સીઆઇડીસીના સહયોગ સાથે પોતાની પ્રકારનો પ્રથમ સ્ટ્રક્ચરલ રિગર્સ એન્ડ રૂફર્સ પ્રોફેશનલ સર્ટિફિકેશન પ્રોગ્રામ
ભારતીય સ્ટીલ બિલ્ડિંગ અને બાંધકામ ઉદ્યોગને ટેકો આપવા અને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ રૂપે, પ્રથમ તબક્કામાં ટાટા બ્લુસ્કોપ સ્ટીલે 21મી જુલાઈ 2022ના રોજ પોતાની પ્રતિષ્ઠિત ગ્રાહક સાઇટ આઇડેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સાણંદ, ગુજરાત ખાતે પોતાના અનન્ય સ્ટ્રક્ચરલ રિગર્સ એન્ડ રૂફર્સ પ્રોફેશનલ સર્ટિફિકેશન પ્રોગ્રામની શરૂઆત કરી. આ પહેલ વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત અનોખા સ્ટ્રક્ચરલ રિગર્સ અને રૂફર્સની અછતને દૂર કરશે, જેનો ઉદ્યોગ હાલમાં સામનો કરી રહ્યો છે અને આ કુશળ શ્રમિકોની રોજગાર ક્ષમતામાં વધારો કરશે.
આ કાર્યક્રમની કલ્પના વિશે પોતાના વિચારો જણાવતા ટાટા બ્લુસ્કોપ સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનૂપ કુમાર ત્રિવેદીએ જણાવ્યું, “બાંધકામ કામદારોને યોગ્ય તાલીમ મળે અને તેમને વધુ સારી રીતે વ્યાવસાયિક કેવી રીતે બની શકાય તેની જાણકારી હોય તેની ખાતરી કરવા માટે એક પ્લેટફોર્મની જરૂર છે. કવચ પ્રો -સર્ટિફિકેશન તેમને પ્રોફેશનલ પરિચયપત્ર મેળવી સશક્ત બનાવવા માટેની દિશામાં એક પગલું છે, આ રીતે ગુણવત્તા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવી સમગ્ર બાંધકામ ઉદ્યોગને વિશ્વ-સ્તરની સલામતી પદ્ધતિઓ સાથે ઉન્નત બનાવવાનો ધ્યેય ધરાવીએ છે.”
કવચ પ્રો – સર્ટિફિકેશન
સીઆઇડીસી (કંસ્ટ્ર્કશન ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ)ના ટોચના ઉદ્યોગ વ્યાવસાયિકો અને ટ્રેનર્સ દ્વારા તાલીમ મોડ્યુલ તૈયાર કરવામાં આવે છે. આ બે-દિવસીય વર્કશોપ સાઇટ ખાતે અને શૈક્ષણિક ફ્રેમવર્ક બંનેનો સમાવેશ કરે છે.
મોડ્યુલમાં શામેલ છે:
- સુરક્ષિત બાંધકામ પદ્ધતિઓ પર તાલીમ
- ઊંચાઈ પર કામ કરવા અને જોખમી પાસાઓ વિશે તાલીમ
- મોબાઇલ ઇક્વિપમેન્ટ્સ ઓપરેટિંગ ટેકનિક્સ અને જોખમ નિવારણ
- મૂલ્યાંકન બાદ પ્રમાણપત્ર આપવુ
સલામત બાંધકામ પદ્ધતિઓ અને ગુણવત્તાયુક્ત ફિનિશ સાથે સ્ટીલ સ્ટ્રક્ચર્સ અને રૂફ સિસ્ટમ્સનું કામ કરી શકે તેવા લોકોની માંગ વધારે છે. વ્યવસાયિક રીતે બાંધવામાં આવેલ સ્ટ્રક્ચર લાંબો સમય ટકે છે, જે શ્રેષ્ઠ સૌંદર્યકલાને સક્ષમ કરવા માટે સલામત અને અધ્યયનશીલ છે. વર્તમાન બેચ વિશે જણાવતા ટાટા બ્લુસ્કોપ સ્ટીલ બિલ્ડિંગ સોલ્યુશન્સના જનરલ મેનેજર શ્રી પુલિન ત્રિવેદીએ જણાવ્યું, “લગભગ 40 બાંધકામ કામદારો સીઆઇડીસી તરફથી રાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર મેળવવા માટે ઉતીર્ણ થયા હતા. આ વર્કશોપમાંથી તેમનો મુખ્ય ફાયદો એ તેમના કાર્યમાં જ્ઞાન, આત્મવિશ્વાસ અને ગર્વમાં વધારો થવો તે છે. આનાથી તેમને સલામતીની સુધારેલી પદ્ધતિઓ અને નવા યુગના અભિગમો સાથે કામ કરવામાં મદદ મળશે.”
“સલામતી એ અમારી પ્રથમ ક્રમાંકની પ્રાથમિકતા છે. બાંધકામમાં સુસંગતતા ગ્રાહક અને સપ્લાયરના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. ટાટા બ્લુસ્કોપ સ્ટીલ વર્ગ-શ્રેષ્ઠ બાંધકામ પદ્ધતિઓને અનુસરે છે, જે અમને નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ આપે છે. કવચ પ્રો – સર્ટિફિકેશન તકોની સંપૂર્ણ નવી દુનિયા ખોલશે.” તેમ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ટાટા બ્લુસ્કોપ સ્ટીલના કોર્પોરેટ સર્વિસિસના એસોસિએટ વીપી શ્રી અજય રતને જણાવ્યું હતુ.
ભવિષ્યમાં ઘણી બઘી પ્રોજેક્ટ સાઇટ્સ પર અન્ય વધુ વર્કશોપ્સના આયોજન સાથે ટાટા બ્લુસ્કોપ સ્ટીલ સમગ્ર ભારતમાં અને બાંધકામ ઉદ્યોગની અંદર જેઓ કુશળ, વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત સ્ટ્રક્ચરલ રિગર અને રૂફર છે તેવા પ્રમાણિત કર્મચારીઓના સમૂહનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.