હૈદરાબાદ, 2020- ભારતમાં પબ્લિક પોલિસી શિક્ષણને ઉચ્ચ શિક્ષણ માટે વ્યાપક સુધારણાનો મહત્ત્વપૂર્ણ ભાગ બનાવવાના પ્રયાસમાં કૌટિલ્ય સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીની હૈદરાબાદમાં સ્થાપના કરવામાં આવી છે. જીઆઈટીએએમ (www.gitam.edu) તરીકે લોકપ્રિય ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ સાથે સંલગ્નિત આ સ્કૂલની સ્થાપનાસમાન અને પુનર્જીવિત ભારત અને દુનિયા પ્રત્યે સમાજ, સરકાર અને વેપારની ભૂમિકાનું પુનઃસંતુલનના ધ્યેય સાથે કરવામાં આવી છે.
ગિતામના પ્રેસિડેન્ટ એમ. શ્રી બાપટે જણાવ્યું હતું કે આજે આપણો દેશ સક્ષમ આગેવાનો ધરાવવા સાથે વૃદ્ધિ પ્રેરિત કરી શકે તેવા લોકોની પણ જરૂર છે, જે અસરકારક જાહેર નીતિ પર શિક્ષણ થકી શક્ય છે એવું અમે માનીએ છીએ. પેઢી દર પેઢી જાહેર જીવનની પાર્શ્વભૂમિમાંથી આવ્યું હોવાથી અને શિક્ષણ થકી દેશના ભાવિને પોષવાની તીવ્ર ઈચ્છા સાથે કૌટિલ્ય આવતીકાલના આગેવાનોને ઘડવાની દિશામાં પગલું છે. સંસ્થા થકી અમારું લક્ષ્ય અનુભવી ફેકલ્ટીઓ અને ઉદ્યોગના નિષ્ણાતો સાથે જાહેર નીતિમાં પુરાવા આધારિત શિક્ષણના અભાવને પહોંચી વળતો વૈશ્વિક ગુણવત્તાનો અભ્યાસક્રમ લાવવાનું છે.
આ સ્કૂલનું લક્ષ્ય સઘન જાહેર નીતિનું શિક્ષણ લેતા અને ભારતની 21મી સદીની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તેનો બોધ લાગુ કરતા નવા યુગના આગેવાનોને પોષવાનું અને પ્રોત્સાહન આપવાનું છે. દેશમાં પુરાવા આધઆરિત નીતિના ઘડતર માટે તાકીદની જરૂરત પૂર્ણ કરવાનો તેનો ધ્યેય છે અને કોઈ પણ આઈવી લીગ ઈન્સ્ટિટ્યૂટની સમકક્ષ શિક્ષણ પ્રદાન કરવાનો તેનો ધ્યેય છે. નવું સ્થાપિત કેમ્પસ 24,500 ચો.ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે, જ્યાં અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી છે, જે ભારતમાં તેને અત્યંત સમકાલીન સંસ્થામાંથી એક બનાવે છે. કૌટિલ્ય ભણતર અને જ્ઞાનનું આદાનપ્રદાન આસાનીથી થઈ શકે તે માટે ઈન્ટરએક્ટિવ જગ્યા તરીકે ડિઝાઈન કરવામાં આવી છે.
કૌટિલ્ય સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીના સહ- સ્થાપક પ્રતીક કંવલે જણાવ્યું હતું કે હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં ભણવાનો મારો અનુભવ અને સિટીઝન્સ ફોર પબ્લિક લીડરશિપ ચલાવવામાં મારા અનુભવમાંથી ભારતમાં પુરાવા આધારિત નીતિ ઘડતરની જરૂર અને ભારતની સૌથી વિકટ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે તેવા જાહેર નીતિના વ્યાવસાયિકોને વિકસાવવાની જરૂરનું મને ભાન થયું હતું. વિવિધ પાર્શ્વભૂમાંથી શૈક્ષણિક અન પ્રેક્ટિનશનરોમાં મજબૂત નિપુણતા, પશ્ચિમની આઈવી લીગ સ્કૂલ્સની સમકક્ષ આંતરશિસ્ત અભ્યાસક્રમ સાથે અમારી સમૃદ્ધ સંસ્કૃતિ અને મૂલ્ય પ્રણાલીનું સંમિશ્રણ સાથે અમે જાહેર નીતિના ક્ષેત્રમાં નિપુણતા વિકસાવવા માગતા ઈચ્છુકોને સમૃદ્ધ શીખવાનો અનુભવ પ્રદાન કરવા અમે ભારે રોમાંચિત છીએ.
સંસ્થાની સ્થાપક ટીમમાં સ્ટેનફોર્ડ, ધ હાર્વર્ડ કેનેડી સ્કૂલ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)ના એલુમની સાથે પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ બોર્ડનો સમાવેશ થાય છે. સ્થાપક ટીમમાં ગિતામ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એમ શ્રી ભારત, કૌટિલ્ય સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીના સહ- સ્થાપક પ્રતીક કંવલ અને સ્થાપક ડાયરેક્ટર શ્રીધર પબ્બીસેટ્ટીનો સમાવેશ થાય છે.
અર્થશાસ્ત્રી અને એનઆઈપીએફપીના ડાયરેક્ટર રથીન રોયે જણાવ્યું હતું કે પબ્લિક પોલિસીનું ફલક સરકાર અને તેનાં સાધનો અને એજન્સીઓની પાર વ્યાપક બનશે.
હાર્વર્ડ કેનેડી સ્કૂલના પબ્લિક પોલિસીમાં ભૂતપૂર્વ લેક્ચરર અને વૈશ્વિક રાજકીય ઝુંબેશના કન્સલ્ટન્ટ સ્ટીવ જાર્ડિંગે જણાવ્યું હતું કે ભારતને એવી જાહેર નીતિની સ્કૂલની જરૂર છે, જે પરિવર્તન લાવે, ભાવિ પેઢીના આગેવાનોમાં એવા વિચારોનું સિંચન કરે, જે સેવા એ દરેક માનવીની જવાબદારી છે.
કૌટિલ્ય બહુશિસ્ત કાર્યક્રમ અભ્યાસક્રમ છે અને માળખું શૈક્ષણિક ઊંડાણ અને વ્યવહારુ ઉપયોગિતામાં ઊંડાણથી ડોકિયું કરવા માટે સુસજ્જ છે. જાહેર નીતિ અને સમાવેશક વૃદ્ધિ પર વેપાર, સરકાર અને સમાજ સાથે ગુણવત્તાયુક્ત સહભાગ પર સમર્પિત રીતે એકાગ્રતા રખાશે. સંસ્થા ટેકનોલોજીના આધાર સાથે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરવા સાથે ભણવાનો અનુભવ અને કેમ્પસનું જીવન સમૃદ્ધ બનાવવા માટે જાહેર નીતિના ક્ષેત્રમાં ટોચના આગેવાનોને પહોંચ આપશે.
કૌટિલ્ય સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીના સ્થાપક ડાયરેક્ટર શ્રીધર પબ્બીસેટ્ટીએ ઉમેર્યું હતું કે કૌટિલ્ય સ્નાતકોને સરકારી નીતિઓમાં સંકળાયેલાં ઉદ્યોગો અને ક્ષેત્રોમાં તેમને માટે ભાવિમાં ડોકિયું કરતી ભૂમિકાઓ કંડારવામાં મદદ કરશે. સંશોધન, કન્સલ્ટિંગ, એક્ઝિક્યુટિવ શિક્ષણ અને ટીચિંગ કોન્ટિનમ પર અમે પરિપૂર્ણ રીતે કેન્દ્રિત રહીને અમારા ભાગીદારો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને દુનિયાની જટિલ જાહેર નીતિની સમસ્યાઓનો નાવીન્યપૂર્ણ ઉકેલ લાવવા અભિમુખ બનાવશે.
કૌટિલ્ય કોર કોર્સીસ, ઈલેક્ટિવ્ઝ, સ્કિલ શોપ્સ અને સ્પેશિયલાઈઝેશન્સના અજોડ સંમિશ્રણ સાથે 2 વર્ષનો નિવાસી માસ્ટર્સ ઈન પબ્લિક પોલિસી (એમપીપી) પ્રોગ્રામ ઓફર કરવા માટે સુસજ્જ છે, જેની 60ની બેચ જુલાઈ 2021થી શરૂ થશે. એમપીપી માટે અરજીઓ 30મી નવેમ્બર, 2020થી કરી શકાશે. નોકરિયાત વ્યાવસાયિકો માટે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જાન્યુઆરી 2021થી રજૂ કરવામાં આવશે.
કૌટિલ્યના એક્ઝિક્યુટિવ બોર્ડમાં નિવૃત્ત ભારતીય વહીવટ સેવા અધિકારી અને લેખક અનિલ સ્વરૂપ, કોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ અને રાજકીય ઝુંબેશના સલાહકાર દિલીપ ચેરિયન, બ્રૂકિંગ્સ ઈન્સ્ટિટ્યુશનમાં ગ્લોબલ ઈકોનોમી એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં નોન- રેસિડેન્ટ સિનિયર ફેલો ઈન્દરમિત ગિલ, ભારતીય રાજકારણી અને શિક્ષણશાસ્ત્રી એમ. વી. રાજીવ ગોવડા, ભૂતપૂર્વ ઈન્ડિયન ફોરેન સર્વિસીસ ઓફિસર અને લેખક- કટારલેખક નવતેજ સિંહ સરના, હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે એસોસિયેટ પ્રોફેસર અને એનડીટીવીનાં ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર નિધિ રાઝદાન, મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં સાંસદ તરીકે સેવા આપતાં અને શિવસેનાનાં ઉપનેતા પ્રિયંકા ચતુર્વેદી, ભારતીય રાજકારણી અને આંધ્ર પ્રદેશના લોકસભા મતવિસ્તારના સાંસદ રામ મોહન નાયડુ, અર્થશાસ્ત્રી અને એનઆઈપીએફપીના ડાયરેક્ટર રથીન રોય, હાર્વર્ડ કેનેડી સ્કૂલના જાહેર નીતિમાં ભૂતપૂર્વ લેક્ચરર અને વૈશ્વિક રાજકીય ઝુંબેશના કન્સલ્ટન્ટ સ્ટીવ જાર્ડિંગનો સમાવેશ થાય છે.