સમાજમાં મહિલાઓને વિશેષ સ્થાન આપવાની પ્રતિબદ્ધતા સાથે રમતગમતની અગ્રણી બ્રાન્ડ એડિડાસે ‘વોચ અસ મૂવ’ કેમ્પેઇન શરૂ કર્યું છે. તે મહિલાઓના સમ્માન અને તેમના મૂવ કરવાની સ્વતંત્રતાની ઉજવણી કરવા જેવું છે.
આ કેમ્પેઇનના અવસર પર માનુષી છિલ્લર, દીપિકા પલ્લિકલ અને નિખત ઝરીનને એક સાથે તેમની વાત કહેવાની તક મળી કે તેમણે કેવી રીતે પરફેક્શનને લઇને દાકિયાનુસી વિચારો બદલીને અવિશ્વસનીય સફરની શરૂઆત કરી અને પોતાને સમગ્ર દેશની છોકરીઓ માટે રોલમોડેલ બનાવ્યાં.
ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત ભારતના બ્રાન્ડ એડિડાસના સીનિયર ડિરેક્ટક સુનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “વોચ અસ મૂવ” મહિલા ચળવળ દ્વારા ખાનગી અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે. દરેક મહિલાની ચળવળ, પ્રગતિના સ્વરુપને લઇને ખાનગી પરિભાષા છે. તે એક્શન લઇ રહી છે, પોતાનો રસ્તો બનાવી રહી છે. તેમ છતાં ઘણા લોકો તેમને શું કરવું, માવજત કેવી રીતે કરવી અને કોણ બનવું તે કહ્યાં વગર રેતા નથી. ‘વોચ અસ મૂવ’ કેમ્પેઇન શરૂ કરી એડિડાસે લોકોની અપેક્ષાઓનાં બંધનને તોડી નાંખ્યાં છે અને વિશ્વને જે રીતે ચલાવ્યું છે તેમાં મહિલાઓને 100 ટકા ટેકો આપે છે.