“સ્ટેમિના તમારી ગેમ નક્કી કરે છે, તમારું જેન્ડર નહીં”: ધોનીની યુવતીઓને ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરે છે
ટીવીસીને લિંક – <https://www.youtube.com/watch?v=s1R_6lJklAM>
ભારત, 2021- ભારતની અત્યંત વિશ્વાસનીય હેલ્થ ફૂડ ડ્રિંક બ્રાન્ડ્સમાંથી એક બૂસ્ટે આજે છોકરીઓ અને ક્રિકેટ વિશે જૂની માન્યતાઓને તોડવાના લક્ષ્ય સાથે નવી ઝુંબેશ લોન્ચ કરી હતી. નવી બૂસ્ટ કેમ્પેઈનનું લક્ષ્ય ખાસ કરીને ક્રિકેટ જેવી રમતો રમતી વખતી છોકરીઓને આકાર આપતી ધારણાઓ આલેખિત કરવાનું છે અઅને તેમને ગમે તે રમત રમવા માટે પ્રોત્સાહન આપવાનું છે.
આ ઝુંબેશ માટે હાથ મેળવતાં બ્રાન્ડ એમ્બેસેડર એમએસ ધોની કહે છે, હું બૂસ્ટ પરિવારનો હિસ્સો બનવા માટે ભારે રોમાંચિત છે, જે બ્રાન્ડ સાથે હું વર્ષોથી સંકળાયેલો છું. યુવતીઓ પણ ક્રિકેટની રમત રમવાનાં સપનાં જુએ છે અને તેમને ચોક્કસ રમતો જ રમવા કહેવું નહીં જોઈએ. બૂસ્ટ છોકરીઓને તેમનાં સપનાંનો પીછો કરવા અને તેમને ગમે તે રમત રમવા પ્રોત્સાહન આપે છે. હું કોઈ પણ પ્રકારના અવરોધોને ઝીલવા માટે બ્રાન્ડના મૂલ્ય સાથે ખરા અર્થમાં સુમેળ સાધું છું અને મને આશા છે કે ખાસ કરીને બૂસ્ટ સાથે મારા પ્રવાસમાં ક્રિકેટની રમત રમવા અને અને ઉજવણી કરવા માટે ખાસ કરીને છોકરીઓ સહિતની યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શકીશ.
ન્યુટ્રિશનના વાઈસ પ્રેસિડેન્ટ કૃષ્ણન સુંદરમે જણાવ્યું હતું કે બૂસ્ટ બાળકોને તેમના સ્ટેમિનાના મોટા પડકારમાંથી બહાર આવવા અને સખત મહેનત અને ધીરજ રાખવા પ્રેરિત કરવાનો દીર્ઘ વારસો ધરાવે છે. આ ઝુંબેશ સાથે અમે જેન્ડર ભેદ તોડીને પ્રતિભાને ટેકો આપવા મજબૂત વાર્તાલાપ છેડવા માગીએ છીએ. બૂસ્ટ છોકરીઓને તેમની પ્રતિભા અને સ્ટેમિના સાથે પૂર્વગ્રહમાંથી બહાર આવવા અને તેમને ગમે તે રમત રમવા માટે પ્રોત્સાહન આપવા માગે છે. આ ઝુંબેશ નિશ્ચિત જ બૂસ્ટ માટે છોકરીઓની ક્રિકેટને ટેકો આપવાના પ્રવાસની શરૂઆત બની રહેશે.
વંડરમેન થોમ્પસન, ગિલ્હીના મેનેજિંગ પાર્ટનર અને સિનિયર વીપી જોય ચૌહાણે ઉમેર્યું હતું કે પેઢી દર પેઢી બૂસ્ટ યુવાનોને પરસેવો પાડવા અને અપેક્ષાઓની પાર પરફોર્મ કરવા માટે પ્રેરિત કરતી આવી છે. તમારી પાસે હરીફાઈ કરવા માટે સ્ટેમિના હોય ત્યારે અવરોધો એ મોટી રમત માટે પાયાનો પછથ્થર બની જતો તમે જોઈ શકો છો. આ કેમ્પેઈન યુવાનોન પ્રેરિત કરવા સાથે આપણા દરેકને એ વાતની પ્રેરણા આપવાની સંભાવના ધરાવે છે કે પરફોર્મન્સમાં કોઈ લિંગભેદ હોતો નથી. આ કેમ્પેઈનમાં બૂસ્ટ ભરપૂર જોશ અને સ્ટેમિના હોય તેવી સ્પોર્ટસમાં પ્રતિભાશાળી હોય તેવી યુવતીઓને અવાજ આપે છે. બૂસ્ટ તેની ઊર્જાની પણ ગોપનીયતા છે.
એજન્સીની ક્રિડેન્શિયલ્સઃ
ક્રિયેટિવ એજન્સઃ વંડરમેન થોમ્પસન, દિલ્હી સર્વિસિંગ લીડઃ ભાવના ડોગરા
મેનેજિંગ પાર્ટનર અને સિ. વીપીઃ જોય ચૌહાણ અકાઉન્ટ મેનેજમેન્ટઃ રાહુલ કે સિંહ, દષ્ટિ ગાંગુલી
સીસીઓઃ સેન્થિલ કુમાર પ્લાનિંગઃ પિનાકી ભટ્ટાચાર્ય, નિખિલ ઠક્કર
ક્રિયેટિવ ટીમઃ હસન જાફરી, સુમોન્તો ઘોષ પ્રોડકશનઃ મનદીપ સિંહ