કિંમત INR 4,92,804 + GST(કિંગ સાઈઝ બેડ, એટલે કે, 180 x 200 cm માટે, એડજસ્ટેબલ બેડ મેકેનીઝમ અને 5 ઝોન પિન કોર લેટેક્સ મેટ્રેસ).
અમેરિકાની નં. 1 મેટ્રેસ બ્રાન્ડ સેર્ટાએ એર્ગો બેડ સાથે ભારતીય બજારમાં તેની સૌથી નવીન પ્રોડક્ટ લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. આ બેડ એડજસ્ટેબલ બેઝ મેકેનીઝમ સાથે આવે છે અને મેટ્રેસીસ શરીરને મહત્તમ આધાર અને આરામ આપવા માટે ઉચ્ચ કક્ષાની રૂપરેખા સાથે સુપીરિયર5 ઝોન પિન કોર લેટેક્સના બનેલા છે.
એર્ગો બેડ્સ તમને થેરાપ્યુટિક અનુભવ આપે તે રીતે તૈયાર કરાયા છે. તેમાં વન ટચ ઝીરો- જી ટેકનોલોજી છે. તે તમારા પગ તમારા હૃદયથી ઉચ્ચ સપાટીએ સમાયોજિત કરે છે, જેને લીધે તમને તમારી પીઠના નીચેના ભાગમાં દબાણ ઓછું આવે છે અને રક્તાભિસરણ બહેતર બને છે. તેના સમાયોજિત પ્રકારને લીધે આ બેડની ફ્રેમ્સ સૂજેલા સાંધા, હૃદયમાં બળતરા અને પીઠદર્દનાં જોખમોને ઓછું કરીને સુધારિત હીલિંગ જેવા આરોગ્યના લાભો પણ પે છે. તેમાં વન-ટચ ફ્લેટ બટન પણ છે. તે આસાનીથી અને ઝડપથી બેઝને સપાટ સ્થિતિમાં પાછું લાવી શકે છે.
પાતળી યુરોપિયન ડિઝાઈનમાં આધુનિક અને સુધારિત ટેકનોલોજી સાથે ડિઝાઈન કરાયેલા એર્ગો બેડ તમને આરામની પોતાની સ્ટાઈલ પસંદ કરવાની અનુકૂળતા આપે છે. બેડ્સના ઉચ્ચ એડજસ્ટેબલ ફીચર તમને તમારી જરૂરતોને અનુકૂળ તમારી પોઝિશન ઉત્તમ રીતે સ્વિચ કરવાની ક્ષમતા આપે છે. બટનના સહજ પુશ સાથે આ બેડ તમે ઈચ્છો તે પ્રવૃત્તિની કોઈ પણ પોઝિશન મુક્ત રીતે સમાયોજિત કરી શકે છે. તમે તમારા બેડ પર જમી શકો, લેપટોપ પર કામ કરી શકો, આરામથી વાંચી શકો અને સૂઈને ટીવી જોઈ શકો અથવા અલગ અલગ ઘનતા સાથે અને ધ્વનિના અત્યંત નીચે ઉત્સર્જન સાથે રિલેક્સ કરી શકો અને આહલાદક માલિશ માણી શકો છો.
આ પાયા સાથે તમને વાયરલેસ રિમોટ મળે છે, જેથી કોર્ડને સ્પર્શ્યા વિના મેટ્રેસનું માથું અને પગ આસાનીથી ઉપરનીચે કરી શકો છો.
એર્ગો બેડ્સ ડિઝાઈન, આરામ અને ટેકનોલોજીનું ઉત્તમ એકીકરણ છે. આ બેડ્સ કોઈ પણ લિવિંગ સ્પેસ માટે ઉત્તમ રીતે બંધબેસી જાય તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે. અમુક બેડ ફાઉન્ડેશન ઈન્ટરચેન્જિયેબલ એસેસરીઝ સાથે આવે છે, જેમ કે, વિવિધ ઊંચાઈ અને ફિનિશ બેડનો લૂક અને અહેસાસ કસ્ટમાઈઝ કરી શકાય છે. બેડનો એડજસ્ટેબલ બેઝ કોઈ પણ સ્ટાન્ડર્ડ હેડબોર્ડ સાથે જોડી શકાય છે અને મોટા ભાગની બેડ ફ્રેમની અંદર ગોઠવી શકાય છે. તે બેડરૂમ સેટ-અપ તેના ઉપયોગમાં આસાન રિમોટ અને ટૂલ- મુક્ત હોમ એસેમ્બ્લી સાથે વધુ આસાન બને છે.
એડજસ્ટેબલ બેઝ અને મેટ્રેસ અલગ અલગ ખરીદી શકાય છે.
પ્રોડક્ટ 20 વર્ષની પ્રોરેટેડ વોરન્ટી સાથે આવે છે. આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને તામિલનાડુનાં રાજ્યોમાં સેર્ટા ફ્લેગશિપ સ્ટોર્સ અને અન્ય અગ્રણી મલ્ટી- બ્રાન્ડ્સ આઉટલેટ્સમાં ઉપલબ્ધ થશે.
વધુ પૂછપરછ માટે કૃપા કરીને સંપર્ક કરોઃ
શ્રી બોપન્ના @ +91 9880677299
વધુ માહિતી માટે વિઝિટ કરોઃ www.sertaindia.com