દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સીસોદીયા અને થેલતેજ વોર્ડના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના બિઝનેસ સેલ રોહિત ખન્ના અમદાવાદમાં સ્થાનિક ચૂંટણી માટે પક્ષનું શક્તિ પ્રદર્શન કરવા રેલીનું નેતૃત્વ કર્યું હતું. આમ આદમી પાર્ટી સવારે 10થી 1 વાગ્યા સુધી હાટકેશ્વર નાગરવેલ હનુમાન મંદિરથી બાપુનગર સ્ટેડિયમ અને બપોરે 4 થી સાંજેના 6 વાગ્યા સુધી પશ્ચિમના થલતેજથી ગોતા સુધી શો યોજાયો હતો.
રોહિત ખન્ના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,હું આમ આદમી પાર્ટીનો થલતેજ નો ઉમેદવાર છું. અને અહીંયાના લોકલ પ્રોબ્લેમ ખુબજ મહત્વના છે. થલતેજ એક અમદાવાદના પોસ વિસ્તાર માનવામાં આવે છે પણ એની અંદરનો પણ એક એરિયા છે જે મલય તળાવ કહે છે જ્યાં લોકો બેઝીક સુવિધાઓથી આજ સુધી વન્ચિત રાખ્યા છે. જેવીકે નર્મદા પાણીનું કનેકશન નથી,બાળકોને ભણવા માટેની લાયબ્રેરી નથી અને બીજું ઘણું બધું. હું એરિયા ને પણ સારો બનાવીશ. અને આ સાથે અમદાવાદમાં ટેક્સ પણ ઓછો કરાવીશ, પાણી ની બિલ ના હોવું જોઈએ, વીજળીનું બિલ ઓછું આવું જોઈએ, મહિલાઓને ફ્રી ટ્રાવેલિંગ મળવું જોઈએ, જેવી આમ આદમી ને પડતી રોજની મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયત્ન કરીશ.
૪૬ વર્ષના ખન્ના આમ આદમી પાર્ટી (આપ) ના સક્રિય સભ્ય હોવા ઉપરાંત પક્ષના અમદાવાદના થલતેજ એકમના પ્રમુખ છે. પાયાના સ્તરે વાસ્તવિક પરિવર્તન લાવવાની તેમની ધગશને અનુસરીને તે રાજકારણમાં પ્રવેશ્યા છે.
અમદાવાદ જિલ્લા ટ્રેડર્સ ફેડરેશન, આપણા પ્રમુખ તરીકે તે ઉદ્યોગોને લગતી ઘણી સમસ્યાઓ ઉપર દયાન આપડે છે. આમ આદમી પાર્ટી હજારો નાના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
ગુજરાત યુનિવર્સિટી ના કૉમેર્સ ગ્રેડ્યુએટ ખન્ના એક વેપારી પરિવારમાંથી આવે છે. તેમનો પરિવાર અત્યંત પ્રતિષ્ઠિત ટ્રાન્સપોર્ટ કંપનીમાં ભાગીદાર છે અને દિલ્હીમાં એક હોસ્પિટલ ધરાવે છે.
બિઝનેસ તેમના ડીએનએ માં છે. અને જયારે તે શાળામાં હતા ત્યાંથી જ તેમને પારિવારિક બિઝનેસ માં ખુબજ રસ દર્શાવ્યો છે. કોલેજમાં હતા ત્યારે તેમને મત્સ્ય ઉછેર (ઓર્નામેન્ટલ ફિશ બ્રીડીંગ) ના બિઝનેસ માં તથા પેટ્રોલ પંપની કામગીરી સાંભળવામાં તથા કોલ્ડ ડ્રિક્સ અને અન્ય ઉત્પાદનમાં રસ દાખવ્યો હતો. અમદાવાદમાં છેલ્લા એક દાયકાથી સફળતાપૂર્વક ઓટોમોબાઇલ ડીલરશીપ સંભાળી રહ્યા છે અને વેરહાઉસ કોન્સ્ટ્રક્શન , લીઝ અને પ્રોપર્ટી રેન્ટલ બિઝનેસ માં ઝુકાવ્યું છે. તે અધકૃત પંજાબી અને દક્ષિણ ભારતીય વાનગીઓ ખાણીપીણી ચેઈન કેબોબના મલિક છે. વર્ષ ૨૦૧૭ માં તેમને ફૂડ આંત્રપ્રિનિયોર એલાયન્સ (એફઈએ) ની સહસ્થાપના કરી હતી, જે હાલમાં ભોજન અને પીણાંના વ્યવસાયનો અવાજ બન્યું છે. વર્ષ ૨૦૧૯ માં તે ગુજરાત ચેમ્બર ઓફ કૉમેર્સ અને ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) ના નૉલેજ પાર્ટનર તરીકે કામગીરી બજાવી ચુક્યા છે. ખન્ના સમાજને કશુક પરત કરવામાં માને છે. તે પંજાબ સેવા સમાજ, અમદાવાદ સંચાલિત કેઆરકે વર્મા સ્કૂલના ટ્રસ્ટી છે.