સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ 10 ઓઘસ્ટે બેન્ગલુરુમાં સેમસંગ ઓપેરા હાઉસ ખાતે ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ ખાતે તેના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સની ભાવિ પેઢી રજૂ કરશે.
ગ્રાહકો વહેલી પહોંચ માટે પાત્ર બનવા ઈવેન્ટ પૂર્વે નેક્સ્ડ ગેલેક્સી સ્માર્ટફોન્સ પ્રી- રિઝર્વ કરી શકે છે. નેક્સ્ટ ગેલેક્સી સ્માર્ટફોન પ્રિ-રિઝર્વ કરવા માટે ગ્રાહકોએ Samsung.com પર અથવા સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર ખાતે ફક્ત રૂ. 1999ની ટોકન રકમ ચૂકવવાની રહેશે.
ગ્રાહકો નેક્સ્ટ ગેલેક્સી સ્માર્ટફોન્સ પ્રિ- રિઝર્વ કરે તેમને ડિવાઈસની ડિલિવરી પછી રૂ. 5000 મૂલ્યના વધારાના લાભો મળશે.
સેમસંગ તેની સીમાઓની પાર નીકળી રહી છે અને સ્માર્ટફોન જે કરી શકે તેમાં શોધનો નવો દાખલો બેસાડી રહી છે. સેમસંગ માને છે કે અર્થપૂર્ણ ઈનોવેશન્સ ટેક્નિકલની પાર જઈને એવું મંચ પૂરું પાડે છે, જે આપણા રોજબરોજના જીવનને સમૃદ્ધ અને વધુ સદાબહાર બનાવે છે.
ગેલેક્સી અનપેક્ડ Samsung Newsroom ઈન્ડિયા પર 10 ઓગસ્ટ, 2022ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી લાઈવ સ્ટ્રીમ કરી શકાશે.