વડોદરા, 8 જાન્યુઆરી, 2022: નૃત્ય, કળા, સંસ્કૃતિ અને શ્રેણી પુરસ્કારોની સાથે એક ભવ્ય ઉત્સવ, પોતાની ચરમ પર પહોંચવાની સાથે સમાપ્ત થયો. વિન્ટેજ કારોની ઉપસ્થિતિ અને ભારત તેમજ વિદેશથી એક બહુ વ્યાપક જ્યુરી પેનલે આ કાર્યક્રમને ભારતની સૌથી પ્રતિષ્ઠિત વિન્ટેજ કાર ઉત્સવ બનાવી દીધો.

21 ગન સેલ્યૂટ કોનકોર્સ ડી’એલિગંસની 10મીં આવૃત્તિમાં સૌથી દુર્લભ અને સૌથી સુંદર વિન્ટેજ કારો વચ્ચે એક જબરજસ્ત લડાઇ બાદ 1934 પેકોર્ડ 1107 કૂપે રોડસ્ટરે બેસ્ટ ઑફ શો જીત્યો.!
સુંદર, શાનદાર અને આશ્ચર્યજનક વેન્ટેજ બ્યૂટીઝે વડોદરાવાસીઓનું ધ્યાન આકર્ષિત કર્યું અને જ્યૂરીનું પણ હૃદય જીતી લીધુ. શ્રી ગૌતમ સિંઘાનિયા, સીએમડી, મેન્ડ ગ્રુપે આ વિન્ટેજ બ્યૂટીના ગૌરવશાળી માલિક તરીકે હંમેશા પોતાથી આ કારથી લઇ ઉત્સાહથી ભરપુર રહ્યાં છે અને કાર માટે તેમનો પ્રેમ સમયની સાથે વધતો જ ગયો છે, પરંતુ તેઓ વિશે, રૂપથી તેની સુંદરતાના દિવાની છે. ત્યારબાદ સ્થાન શ્રી યૌહાન પૂનાવાલાની 1949 રોલ્સ-રોયસ સિલ્વર રેથ શ્રી યૌહાન પૂનાવાલાએ જીત્યો અને ત્રીજું સ્થાન શ્રી દિલજીત ટાઇટ્સની 1936 નૈસ એંમ્બેસેડર સીરીઝ 1920 સેડાને પ્રાપ્ત કરી. આ ત્રણેય કારો પોતાની રીતે શાનદાર શાહકાર છે.
તો બાઇક કેટેગરીમાં ધ બેસ્ટ ઑફ શોનો એવોર્ડ 1958 વેલકોટ વેનમ 500 સિંગલે જીત્યો, જેના માલિક પુણેના રૂબેન સોલોમેન છે.
તેમણે જણાવ્યું કે આટલા બધાં વર્ગો વચ્ચે આ પ્રકારની જોરદાર પ્રતિસ્પર્ધામાં બેસ્ટ કારનો ખિતાબ જીતવો આ પળો સાથે વળગી રહેવાની અને ઉજવણી કરવાની ક્ષણ છે. એડવર્ડિયન, પ્રી પોસ્ટ વોરની અમેરિકી અને પ્રી વોર યૂરોપીય કારો, એમજી, રોલ્સ-રોયસ, બેંટલે, પ્રિઝર્વેશન, જગુઆર અને ડેમલર જેવી વિભિન્ન નામોને સમ્માનિત જ્યૂરી પેનલ દ્વારા આંકવામાં આવી હતી, જેનું નેતૃત્વ ચીફ જજ શ્રી ક્રિસ્ટિયન ક્રેમરે કર્યો હતો.
21 ગન સેલ્યૂટ કોનકોર્સ ડી’એલિગેન્સની 10મીં આવૃત્તિ એશિયાની સૌથી પ્રતિક્ષીત, પ્રશંસિત અને આંતરરાષ્ટ્રીય સ્તર પુરસ્કૃત મોટરિંગ ઇવેન્ટ છે. તેનું આયોજન 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા પર્યટન મંત્રાલય, ભારત સરકારના સહયોગથી અને અતુલ્ય ભારત અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત પર્યટનના મજબૂત સમર્થન સાથે આયોજિત કરવામાં આવે છે. 21 ગન સેલ્યૂટને દેશ-વિદેશમાં થનારા આ પ્રકારના અન્ય તમામ આયોજનથી અલગ કરે છે કે આ ભારતીય સંસ્કૃતિ અને મોટરિંગ ઉત્કૃષ્ટતા સમામેલનની સાથે ત્રણ દિવસ સુધી જળવાઇ રહ્યું.
શ્રી ક્રિસ્ટિયન ક્રેમર, ચીફ જજ, કોનકોર્સે જણાવ્યું, “21 ગન સેલ્યૂટ કોનકોર્સમાં જ્યૂરી પેનલનું નેતૃત્વ કરવું હંમેશા એક શાનદાર અનુભવ હોય છે અને દર વર્ષે 21 ગન સેલ્યૂટ કોનકોર્સ આઈસીજીએજી જજિંગ અને ચોક્કસ પુનઃસંગ્રહ પર ભાર આપવા સાથે વિશાળ અને શ્રેષ્ઠ હોય છે. હું કોનકોર્સ ઓર્ગેનાઇઝેશન અને ઉપસ્થિતિમાં દુર્લભ અને શ્રેષ્ઠત્તમ માસ્ટરપીસીસથી અત્યાધિત પ્રભાવિત થયો છું.”
વડોદરાનું સોલ્ટી અને ઠંડી ઋતુની સાથે અદ્વિતીય અને અનેક શાનદાર ઑટોમોબાઇલની સાથે હંમેશા શાનદાર કહાણીનીઓનો મેળ થયો. આ આયોજન તમામ માટે યાદગાર રહ્યું અને આ વર્ષના શોની પસંદગીમાં (વર્ગ વિજેતા) (જેની યાદીમાં આપવામાં આવી છે) અને જાણીતી કારો અ બાઇક્સે પણ રજૂ કરવામાં આવી હતી, જે 21 ગન સેલ્યૂટ કોન્કોર્સ એક્સટેંસિવ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.
શ્રી મદન મોહન, ચેરમેન અને મેનેજિગં ટ્રસ્ટી, 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટે આ પ્રસંગે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા બાદ જણાવ્યું, “હું સમ્માનિત અનુભવી રહ્યો છું, કારણકે મેં શ્રેષ્ઠથી શ્રેષ્ઠ સુંદર યુદ્ધ જોયું છે. આ અદભૂત કાર્યક્મને આયોજિત કરવું એક સમ્માનની વાત હતી, જ્યાં સ્પર્ધકોએ ન માત્ર ઑટોમોબાઇલ જગતની જૂની અને દુર્લભ અજાયબીઓને ખરીદી, પરંતુ તેમની સંબંધિત દુલ્રભતાઓના ઈતિહાસ અને આકર્ષક કહાનીઓને પણ ખરીદી. ભારતની સમૃદ્ધ વિરાસત અને સંસ્કૃતિની સાથે શાનદાર ઑટોમોબાઇલનું સમામેલન દર્શકોની આંખોને આશ્ચર્યથી ઝગમગાટ અને સૌથી અનોખો અનુભવ પ્રદાન કરવામાં પણ અસફળ થતો નથી. અમે આશા રાખીએ છે કે આવનારા ભવિષ્ટમાં અમે દિગ્ગજોની ખુશ કરતા રહીશું અને યુવા ઉત્સાહી લોકોને પ્રેરિત કરતા રહીશું. આવતા વર્ષે તેનું આયોજન વધુ ભવ્યતા અને વિશાળતાની સાથે કરવામાં આવશે.”
ખૂબ જ ભવ્ય અને સુંદર લક્ષ્મી વિલાસ પેલેસમાં એકત્રિત ભીડ ઐતિહાસિક વિન્ટેડ બ્યૂટીસ, મનોરંજક સાંસ્કૃતિક પ્રદર્શનો અને શાનદાર અને સ્વાદિષ્ટ ભોજનની સાથે પોતાનો વિકએન્ડ વિતાવવા માટે એક વિશેષ તક બની ગઇ હતી. સુંદર મૌસમે આ ખૂબ જ મનોરમ્ય દ્રશ્યના આકર્ષણમાં વધુ વધારો કરી દીધો. ઉપસ્થિત લોકોની સાથેસાથે કાર્યક્રમ માણવા આવ્યા અને દર્શકો પણ મંત્રમુગ્ધ થઇ ગયા અને જેમ-જેમ દિવસ ચઢતો ગયો, તેમ-તેમ ભીડનું કદ વધતું ગયુ અને ભાડનો ઉત્સાહ પણ વધતો ગયો. દર્શખો તરફથી પણ ખૂબ જ અદભૂત પ્રતિસાદ સાથે કારો માટે ભારે ઉત્સાહ શોની સફળતાને પ્રદર્શિત કરે છે.