શાંતિ એશિયાટિક સ્કૂલ વસ્ત્રાલ વિજ્ઞાનને દયાનમાં રાખી “પ્રભાત ડિટોક્સિંગ – ઓનલાઇન” એક્ઝિબિશનનું આયોજન ૮ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જેમાં આવનારા સમયમાં વિજ્ઞાન સાથે દુનિયા કઈ રીતે બદલાશે અને શુ નવીનીકરણ જોવા મળશે એ દર્શાવામાં આવશે.
આ વિશે વાત કરતા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી સુચિત્રા દ્વારા જણાવામાં આવ્યું હતું કે, સમય જતા દુનિયા સાયન્સ સાથે આગળ વધી રહી છે. દરેક સમયે ટેક્નોલોજીના ઉપયોગથી બાળકો ઇન્નોવેશન સાથે આગળ વધે છે. બાળકોને પ્રોત્સાહન મળી રહે અને તેમનું અંદરનું ટેલેન્ટ બહાર લાવા માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ ૧ થી ૧૧ ના વિદ્યાર્થીઓ દ્વારા આમાં ભાગ લેવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી આપડા વૈજ્ઞાનિકો દ્વારા લાવેલ ઇન્નોવેશનને પ્રોજેક્ટ રૂપે દર્શાવામાં આવશે. જેમાં આશરે ૨૦થી ૩૦ પ્રોજેક્ટ બનાવામાં આવ્યા છે. જે સૌ પ્રથમ વાર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રેઝન્ટ થઈ રહ્યા છે. જેમાં સ્કૂલના શિક્ષકો દ્વારા પણ ખુબજ મેહનત કરવામાં આવી છે અને દરેક વિદ્યાર્થીઓને પૂરો સમય આપવામાં આવ્યો છે.