- 2017માં દહેજમાં પ્લાન્ટ શરૂ કર્યા બાદ, ડેરામિકે ચાર વર્ષમાં બેમાંથી ચાર પ્રોડક્શન લાઈનમાં વિસ્તરણ કરે છે
- લીડ-ઍસિડ બૅટરી ઉદ્યોગની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરાયું છે
ગુજરાત, નવેમ્બર 22, 2021 – અસાહી કાસેઈની ગ્રુપ કંપની અને ઑટોમોટિવ, ઔદ્યોગિક અને સ્પેશિયાલિટી ઍપ્લિકેશન્સ માટે લીડ-ઍસિડ બૅટરી સેપરેટર્સની વિશ્વની અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર ડેરામિકે ગુજરાતમાં દહેજ ખાતેના પોતાના ઉત્પાદન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા બમણી કરી પોતાની કામગીરીનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખ્યું છે.
ભારત અને આસપાસની બજારોમાંથી વધી રહેલી માગને કારણે ચાર વર્ષના ટૂંકા ગાળામાં પ્લાન્ટમાંની બે પ્રોડક્શન લાઈનનું વિસ્તરણ કરી આ સંખ્યા ચાર કરવામાં આવી છે. ચાર પ્રોડક્શન લાઈનમાં થયેલા આ વિસ્તરણના પગલે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે કંપની સ્થાવિક સ્તરે ભારતીય ગ્રાહકોની માગને પૂરેપૂરી પૂર્ણ કરવા સમર્થ બનશે, સાથે જ અત્યારે તેઓ વૈશ્વિક પુરવઠા શ્રૃંખલા બાબતે જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેમાં ગ્રાહકોને સુગમતા મેળવવામાં મદદ થશે. ક્ષમતામાં થયેલો આ વધારો આસપાસના રાષ્ટ્રોને નિકાસ કરવાની શક્યતાઓના દ્વારા ઉઘાડશે. ભારતની અનેક મુખ્ય બ્રાન્ડ્સ માટે, ડેરામિક મુખ્ય કમ્પોનન્ટ ઉત્પાદક રહ્યું છે, આમ દેશના બજારોમાં પોતાનો અગ્રણી હિસ્સો જાળવી રાખ્યો છે.
દહેજ ખાતેના ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના 2017માં કરવામાં આવી હતી. છેલ્લા ચાર વર્ષમાં આ સુવિધાએ વૃદ્ધિનો બે આંકડાનો દર રાખ્યો છે. આ પ્લાન્ટનો ઉપયોગ પીઈ સેપરેટર્સના ઉત્પાદન અને ફિનિશિંગ માટે કરવામાં આવે છે. વધુમાં, આ પ્લાન્ટમાં વિકાસ સંબંધી એવા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે, જે હજી સુધી ગ્રાહકોને વ્યાવસાયિક ધોરણે ઉપલબ્ધ થઈ શક્યા નથી. છેલ્લા ચાર વર્ષમાં દહેજ પ્લાન્ટ ખાતે સેંકડો નોકરીઓનું સર્જન થયું છે, અને પ્લાન્ટ ખાતેના 80%થી વધુ કર્મચારીઓ સ્થાનિક કામગારો છે.
ડેરામિકના દહેજ એકમ ખાતે ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ વિશે વાત કરતા, ડેરામિકના પ્રેસિડન્ટ શ્રી. ચાડ શચમેને જણાવ્યું હતું કે, “અમારા દહેજ ખાતેના સર્વશ્રેષ્ઠ એવા પ્લાન્ટમાં કામગીરીના વ્યાપને વધુ વ્યાપક બનાવવાનો અમને આંનદ છે, જેનો ઉપયોગ અમારું ઉત્પાદન અને ભારતમાં અમારી હાજરીને વધારવા માટે થશે. લીડ-ઍસિડ બૅટરી સેપરેટર ઉદ્યોગમાં વિશ્વના અગ્રણી તરીકે, દેશની સતત વિકસતી રહેતી જરૂરિયાતોને પહોંચી વળવા નાવિન્યસભર બૅટરી સેપરેટર ઉકેલો પૂરા પાડવા માટે ડેરામિક કટિબદ્ધ છે. નવી પ્રોડક્શન લાઈન અમને અમારા પ્રોડક્ટ્સને વધુ સુદૃઢ બનાવવામાં, બજારની અપેક્ષિત માગ સાથે તાલ મેળવવામાં, અને લીડ-ઍસિડ બૅટરી ઉદ્યોગ, જે આવનારા વર્ષોમાં નોંધપાત્રપણે વિકસવા માટે સજ્જ છે, તેની વૃદ્ધિને આધાર આપવા અમને વધુ સક્ષમ બનાવશે. હાલની વૈશ્વિક પુરવઠા શ્રૃંખલા જે તંગ દોરમાંથી પસાર થઈ રહી છે, એ જોતાં ડેરામિક ભારતમાંના તમામ મુખ્ય ગ્રાહકોની માગને પહોંચી વળવા સાથે જરૂર પડે તો નજીકના દેશોમાં નિકાસ માટેની સ્થિતિમાં છે. હાર્દમાં નાવીન્યની સાથે ડેરામિકનો દહેજ ખાતેનો પ્લાન્ટ બૅટરીઝ માટે એવા સેપરેટર્સ વિકસાવવા માટે સજ્જ છે જે બજારમાંની નાવીન્ય માટેની તકોને સંચાલિત કરવા અને આધુનિક જરૂરિયાતોને પહોંચી વળી શકે.”
ભારતમાંની શક્યતાઓ વિશે વિગતવાર વાત કરતા ડેરામિકના મેનેજેંગ ડિરેક્ટર અહિલા ક્રિષ્ણમૂર્તિ કહે છેઃ “ભારત અમારા માટે અત્યંત ઉત્સાહભર્યું બજાર રહેવાનું જારી રહ્યું છે, કેમ કે અમે આ દેશમાં નોંધપાત્ર વૃદ્ધિના સાક્ષી રહ્યા છીએ. આજે, ભારતમાં લીડ-ઍસિડ બૅટરીઝ માટે અમે સુદૃઢ ભાવિ જોઈ રહ્યા છીએ, ખાસ કરી ને નાવીન્યસભર ઑટોમોટિવ ઉકેલો, ઈન્ડસ્ટ્રિયલ ઍપ્લિકેશન્સ, તથા નાના શહેરોમાં સુધારિત ઊર્જા ઉકેલો માટેની માગ વધી રહી છે. આ પાસાં લીડ-ઍસિડ બૅટરી બજારને આવનારા દાયકાઓમાં ઝડપી વેગ સાથે સંચાલિત કરશે એવી અપેક્ષા છે. અમારું રોકાણ દેશના ભાવિમાં અમારા આત્મવિશ્વાસનું પુનઃ પ્રતિપાદન કરે છે અને દેશની સતત વધી રહેલી ઊર્જા માગને પહોંચી વળવા અમે કટિબદ્ધ છીએ. વધી રહેલી બજાર માગને પહોંચી વળવા આદર્શ પરિસ્થિતિઓ રચવા અને ભારતના વિકાસને આધાર આપવા માટે અમે સજ્જ છીએ.”