સુપરસ્ટાર રણવીર સિંહે તેની કારકિર્દીમાં ઘણાં બધાં ઓડિશન્સ આપ્યાં હોઈ શકે છે, પરંતુ પહેલી વાર દર્શકોને કલર્સના ધ બિગ પિક્ચર પર નાગની લોકપ્રિય ભૂમિકા માટે તે ઓડિશન આપતો જોવા મળશે. આ વીકએન્ડમાં અત્યંત ઊર્જાવાન હોસ્ટ ટેલિવિઝનની મહારાણી એકતા કપૂર અને નાગીન સ્ટાર મૌની રોયનું સ્વાગત કરશે.
એકતા કપૂરના સુપરહિટ શો નાગીન વિશે બોલતાં રણવીર તેને પૂછે છે કે તેણે નર સાપ પર કેન્દ્રિત કોઈ શો કેમ હજુ બનાવ્યો નથી. તે પ્રતિસાદ આપે છે, મુઝે કોઈ હેન્ડસમ નાગ દિખતા હી નહી. રણવીરે તે જ સમયે મંચ પર નાગરાજની ભૂમિકા માટે ઓડિશન્સ આપવાની તક ઝડપી લીધી. મૈ પ્રુવ કરૂંગા કી મેરે અંદર નાગ બનને કા પોટેન્શિયલ હૈ. રણવીર આ પછી સર્પ જેવો દેખાવ ધારણ કરે છે અને તે નાગીન ડાન્સ કરે છે અને બધા જ તેનો જોશ વધારતા જોવા મળે છે.
સેટ પર આ મોજીલો અવસર બધા માણતા હોય ત્યારે ઓજી નાગીન મૌની રોય કબૂલ કરે છે કે પડદા પર નાગીનની ભૂમિકા ભજવવા છતાં અસલ જીવનમાં સાપથી તેને ડર લાગે છે. વારુ, દર્શકોએ અગાઉ ક્યારેય આવો ખુલાસો જોયો નહીં જ હોય.
જોતા રહો કલર્સ પર ધ બિગ પિક્ચર, પ્રેઝેન્ટેડ બાય બૈજુઝ એન્ડ કોઈનસ્વિચ, પાવર્ડ બાય કોટક મહિંદ્રા બેન્ક અને કેટબરી ડેરી મિલ્ક, દરેક શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યાથી, ફક્ત કલર્સ અને વૂટ પર!