2017ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસને ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં પુનઃપ્રવેશ કર્યો છે.રેશ ધાનાણીના બંગલે કોંગ્રેસ પ્રભારી ચિવ રાજીવ સાતવની હાજરીમાં તેમણે કોંગ્રેસમાં પુન: પ્રવેશકર્યો છે. મહત્વનું છે કે, જુથવાદના કારણે કોંગ્રેસ છોડનારા ઇન્દ્રનીલ રાજયગુરૂ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. મુખ્યમંત્રી સામે ચૂંટણીમાં હાર બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.
આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને અર્જૂન મોઢવાડિયા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજોની હાજરીમાં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. ઇન્દ્રનિલ રાજ્યગુરૂના કોંગ્રેસ આગમનથી રાજકોટ કોંગ્રેસ વધારે મજબુત બનશે. જો કે આ અંગે રાજ્યગુરૂએ મિડીયાને જણાવ્યું કે, હા હું ફરી કોંગ્રેસમાં સક્રિય થઇ રહ્યો છું. ફરી એકવાર હું રાજકીય ક્ષેત્રે સક્રિય થઇશ. જો કે દરમિયાન તેઓએ નાદુરસ્ત તબિયતના કારણે શુક્રવારનો કાર્યક્રમ રદ્દ કર્યો છે.
રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસનું રિસોર્ટ પોલિટીક્સ શરૂ થયું ત્યારે કોંગ્રેસને સૌરાષ્ટ્રનાં ધારાસભ્યો તુટવાનો ડર હતો. તમામ ધારાસભ્યો નારાજ થતા ઇન્દ્રનિલ રાજ્યગુરૂના રિસોર્ટ પર બોલાવવામાં આવ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં આંતરિક જુથવાદ અને નારાજગીને કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.