અત્યારના સમયમાં ચાલી રહેલા સતત રોગોનો શિકાર બાળકો બનતા જોવા મળી રહ્યો છે. અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધતા ચિકનગુન્યા, ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો શહેરમાં ચો તરફ જોવા મળે છે. તે સમયે બાળકોને આ સમયે પોતાની હેલ્થ સ્વસ્થ કેવી રીતે રાખી શકાય અને શુ દયાન માં રાખવું જોઈએ એ માટે અવર્નેસસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૯થી ૧૧ ના વિધાયર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી સુચિત્રા દ્વારા જણાવામાં આવ્યું હતું કે, શહેરમાં ચારેબાજુ રોગચાળો જોવા મળી રહ્યો છે અને આવા સમયે સરકારના આદેશ મુજબ સ્કૂલ રાબેતામુજબ ચાલુ કરવામાં આવી છે. તો દરેક બાળક પોતાની હેલ્થ નું ચોક્કસ દયાન આપે અને તેની અવર્નેસસ સાચવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આને દરેક બાળકો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.