ડિસેમ્બર, 2020: અમદાવાદ- ફૂડલવર્સના શહેરમાં આજે એક અનોખી ફૂડ ડિલીવરી એપ્લિકેશન ફૂડએક્સ શરૂ થઈ છે. નવી ટેક્નોલોજિકલી એડવાન્સ એપ્લિકેશન, રેસ્ટોરન્ટ્સમાંથી ફક્ત ફૂડની ડિલિવરી સુધી મર્યાદિત નથી. તે સજ્જ છે અને કસ્ટમર્સના ઈન- રૂમ ડાઈનીંગની સંભાળ રાખીને અને હોટલ અને રિસોર્ટની મુલાકાત લેતા લોકોના એકંદર એક્સ્પીરિયન્સને સુધારીને તેમના સમગ્ર અનુભવને અપગ્રેડ કરવાની યોજના ધરાવે છે. સ્માર્ટફોન્સના પ્રવેશ અને ઓછા ખર્ચે હાઈ સ્પીડ ઈન્ટરનેટની ઉપલબ્ધતા સાથે, ઈન્ડિયામાં એપ્લિકેશન દ્વારા રેસ્ટોરન્ટથી લઈને ઘર સુધી ફૂડની ડિલિવરીમાં વૃદ્ધિ જોવા મળી છે. ફૂડએક્સના કેટલાક વિચારો સાથે અમદાવાદમાં લોન્ચ થાય છે અને અમાદાવદીઓ માટે સીમલેસ અનુભવના અંતરને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા ગ્રાહકો એક જ સમયે બહુવિધ રેસ્ટોરન્ટ્સમાંથી ઓર્ડર આપી શકે છે. નિરંજન જૈન, જીમિત સંઘવી અને મેઘના હિરાવત – સ્ટેક હોલ્ડર અને પ્રમોટર્સ છે.
ફૂડએક્સ ગુજરાતના હેડ ઓફ સ્ટેટ, ગુંજા પટેલે જણાવ્યું હતું કે, “ફૂડએક્સ સાથે અમે અમદાવાદના માર્કેટમાં પ્રવેશ કરીને ખૂબ જ રોમાંચિત છીએ. અમારી ડેડિકેટેડ ટીમે ગત કેટલાંક મહિનાઓમાં વાસ્તવમાં ખૂબ જ મહેનત કરી છે, એ સમજવા માટે કે અમદાવાદના નાગરિકો માટે વાસ્તવમાં શું ઓછું છે અને અમે લોકોના સંપૂર્ણ એક્સ્પીરિયન્સને બદલવા માટે ફૂડએક્સ સાથે આવવા પર ગર્વ છે. ફૂડ ડિલિવરી હાલ શરૂઆત છે. જલ્દી થી જ, લોકોને દરરોજ કિરાણાનો સામાન અને દવાઓ પણ તેમના ઘર સુધી પહોંચાડી શકાશે. ક્વોલિટી અને એક્સપિરિયન્સ પર કોઈ સમાધાન કર્યા વિના હાલના કોમ્પિટિટર્સની સરખામણીમાં અમારા કસ્ટમર્સને બેસ્ટ પોસિબલ રેટ્સ સાથે આપવાનો અમારો વિચાર છે.”
એકવાર અમદાવાદમાં કામગીરી શરૂ થયા પછી, ફૂડએક્સ તેના કસ્ટમર્સ માટે લોયલ્ટી પ્રોગ્રામ શરૂ કરવાની યોજના ધરાવે છે. પ્રોગ્રામ ગ્રાહકોને તમામ વર્ટિકલ દ્વારા પોઇન્ટ એકઠા કરવાની અને તેને ફૂડએક્સ એપ્લિકેશન પરની કોઈપણ પ્રોડક્ટમાટે રિડિમ કરવાની મંજૂરી આપશે. તે કંપનીના એફિલેટ્સ પાસેથી પણ ડિસ્કાઉન્ટની સુવિધા આપશે જેનો કમ્પ્લિટ ટ્રાન્સપરન્સ સાથે કસ્ટમર્સને સીધો ફાયદો થશે. ફૂડએક્સ તેની પાસે થિયેટરો સાથે ટાઈ- અપ કરે છે, જ્યાં લોયલ કસ્ટમર્સ આખા મહિના માટે કોઈપણ મૂવી શોમાં પ્રવેશ મેળવવા માટે ટિકિટ મેળવી શકે છે. ગુંજા પટેલે ઉમેર્યું હતું કે, “ફૂડએક્સમાં કસ્ટમર્સ માટેની તમામ સુવિધાઓ અને બોનસ ઉપરાંત, અમે અમારા કસ્ટમર્સની સલામતીને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને અમારા ડિલિવરી એમ્પ્લોયીઝ, ખાસ કરીને નાઈટ શિફ્ટ કરનારાઓની કડક બેકગ્રાઉન્ડ તપાસ કરાવીએ છીએ.”