ઈવેન્ટઃ કન્વર્જન્સ- ભારતમાં ફોટોગ્રાફીનું ફ્રેન્ચ જોડાણ. ભારતીય અને ફ્રેન્ચ ફોટોગ્રાફરો દ્વારા અઢી સદીમાં લેવાયેલી ભારતની તસવીરોનું પ્રદર્શન.
તારીખ અને સમયઃ 24મી માર્ચ, 2022 (સાંજે 6.30 વાગ્યાથી). તે પછી અમારી સાથે પર જોડાઓ.
પ્રદર્શનઃ 25મી માર્ચથી 2જી એપ્રિલ (સાંજે 4.00થી રાત્રે 8.00- નિઃશુલ્ક)
સ્થળઃ અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસની સામે, સીઈપીટી કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત- 380 009.
ઈવેન્ટ વિશેઃ
કન્વર્જન્સ પ્રદર્શનમાં મુલાકાતીઓને ભારતીય અને ફ્રેન્ચ ફોટોગ્રાફરો દ્વારા અઢી દાયકામાં લેવાયેલી તસવીરો જોવા મળશે. આ તસવીરો ઓગણીસમી સદીના મધ્યભાગથી 1970 સુધીના સમયગાળામાં લેવાયેલી છે. પ્રદર્શનમાં મૂકવામાં આવનારી ઘણી બધી તસવીરો ભારતમાં અગાઉ ક્યારેય નહીં જોવાઈ હોય તેવી છે. આ તસવીરો કચકડે મઢનારા નીડર પ્રવાસીઓ, લેખકો, તસવીરકારોસ પત્રકારો અને કલાકારો છે. તેમાંથી નોંધપાત્ર લુઈસ રોઝલેટ ઓગણીસમી સદીના મધ્યભાગમાં ભારતમાં આવ્યા હતા, જ્યારે ફ્રેન્ચ પત્રકાર માર્ક રિબાઉડે 1950માં એશિયાનો પ્રવાસ કર્યો હતો. અન્ય યુરોપિયન નિષ્ણાતોની કૃતિઓમાં ડેનિસ બ્રિહત, પોલ અલ્માહસી અને માઈકલ સેમેનિયાકોએ 1950થી 1970 સુધી ભારતમાં કરાયેલી સફર દરમિયાન કચકડે મઢેલી તસવીરો પણ પ્રદર્શનમાં જોવા મળશે.
તસવીરોમાં અત્યંત પ્રતિષ્ઠિત ફ્રેન્ડ સંસ્થાઓ, જેમ કે, નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયાટિક આર્ટસ- ગુમેટ, મ્યુઝી દુ ક્વાઈ બ્રેનલી જેકીસ ચિરાક, મ્યુઝી નાઈસ ફોર નિપસી મ્યુઝિયમ, મેસન યુરોપીને દ લા ફોટોગ્રાફી અને મ્યુઝી ગુપિલ- વિલે દ બોર્ડેક્સમાંથી 19મી સદીની પ્રિન્ટ્સ અને નેગેટિવ્ઝનો સમાવેશ રહેશે. આ સંસ્થાઓની તસવીરો પહેલી વાર ભારતમાં પ્રદર્શનમાં મુકાશે.
વધુ માહિતી માટે કૃપા કરી વિઝિટ કરોઃ www.ifindia.in/event/convergence-photography-exhibition
ઈવેન્ટઃ અ ટ્રિપ ટુ ફ્રાન્સ. પરમાનંદ દલવાડીએ 1970માં ફ્રાન્સની મુલાકાત દરમિયાન કચકડે મઢેલી તસવીરોનું પ્રદર્શન.
તારીખ અને સમયઃ 25મી માર્ચ, 2022 (સાંજે 6.00 વાગ્યાથી- નિઃશુલ્ક), અમારી સાથે પર જોડાઓ.
સ્થળઃ એલાયન્સ ફ્રાન્કેઈઝ્ડ, અમદાવાદ માણેકબાગ, શ્યામલ ક્રોસ રોડ, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની બાજુમાં, શ્યામ, અમદાવાદ, ગુજરાત- 380 015.
ઈવેન્ટ વિશેઃ
અ ટ્રિપ ટુ ફ્રાન્સ પ્રદર્શનમાં મુલાકાતીઓને પરમાનંદ દલવાડી દ્વારા 1970માં ફ્રાન્સની મુલાકાત દરમિયાન કચકડે મઢવામાં આવેલી 50 તસવીરો જોવા મળશે. પરમાનંદ દલવાડીએ ડિસ્કો અને બૂગીના જમાનામાં ફ્રાન્સની મુલાકાત લીધી હતી. તેમણે પોતાના નિકોન એફ કેમેરાથી તે દેશના સ્વર્ણિમ વાતાવરણને મઢી લીધું હતું. તેમની તસવીરોમાં વિશ્વવિખ્યાત ફોટોજર્નલિસ્ટ હેન્રી કાર્ટિયર બ્રેસનનો પ્રભાવ જોવા મળે છે, જેમની સાથે પરમાનંદ દલવાડીએ 1965માં ઉત્તરીય ભારતના પ્રવાસમાં પ્રવાસ કર્યો હતો.
પ્રદર્શનમાં મૂકવામાં આવનારી તસવીરોમાં અમુક અસાધારણ સ્થિતિઓ જોવા મળશે. ફ્રેન્ચ સમાજની રમૂજ, નમ્રતા અને અસલ છાપ સાથે તેનો સુમેળ સાધવામાં આવ્યો ઠછે. દરેક તસવીર વાર્તા કહે છે. મુલાકાતીઓને ફ્રેન્ચ સંસ્કૃતિ નિઃશુલ્ક રીતે તેની સ્વર્ણિમતાએ હતી ત્યારની તસવીરો તો જોવા મળશે જ પરંતુ તસવીરો વિશે વધુ કહેતી ટૂંકી વાર્તાઓ પણ વાંચવા મળશે.
વધુ માહિતી માટે કૃપા કરીને વિઝિટ કરોઃ www.ifindia.in/event/travel-to-france
ઈવેન્ટઃ એસ. થાલાનો માર્ગરાઈટ ડુરાસની નવલકથા આઈ એમોરથી પ્રેરિત ડાન્સ પરફોર્મન્સ
તારીખ અને સમયઃ 25મી માર્ચ, 2022 (રાત્રે 8.30 વાગ્યાથી, વ્હોટ્સએપ નંબર +91 76000 01389 પર પૂર્વનોંધણી કરવા પર નિઃશુલ્ક)
સ્થળઃ નટરાણી એમ્ફિથિયેટર, ઉસ્માનપુરા, અમદાવાદ, ગુજરાત- 380013