દેશના મુખ્ય મહાનગરોમાં સફળ ઈનિંગ્સ બાદ, બ્રાન્ડ હવે લક્ઝરી ચોકલેટના આકંઠ અનુભવને અમદાવાદમાં શરૂ થયેલી નવી ITC નર્મદા હોટેલ ખાતે રજૂ કરવા સજ્જ છે
સંસ્કૃતિ, રાંધણકળા, અને ધરોહરને સાંકળતા અનોખા સંગમની ઓળખ માટે વિખ્યાત અમદાવાદે નવી ITC નર્મદા હોટેલ ખાતે સૌપ્રથમ લક્ઝરી ચોકલેટ બુટિકનું – Fabelle Exquisite Chocolates લોકાર્પણ થતું જોયું. અમદાવાદ શહેરના હાર્દમાં સ્થિત, આ બુટિક મુલાકાતીઓને Fabelle ના અનોખા ચોકલેટ સર્જનોથી પરિચિત કરાવવાનો આશય ધરાવે છે. આ સર્જનો પરિપૂર્ણ સંપૂર્ણતાની ખાતરી સાથે સ્વાદ અને ટેક્સચરના ધ્યાનપૂર્વકના સંતુલનને ચોકસાઈપૂર્વક રજૂ કરે એ રીતે સર્જવામાં આવ્યા છે. વિશ્વભરમાંથી પસંદગીની સામગ્રીમાંથી સર્જવામાં આવેલા આ સર્જનો સાથે બ્રાન્ડ અપ્રતિમ ચોકલેટ અનુભવનું વચન આપે છે. મુલાકાતીઓ Fabelle માસ્ટર ચોકલેટિયરને મળી ને ચોકલેટ માટેના પોતાના પ્રેમને પોષી શકે છે અને ચોકલેટ મૅકિંગની સૂક્ષ્મતાને સમજવાના પ્રવાસનો આરંભ કરી શકે છે.
2016માં લૉન્ચ થયેલી Fabelle નો પ્રયાસ ભારતમાંના સમજદાર ગ્રાહકો માટે શ્રેષ્ઠતમ લક્ઝરી ચોકલેટ અનુભવની રચના કરવાનો છે. Fabelle ઘાના, કૉલમ્બિયા, માડાગાસ્કર, આઈવરી કૉસ્ટ, વેનેઝુએલા, સૅન્ટ ડૉમિન્ગ્યુ અને સો ટોમે જેવા આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કોકો ઉગાડતાં શ્રેષ્ઠતમ ક્ષેત્રોમાંથી સિંગલ-ઑરિજિનના કોકો મેળવે છે. આ દરેક ક્ષેત્રમાંથી મેળવવામાં આવેલા કોકો, Fabelleના માસ્ટરપિસમાં સ્વાદ અને લહેજત, ટેક્સચર, અને સોડમમાં અનોખાપણાનો ઉમેરો કરે છે.

આ બુટિક Fabelle એલિમેન્ટ્સ જેવા વિવિધ ઈન્દ્રિયોને આનંદ આપનારા અને એકથી વધુ ટેક્સચરના ચોકલેટ સર્જનોની વ્યાપક શ્રેણી આપે છે, જે પ્રકૃતિના વિવિધ તત્વોથી પ્રેરિત મીઠાશ માટે બારીકીથી રચવામાં આવી છે, Fabelle ગનાશના મોઢામાં તરત ઓગળી જતા રેશમ જેવા મુલાયમ ક્યુબ્સ, જે નજાકતથી માખણ અને તાજી મલાઈ સાથે મથવામાં આવેલા ઍક્ઝોટિક કોકોમાંથી બનાવવામાં આવે છે અને Fabelle જિયાનદુઆ જે નેપોલિયન યુગની ઈટાલિયન વાનગી છે અને હેઝલનટ નાખેલી મજેદાર અને ક્રીમી ચોકલેટથી બને છે. Fabelle કૉન્ટિનેન્ટ કલેક્શન જેવી લક્ઝરી ચોકલેટનો અનોખો ગુલદસ્તો પણ ઑફર કરે છે, જે પાંચ ખંડોના ઉત્તમ ડેઝર્ટ્સથી પ્રેરિત છે અને Fabelle ડેઝર્ટ કલેક્શન, જે ઈટાલી, ફ્રાન્સ, બ્રિટન અને સ્વિત્ઝર્લૅન્ડ જેવા આઈકોનિક ડેઝર્ટ્સથી પ્રેરિત છે.
ચોકલેટ બુટિક પ્રેમ અને નજાકતથી રચવામાં આવેલા ડેઝર્ટ્સ અને ચોકલેટ બેવરેજીસની વ્યાપક શ્રેણી પણ પૂરી પાડે છે, જેનું સર્જન Fabelle માસ્ટર ચોકલેટિયર્સે કર્યું છે અને સાથે Fabelle લક્ઝરી ચોકલેટ બાર્સની શ્રેણી પણ ખરી. વધુમાં, તે સારી પેઠે સમૃદ્ધ ગિફ્ટિંગ બુકે પણ ઑફર કરે છે, જેનો ઉપયોગ તમારી પસંદગી મુજબ વૈવિધ્યસભર પ્રસંગો માટે કરી શકાય છે. તમે તમારી મરજી મુજબના Fabelle
એઝ યુ લાઈક ઈટ ચોકલેટ કપનું સર્જન પણ કરી શકો છો અને ફિલિંગ્સ તથા ટૉપિંગ્સની અસંખ્ય શક્યતાઓ પર હાથ અજમાવી શકો છો.
આ લૉન્ચ અંગે ટિપ્પણી કરતા ITC લિ.ના ચોકલેટ, કૉફી, કન્ફેક્શનરી અને ન્યુ કેટેગરી ડેવલપમેન્ટના સીઓઓ શ્રી. અનુજ રસ્તોગીએ જણાવ્યું હતું કે, “ભારતના રાંધણકળાની ધરોહર તરીકે, અમદાવાદ Fabelle માટે ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું મુખ્ય બજાર છે. ITC નર્મદા ખાતે અમારા નવા બુટિકના લૉન્ચ સાથે, અમારી લક્ઝરી ચોકલેટ ભેટને ગુજરાત સુધી લંબાવવાનો અમને આનંદ છે. વિશ્વ-સ્તરીય ભારતીય ઉત્પાદનો રચવાની ITCની પ્રતિબદ્ધતાને સુસંગત રહી, Fabelleનો પ્રયાસ રાજ્યના સમજદાર ગ્રાહકોને પોતાના વર્ગમાં શ્રેષ્ઠ લક્ઝરી ચોકલેટ અનુભવ આપવાનો છે.”
અમદાવાદની ITC નર્મદા ખાતે ચોકલેટ બુટિકના લૉન્ચ સાથે, Fabelle બુટિક હવે રાષ્ટ્રીય સ્તરે કુલ નવ શહેરોમાં ઉપલબ્ધ છે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નાઈ, અમૃતસર અને હવે અમદાવાદનો સમાવેશ થાય છે.
ચોકલેટના આ અનોખા અનુભવને મનથી માણવા માટે તમે Fabelleની મુલાકાત ચોકલેટ બુટિક, ITC નર્મદા, જજીસ બંગ્લો રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે લઈ શકો છો અથવા બુટિક ટીમનો સંપર્ક ફોનઃ 07969664000, 08336049930 પર કરી શકો છો.