રાજયમાં કોરોનાને કારણે સિરામીક ઉદ્યોગને અસર થઇ છે.તેવા સમયે રાજય સરકારે રાજ્યના સિરામીક ઊદ્યોગોને ગેસ બિલ માં 16 ટકાની રાહત આપતો નિર્ણય કર્યો છે. જેને પગલે કોરોના કાળમાં સિરામિક (ceramic ) ઊદ્યોગને મોટી રાહત મળી છે.જેને પગલે આ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ટકી રહેશે.
રાજયમા મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામીક ઊદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર- SCM રૂ. ર.પ૦ વધારાની રાહત અપાશે. અગાઉ રાજ્ય સરકારે આ ઊદ્યોગોને પ્રતિ SCM 2 રૂપિયાની બિલ રાહત આપી હતી. જેના બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના રૂ. ર.પ૦ની રાહતનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામીક ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરી શકશે. એકસપોર્ટ વધારી શકશે અને વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને એકસપોર્ટ દ્વારા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મેળવી શકશે.
હાલમાં નિકાસને લઇને પણ અસમંજસની સ્થિતી છે, તેવા સમયે રાજય સરકારે આપેલી ગેસ બીલની આ ઉદ્યોગને રોજગારી ટકાવી રાખવા અને બિઝનેસને યોગ્ય રીતે ચલવવામાં મદદરૂપ થશે તેમ બિઝનેસસાથે સંકળાયેલા માની રહ્યા છે.