સુપરસ્ટાર ઋતિક રોશને ખૂબ જ ધામધૂમ અને ગેઈટી-ગેલેક્સી સિંગલ સ્ક્રીન થિયેટરમાં પોતાની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’નું પ્રથમ ગીત ‘આલ્કોહોલિયા’ લૉન્ચ કર્યું.
પોતાના પ્રેક્ષકોના પ્રેમ અને ઉલ્લાસના સાક્ષી બનીને ઋતિક રોશને પોતાના ફર્સ્ટ ફેન એન્કાઉન્ટરની યાદ અપાવી, જે ‘કહો ના.. પ્યાર હૈ’ની રિલીઝ પછી તરત જ ‘ગેઇટી-ગેલેક્ષી’ખાતે થઈ હતી.
સિનેમા હોલ સાથેના પોતાના ભાવનાત્મક જોડાણને શેર કરતા,ઋતિકે શેર કર્યું, “ગેઇટી-ગેલેક્સી ખૂબ જ ખાસ છે. મને લાગે છે કે લગભગ 22 વર્ષ પહેલાં, જ્યારે ‘કહો ના… પ્યાર હૈ’ રીલિઝ થઈ હતી, તેથી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે હું ગેઇટીમાં આવ્યો હતો અને મેં દર્શકો સાથે મારી પ્રથમ ફિલ્મ જોઈ હતી અને જ્યારે ફિલ્મ પૂરી થઈ અને લાઇટ્સ ચાલુ થઈ જતાલોકોએ મને ઓળખ્યો અને મે પહેલી વખત અનુભવ કર્યો કે પ્રેક્ષકોનો પ્રેમ અને ઉત્સાહ શું છે અને તે સમયે તે મારા માટે કેટલું મહત્વપૂર્ણ હતું.”
જ્યારે તે જણાવવામાં આવ્યું ‘વિક્રમ વેધા’ ઋતિક રોશનની 25મી ફિલ્મ તરીકે કારકિર્દીના માઈલસ્ટોનને ચિહ્નિત કરે છે, ત્યારે અભિનેતા સ્પાઇનલ સ્ટેનોસિસના પ્રારંભિક સ્વાસ્થ્ય નિદાન અને અચકાતી બોલીને યાદ કરીને ઉદાસ થઈ ગયા. ઋતિક રોશને શેર કર્યું, “કહો ના… પ્યાર હૈની રિલીઝ પહેલા મારા ડૉક્ટરોએ મને જણાવ્યું હતું કે મારી તબિયત એટલી સારી નથી કે હું એક્શન ફિલ્મો અને ડાન્સ ફિલ્મો કરી શકું. મેં આ નિદાનને એક પડકાર તરીકે લીધું અને મારા સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મેં મારી શ્રેષ્ઠ ક્ષમતાઓ અનુસાર મારૂં કામ કેવી રીતે કરવું તે શીખી લીધું અને આજે તમારી સમક્ષ આવીને હું ખુશ છું. તે મારા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી કે મારી 25મી ફિલ્મમાં હું હજુ પણ એક્શન કરી રહ્યો છું અને હું હજુ પણ ડાન્સ કરી રહ્યો છું અને મારા સંવાદો બોલી રહ્યો છું. મને લાગે છે કે 21 વર્ષે મને, આજે આ મારા પર ખૂબ ગર્વ થશે.
ઋતિકે વધુમાં ઉમેર્યું, “મારા પ્રેક્ષકોનો આભાર, તેમના પ્રેમ અને સમર્થન વિના આ શક્ય ન બન્યું હોત. અને (વિક્રમ વેધા) ટીમ વિના કશું જ શક્ય નથી, હું એવા દિગ્દર્શકો સાથે કામ કરીને ધન્ય છું કે જેમના પર મને વિશ્વાસ છે, ગણેશ હેગડે, વિશાલ-શેખર.. આ ગીત એવું ન હોત, જો આ ટીમ ન હોત. અને મને કેટલાક શ્રેષ્ઠ કલાકારો સાથે કામ કરવાની તક મળી છે, હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું.
ઋતિક રોશન વેધાના પાત્રની ત્વચામાં ઉતરતા જોવા મળે છે અને એક આઇટમ બોય તરીકે સેન્ટર સ્ટેજ પર આવીને પહેલાં ક્યારેય ન જોવા મળ્યું હોય તેવુ પર્ફોર્મ કરે છે!
આલ્કોહોલિયા વેધાના ‘મેડ’ ડાન્સની ઝલક આપે છે, કારણ કે તે દેશી વાઇબ ધરાવતા ગીત પર ઢીલો થઇને નાચતો જોવા મળે છે.
‘આલ્કોહોલિયા’ વિશાલ-શેખર, સ્નિગ્ધાજીત ભૌમિક, અનન્યા ચક્રવર્તીએ ગાયું છે. હિટ જોડી વિશાલ-શેખર દ્વારા સંગીત આપવામાં આવ્યું છે જ્યારે શબ્દો મનોજ મુન્તાશીરે લખ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં વિક્રમ વેધાનું ટ્રેલર ખૂબ જ ધામધૂમ વચ્ચે લૉન્ચ કરવામાં આવ્યું હતું અને તેણે તેનાકંટેટ, એક્શનથી ભરપૂર વિઝ્યુઅલ્સ, સિટી વગાડાવા લાયક સંવાદો અને હાઇ રિકોલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે ધૂમ મચાવી હતી.
વિક્રમ વેધાને ગુલશન કુમાર, ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્કસ અને જિયો સ્ટુડિયો અને YNOT સ્ટુડિયો પ્રોડક્શનના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને ભુષણ કુમાર, એસ. શશીકાંત અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે. વિક્રમ વેધા 30મી સપ્ટેમ્બર 2022ના રોજ વૈશ્વિક સ્તરે મોટા પડદા પર આવશે.