર્ક ઓફિસના પ્રમુખ – સત્ય ત્રિપાઠી જણાવે છે કે – આરઈ પરિયોજનાઓ સંપુર્ણપણે જમીન આધારીત હોય છે અને જમીનના ઈનઈલાસ્ટિક હોવાના કારણે જગ્યાની પસંદગી પરિયોજનાની સફળતા માટે મહત્વપુર્ણ હોય છે. ના માત્ર આરઈ પરંતું આપણી ખાદ્ય સુરક્ષા માટે પણ વૈકલ્પિક સાધનોનો વિકલ્પ ખર્ચનો પણ સાચો અનુમાન લગાવવો મહત્વપુર્ણ છે. માટે સરકાર અને વિભિન્ન હિતધારકો દ્વાર નિર્ણય લેવામાં આ પ્રકારના ટુલ મહત્વપુર્ણ સાબિત થાય છે.
સાચી જગ્યા પર સ્થાપિત રિન્યુએબલ એનર્જી પરિયોજનાઓ ભારત માટે ખુબ જ મહત્વપુર્ણ છે કેમ કે આપણી પર્યાવરણ પદ્ધતિઓ જોડે સમજુતી કર્યા વગર કે આરઈ પરિયોજનાઓ માં વિલંબ વગર ભારત પોતાના મહત્વકાંક્ષી રિન્યુએબલ એનર્જીના લક્ષ્યોને હાંસલ કરી શકે છે. રિન્યુએબલ એનર્જી વિકાસ ક્ષેત્રોની ઝડપી ઓળખ કરીને રાજ્ય સરકારે સંધર્ષો અને પરિયોજનાઓમાં થનાર વિલંબ તથા ખર્ચ વધુ થઈ જવા જેવી વાતોને દુર કરી રિન્યુએબલ એનર્જી સાથે જોડાયેલ ભારતના મહત્વકાંક્ષી લક્ષ્યને પુરા કરવામાં મદદ કરી શકે છે.
ધ નેચર કન્ઝર્વેસી – ઈન્ડિયા માં ઈકોલોજીકલ ઈકોનોમિસ્ટ અને સાઈટરાઈટ પ્રોજેક્ટ લીડ ધવલ નેગાંધી જણાવે છે કે સાઈટરાઈટ ટુલને વ્યાપક રીતે અપનાવવાથી ફરીથી જંગલ તૈયાર કરવાની ઉચ્ચ ક્ષમતા રાખવાવાળા ક્ષેત્રો થી દુર રહીને ભારતના કાર્બનને ઘટાડવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં પણ મદદ મળશે. સાથે જ આનાથી મહત્વપુર્ણ જંગલો અને પ્રાકૃતિક ક્ષેત્રોની વચ્ચે કનેક્ટીવિટીની સુરક્ષા હશે, વન્યજીવોની આવર-જવર સારી થશે, લોકો અને પ્રકૃતિ માટે મહત્વપુર્ણ વન અને કૃષિ ભૂમિના ઉપયોગમાં થનારા બદલાવથી બચી શકાશે અને સામાજીક-સાંસ્કૃતિક મૂલ્યો અને આજીવિકા પર પડનારા પ્રભાવોથી પણ બચાવ થશે.
ન્યુયોર્ક ક્લાઈમેટ ચેન્જ વિક 2020 ના લોન્ચ કાર્યક્રમ માં ધ નેચર કન્ઝર્વેસી દ્વારા સ્કેલિંગ અપ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એન ઈન્ડિયા – પાથવેઝ ટુ રિડ્યુઝ સોશિયો – ઈકોલોજીકલ રિસ્ક્સ, નામ થી નવા પેપર પણ રજૂ કરવામાં આવ્યા.
વેબિનારની રજૂઆતના વક્તામાં સ્ટિવ ડેનિંગ, ભૂતપૂર્વ કો-ચેર ઓફ ધ ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ટીએનસી અને સત્યા ત્રિપાઠી, યુએન આસિસ્ટન્ટ સેક્રેટરી- જનરલ, અને હેડ ઓફ ન્યુયોર્ક ઓફિસ, યુએન એન્વાયરમેન્ટ: ડો. જનમેજયા સિંહા, ચેરમેન એશિયા પેસિફિક, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ:જુલિયા બકનેલ, ગ્લોબલ ડિરેક્ટર, એન્વાયોન્મેન્ટલ અને સોશિયલ ફ્રેમવર્ક, વર્લ્ડ બેંક:શ્રી ગૌરી સિંઘ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી:શ્રી અરિજિત બાસુ, એમડી, કોમર્શિયલ ક્લાઈન્ટ્સ જૂથ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા:શ્રી પ્રવીર સિંહા, એમડી, ટાટા પાવર અને શ્રી સોમા બેનર્જી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- ઇકોનોમી અને એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીઆઇઆઇનો સમાવેશ થાય છે.