૨૩ ફેબ્રુઆરી ૨૦૨૧,ગુજરાત : લિયુગોન્ગ ઇન્ડિયાના ગુજરાત ખાતેના ડીલર અમૃતલાલ દેસાઈ એન્ડ સન્સ દ્વારા નવા અદ્યતનલિયુગોંગ 926EHD એક્સક્વેટર મશીનની કી હેન્ડઓવર સાથે આધુનિક એકવીપમેન્ટની વિશાળ શ્રેણી કિસ્મત કાઠ્યાવાડી હોટેલ,સાયલા, ગુજરાત ખાતે રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે લિયુગોન્ગ ઇન્ડિયાના ઓફિશ્યિલ શ્રી પિજુસ દત્તા (રિજનલ સેલ્સમેનેજર), શ્રી સોમક ચૌધરી ( રિજનલ સર્વિસ મેનેજર), શ્રી નીલ દેસાઈ (પાર્ટનર, અમૃતલાલ દેસાઈ એન્ડ સન્સ) સાથે રાજકોટ અને અમદાવાદ ના ઇન્ડસટ્રી સાથે જોડાયેલ ૧૫૦ થી વધારે લોકો ઉપસ્થિતઃ રહ્યા હતા. અને લિયુગોન્ગ ઇન્ડિયાના ગુજરાત ખાતેના ડીલર અમૃતલાલ દેસાઈ એન્ડ સન્સ દ્વારા વરહા ઇન્ફ્રા લિમિટેડને કી હેન્ડઓવર કરવામાં આવી હતી..
આ પ્રસંગે શ્રી નીલ દેસાઈ (પાર્ટનર,અમૃતલાલ દેસાઈ એન્ડ સન્સ) દ્વારા જણાવામાં આવ્યું હતું કે, કોરોના સમય પછી ગ્રાહકોની સતત માંગ ને જોતા આ મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરહા ઇન્ફ્રા લિમિટેડ ને કી હેન્ડઓવર કરી છે. લિયુગોંગ 926EHD એક્સક્વેટર મર્યાદિત જગ્યામાં સલામત અને સરળ કામગીરીને સુનિશ્ચિત કરવા સ્વિંગ ડિઝાઇનમાં ઉચ્ચ પ્રદર્શન,ટકાઉપણું અને વિશ્વસનીયતા પહોંચાડે છે. વડાપ્રદાન શ્રી નરેન્દ્ર મોદી આગ્રહ મુજબ લોકલ પે વોકલ અને મેક ઈન ઇન્ડિયાના સપનાંને પરિભૂત કરવામામાં લયુગોન્ગ ઇન્ડિયા કટિબદ્ધ છે અને સંપૂર્ણ કન્સ્ટ્રકશન ઈકવીપમેન્ટની રેન્જ પિથમપુર મધ્યપ્રદેશ ખાતેના પ્લાન્ટમાં વિક્શાવી રહ્યા છે.૧૦૦% ભારતીય ઉત્પાદનો વપરાશ કરી લયુગોન્ગ પોતાની મશીનરી ઉત્પાદન કરી ભારત તથા ભારત બહારની બજારોમાં નિકાસ કરી રહી છે. કંપની વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સીઈ કંપનીઓમાં શામેલ છે અને વિદેશી
બજારોમાં તેનું પ્રદર્શન સારું છે.
અમારી ગ્રાહક સમર્પિત, અનુભવી અને પ્રશિક્ષિત સેલ્સ અને સર્વિસ ટીમ ગ્રાહકની ઓટોમોટિવ અને અર્થમીવિંગ સ્પેર્સ અને સિસ્ટમોની જરૂરિયાતોને સેવા આપવા માટે માટે કાયમ રહે છે.
આ સાથે કિસ્મત કાઠ્યાવાડી હોટેલ સાયલા સાથે ૩ ટનનું લોડર ૨૧ ટનનું ઍક્સટ્રાવેટર તથા યોજેલ પ્રોગ્રામના મુખ્ય આકર્ષણતરીકે ૨૬ ટનના એક્સટ્રાવેટરની પ્રદર્શન ગોઠવામાં આવ્યું હતું જેને સાયલા અને સુરેન્દ્રનગર ના ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળેલ હતો. લિયુગોંગ વૈશ્વિક સ્તરે 20 ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે જે સિગ્મા ગુણવત્તાની છ પદ્ધતિઓનું પાલન કરે છે. લિયુગોંગ એક વર્લ્ડ ક્લાસ આર એન્ડ ડી ફંક્શનને ટેકો આપે છે, અને કંપની બનાવે છે તે દરેક મશીન પાછળ 1,000 ઇજનેરો સહિત 8,000 થી વધુ કર્મચારીઓની ટીમ છે.