ભારતની સૌથી ભરોસાપાત્ર કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે સેમસંગ હોમ નામે ફ્લિપકાર્ટ સાથે સહયોગમાં અજોડ કન્ઝયુમર લોયલ્ટી પ્રોગ્રામની ઘોષણા કરી હતી. આ અનોખો કન્ઝયુમર લોયલ્ટી પ્રોગ્રામ સેમસંગના ગ્રાહકોને એફોર્ડેબિલિટીના લાભો આપીને, સેમસંગની કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ માટે તેમના પ્રેમ અને અગ્રતાઓને પહોંચ આપીને પ્રોત્સાહનો આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રોગ્રામ 30 સપ્ટેમ્બર, 2021 સુધી સેમસંગનાં નવાં ટેલિવિઝન, વોશિંગ મશીન, રેફ્રિજરેટર કે માઈક્રોવેવની બીજી ખરીદી પર ગ્રાહકોને વિશેષ લાભો આપે છે. ગ્રાહકો 28 જુલાઈ, 2021ના રોજ અથવા તે પછી સેમસંગ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની ખરીદી કરી હોય તેઓ આ ઓફરનો લાભ મેળવી શકે છે.
આ પ્રોગ્રામ હેઠળ ગ્રાહકો પ્રથમ ઈએમઆઈ (રૂ. 2500 સુધી)ના ફક્ત 50 ટકા ચૂકવીને પાત્ર બની શકશે અને આ લાભ જો ત્યાર પછીની ખરીદીઓ અલગ અલગ પ્રોડક્ટ શ્રેણીની હોય તો લાગુ થશે. દાખલા તરીકે, જો ગ્રાહકે 28 જુલાઈ, 2021ના રોજ અથવા પછી ફ્લિપકાર્ટ પર સેમસંગ ટેલિવિઝન ખરીદી કરી હોય તો આ ઓફર 30 સપ્ટેમ્બર, 2021સુધી વોશિંગ મશીન, રેફ્રિજરેટર કે માઈક્રોવેવની ખરીદી પર ઉપલબ્ધ કરી શકે છે.
સેમસંગમાં અમે સેમસંગ હોમ નામે ફ્લિપકાર્ટ સાથે અજોડ પ્રોગ્રામની ઘોષણા કરવામાં રોમાંચિત છીએ. આ પ્રોગ્રામ સેમસંગના વફાદારો પર કેન્દ્રિત છે અને નવી ટેકનોલોજી સાથે તેમની રહેવાની જગ્યા અપગ્રેડ કરવા માટે તેમની બીજી સેમસંગ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટની ખરીદી માટે તેમને પુરસ્કૃત કરે છે. આ પ્રોગ્રામ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સની અમારી વ્યાપક શ્રેણી પર માન્ય છે અને આ પ્રોગ્રામ સાથે અમે ખાસ કરીને અમારા ગ્રાહકો ઘરમાં વધુ સમય વિતાવી રહયા છે ત્યારે તેમની ઉત્ક્રાંતિ પામતી જરૂરતોને પહોંચી વળવાની ખાતરી રાખશે, એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સના ઓનલાઈન બિઝનેસના સિનિયર ડાયરેક્ટર સંદીપ સિંહ અરોરાએ જણાવ્યું હતું.
સેમસંગ હોમ લોયલ્ટી પ્રોગ્રામ મેળવવા માટે પગલાઃ
- સૌપ્રથમ સેમસંગ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સની ખરીદી ફ્લિપકાર્ટ પર 15 સપ્ટેમ્બર પૂર્વે કરવી જોઈએ.
- પ્રથમ ખરીદી પછી સેમસંગ હોમ પ્રોગ્રામ આપોઆપ સક્રિય થાય છે.
- ગ્રાહકો ફ્લિપકાર્ટ પર 30 સપ્ટેમ્બર, 2021 સુધી સેમસંગનાં નવાં ટેલિવિઝન, વોશિંગ મશીન, રેફ્રિજરેટર અથવા માઈક્રોવેવ્ઝની તેમની બીજી ખરીદી કરવાનું નિયોજન કરી શકે છે.
- આ લાભ લેવા માટે પ્રથમ ખરીદી અને બીજી ખરીદી વચ્ચે 15 દિવસનું અંતર હોવું જોઈએ.
- ગ્રાહકો ત્યાર પછીની ખરીદીના પ્રથમ ઈએમઆઈ પર 50 ટકા છૂટ (રૂ. 2500 સુધી) મેળવી શકે છે.