ફોનપેના યુઝર હવે ઍપ પરથી સોનુ ખરીદવા પર મેળવી શકે છે આકર્ષક કૅશબેક. ફોનપે પરથી ગ્રાહકો સેફગોલ્ડ અથવા એમએમટીસી-પીએએમપીમાંથી 24 કેરેટના સોનાના સિક્કા અને સોનાના બાર ખરીદી શકે છે. રક્ષાબંધનના શુભ અવસર પર રુ.2,500 સુધીનું નિશ્ચિત કૅશબેક મળશે. ઑફર 31 ઓગષ્ટ, 2021 સુધી માન્ય છે.
તહેવારોમાં સોનુ ખરીદુવું એ ભારતમાં સદીઓ જૂની પરંપરા છે. તહેવારમાં સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે તેમજ તેને સમૃદ્ધિમાં વધારો પણ ગણવામાં આવે છે. ફોનપેના ગ્રાહકો માટે રક્ષાબંધનના પાવન અવસર પર આનંદનું એક વધુ કારણ છે.
ફોનપેનો ઉદ્દેશ છે કે ભારતભરના લોકો સોનાના સિક્કા અને સોનાના બાર ખરીદી શકે. તે ઉંચી શુદ્ધતા ધરાવતા 24 કેરેટના સોનાના સિક્કા તેમજ સોનાના બારનું શ્રેષ્ઠ કિંમતે સરળ અને સુરક્ષિત એક્સેસ આપે છે તેમજ અમારા ગોલ્ડ પ્રદાતા દ્વારા સોનુ સુરક્ષિત રીતે ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. ગ્રાહકો 0.5 ગ્રામથી શરુ કરીને સોનાના સિક્કા અને સોનાના બાર મેળવી શકે છે. શ્રેષ્ઠ કિંમતની સાથે, ગ્રાહકોને ટેમ્પર-પ્રુફ પેકેજીંગમાં વીમાકૃત ડિલીવરી પણ મળે છે.
ગ્રાહકે ફક્ત નીચે આપેલા સરળ પગલાં અનુસરવાના રહેશે.
● ફોનપે ઍપ ખોલો અને મારા પૈસા સેક્શન પર ક્લિક કરો.
● “ખરીદો 24K સોનુ” આઈકન પર ક્લિક કરો
● તમે ખરીદવા માંગતા હોવ તે સિક્કો/બાર પસંદ કરો
● ડિલિવરી એડ્રેસ એન્ટર કરો (તમે સીધું તમારી બહેનના ઘરે પણ ડિલિવર કરાવી શકો છો)
● UPI, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો
● એકવાર સફળ રીતે ઓર્ડર થઈ ગયા બાદ, તમારું કૅશબેક ફોનપે વૉલેટમાં જમા થઈ જશે