કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસમાં લાગેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ એ બુધવારે કહ્યું કે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે જે પણ પગલાં ભરવાની જરૂર હશે, રિઝર્વ બેન્ક તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીના એક કાર્યક્રમને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુધાર હજુ પૂરી ગતિમાં નથી આવ્યો, તે ધીમે-ધીમે આગળ વધશે.
શક્તિકાંત દાસે ખાનગી ક્ષેત્રને આગળ આવીને અર્થવ્યવસ્થામાં સુધારની ગતિ વધારવામાં યોગદાન આપવા માટે કહ્યું. દાસે કહ્યું કે આરબીઆઈ તરફથી સતત મોટી સંખ્યામાં રોકડની ઉપલબ્ધિ કરાવવાથી સરકાર માટે ઓછા દર પર અને કોઈ મુશ્કેલી વગર મોટાપાયે ઉધારી સુનિશ્ચિત થઈ શકી છે. ગત એક દશકમાં આ પહેલી પ્રસંગ છે જ્યાં ઉધારી ખર્ચ આટલો ઓછો થયો છે.