સુપરસ્ટાર રણવીર સિંહે બેજોડ અભિનય કુશળતા, સુંદર લૂક અને મોહિની સાથે ઘણાં બધાં લોકોનાં મન જીત્યાં છે. જોકે કલર્સના ધ બિગ પિક્ચરના વીકએન્ડમાં આપણા આ હોસ્ટ સામે મોટો ખુલાસો થવાનો છે. હા, ભારતીય ટેલિવિઝનની મહારાણી ખુદ એકતા કપૂરના દિલ પર રણવીર રાજ કરે છે.
હા, તમે બરોબર જ સાંભળ્યું છે. એકતા કબૂલ કરે છે કે રણવીર પર તેનું દિલ આવી ગયું છે અને કહે છે, મૈને પહેલી બાર જબ રણવીર કો દેખા, મૈને ઈનકી કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂ કો કોલ કરકે બોલા કી યહ એક્ટર નહી હૈ, યહ એક હોટનેસ કી મશીન હૈ. રણવીર આ સાંભળતાં જ નવમા આસમાનમાં વિહરવા લાગ્યો. બધા તેનો જુસ્સો વધારવા હતા ત્યારે રોમાંચિત થઈને તેણે કહ્યું, મેરી વેલ્યુ બઢ ગઈ યાર.
આ મોજમસ્તી અહીં પૂરી થતી નથી. ટેલિવિઝન સ્ક્રીન પર પહેલી વાર એકતા કપૂર તેના પિતા જિતેન્દ્રના હિટ ગીતો પર નાચતી અને હૂક સ્ટેપ્સ કરતી જોવા મળશે. ઉત્સુક છો ને? તો આવતીકાલ છે જ નહીં તે રીતે તેને ઝૂમતી જુઓ, જે રણવીરને પણ રોમાંચિત કરે છે અને તે કહે છે, ક્યા ક્યા નહીં દેખ લિયા ઈસ મંચ ને. એકતા કપૂર જિતેન્દ્ર જી કે સ્ટેપ્સ કર રહી હૈ. આ પછી રણવીરે જિતેન્દ્રના ડાન્સ સ્ટેપ્સને આઈકોનિક અને લીજન્ડરી ગણાવ્યા, જ્યારે એકતાએ હકારમાં જવાબ આપ્યો.
તો આ મોજમસ્તી માણવા માટે તૈયાર રહો, કલર્સ પર ધ બિગ પિક્ચર, પ્રેઝેન્ટેડ બાય બૈજુઝ એન્ડ કોઈનસ્વિચ, પાવર્ડ બાય કોટક મહિંદ્રા બેન્ક અને કેટબરી ડેરી મિલ્ક, દરેક શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યાથી, ફક્ત કલર્સ અને વૂટ પર!