અમદાવાદ – જય સોમનાથ ગ્રુપ દ્વારા આ કોરોના મહામારીના સમયમાં સેવાના ભાવે અબજીબાપા લેક વ્યુ, વસ્ત્રાલમાં મિથિલિન બ્લુનું કેન્દ્ર શરું કરવામાં આવ્યું છે. મિથિલિન બ્લુ ડબલ્યૂએચઓની સુરક્ષિત યાદીમાં પણ છે. આ કેન્દ્રમાં કોરોના પોઝિટીવ જે દર્દી હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે જેમાં કોરોના પોઝિટીવ દર્દીએ તેમની સાથે રેપીડ, આરટી-પીસીઆર(RT-PCR) ટેસ્ટ અથવા સીટી સ્કેનનો રિપોર્ટ સાથે લાવવાનો રહેશે. આ માટે તમે 98251 30234, 98258 76411, 92285 86878, 99095 11421 અને 84600 00250 મોબાઇલ નંબર પર સંપર્ક પણ કરી શકો છો.
મિથિલિન બ્લુનો કેવી રીતે ઉપયોગ કરવો
- મિથિલિન બ્લુ દવા જીભ નીચે મુકીને 1 મિનિટ મોં મા રાખી પી જવાની છે.
- માત્ર 2.5 MM (અડધી ચમચી) સવારે ખાલી પેટે લેવી
- આ દવાને 5 MMને બ્યુલાઇઝર દ્વારા 5 MM ઇન્હેલેશન(નાસ) દ્વારા પણ લઇ શકાય છે.
- રાત્રે સુતી વખતે 1-1 ટીપુ નાકમાં પાડી શકાય
નોંધ – મિથિલિન બ્લુ સગર્ભા મહિલા કે ધાવણુ બાળક હોય તેવી મહિલા, કિડનીના દર્દી તથા 12 વર્ષથી નીચેની વયના બાળકોએ ના લેવી.