- આર્ટગેલેરીમાં 31 જેટલાં પેઈન્ટિંગ્સ અને 26 જેટલાં સ્ક્લપ્ચર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું
- આર્ટિસ્ટ કાર્લોસ નોરોન્હા ફીયો અને ક્રિશ્ચિયન સાલ્ડર્ટ ઉપસ્થિત રહ્યાં
ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોની સાથે સ્થાનિક ઉભરતી પ્રતિભા પ્રદર્શિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો અને સપોર્ટિવ હોલોસ્ટિક પ્રોગ્રામિંગને ધ્યાનમાં રાખીને વૈશ્વિક બેંચમાર્ક સેટ કરવાના લક્ષ્ય સાથે અમદાવાદમાં આંબલી ખાતે એક નવી આર્ટ ગેલેરી “બીસ્પોક આર્ટગેલેરી”નું અનાવરણ કરવામાં આવ્યું છે. બીસ્પોક એ એક વિચાર છે, એક પ્રયાસ છે કે જેનાથી કલા સંસ્કૃતિના વારસાને સમૃદ્ધ કરવા અને વિવિધ શૈલીઓ અને મીડિયાના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે લક્ષિત પ્રયત્નોના માધ્યમથી તેમના માટે એક સ્ટેજ તૈયાર કરી શકાય. અનાવરણ સમયે બીસ્પોક આર્ટ ગેલેરીના દેવીન ગવારવાલા, સમીર ગવારવાલા, અનાર ગવારવાલા ઉપરાંત આર્ટ ક્યુરેટર ઔરા સેઇકુલા, દીપ્તિ જામ્બેકર તથા આર્ટિસ્ટ કાર્લોસ નોરોન્હા ફીયો અને ક્રિશ્ચિયન સાલ્ડર્ટ ઉપસ્થિત રહ્યાં હતા.3

“એનેટોમીઝ ઓફ એ ડ્રીમ” એક્ઝિબિશનમાં બોબર ઈસ્માઈલોવ (તાશ્કંદ ઉઝબેકિસ્તાન), બખોદીર જલાલ (તાશ્કંદ ઉઝબેકિસ્તાન), કાર્લોસ નોરોન્હા ફીયો (ઇરાસ પોર્ટુગલ), ક્રિશ્ચિયન સાલ્ડર્ટ (હેલસિંકી ફિનલેન્ડ), ગિલી અને માર્ક (ન્યુ યોર્ક યુએસ અને સિડની ઓસ્ટ્રેલિયા), જીન પોલ કાલા (બ્રસેલ્સ બેલ્જિયમ), જીસસ કુરિયા (મેડ્રિડ સ્પેન), સિમોન મેક્સ બૅનિસ્ટર (લિટલટન ન્યુઝીલેન્ડ), ટિમો વૈટિનેન (હેલસિંકી ફિનલેન્ડ), તૈમુર ડી’વાત્ઝ (તાશ્કંદ ઉઝબેકિસ્તાન), ટ્રોલ્સ કાર્લસન, (કોપનહેગન ડેનમાર્ક) વગેરે વિદેશી આર્ટિસ્ટની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. બીસ્પોક આર્ટ ગેલેરી અમદાવાદ શહેરમાં આંબલીના શાંત, મનોહર, લીલા સ્થાનમાં આવેલી છે. આર્ટિસ્ટ અને આર્ટ લવિંગ સિટીઝન્સની અસંખ્ય જરૂરિયાતો પૂરી કરવા માટે આ ગેલેરી મદદરૂપ થશે. અનાવરણ સમયે આર્ટગેલેરીમાં 31 જેટલાં પેઈન્ટિંગ્સ અને 26 જેટલાં સ્ક્લપ્ચર્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત પેઈન્ટિંગ્સની કિંમત 1 લાખથી શરૂ થઈ 30 લાખ સુધીની છે. પેઇન્ટિંગ્સની રેન્જ 1/2 ફૂટથી 7 ફુટ સુધીની છે.
આર્ટ ગેલેરી વિશે વાત કરતાં બીસ્પોક આર્ટ ગેલેરીના ડિરેક્ટર દેવીન સમીર ગવારવાલા એ જણાવ્યું હતું કે, ‘બીસ્પોક આર્ટ ગેલેરી’ એ ‘આર્ટ કલ્ચર’ના સમૃદ્ધ વારસાને સમૃદ્ધ કરવાનો એક વિચાર, પ્રયાસ છે. અમારો હેતુ અમદાવાદમાં અમારી પોતાની આર્ટ ગેલેરી, ઓનલાઈન ચેનલો, તેમજ ફેર્સ અને એક્ઝિબિશન દ્વારા બહુવિધ શહેરો/દેશોમાં હાજરી જાળવવા સહિત અનેક ચેનલો પરના કાર્યક્રમોના રાઉન્ડ-ધ-યર ક્યુરેશન દ્વારા વૈશ્વિક અને ભારતીય કલાકારોની વિશાળ શ્રેણીનું પ્રતિનિધિત્વ કરીને મૂલ્ય ઊભું કરવાનો છે. 20,000 સ્કવેરફૂટની ગેલેરી અત્યાધુનિક આર્કિટેક્ચર, એમ્ફીથિયેટર અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને આર્ટિસ્ટ્સને ભારતના વ્યવસાય અને કલા ઇકોસિસ્ટમ્સ સાથે સીધો પ્રવેશ પ્રદાન કરશે. ગેલેરીના ઉદ્ઘાટન સાથે અમે અમારું પ્રથમ પ્રદર્શન ‘એનાટોમીઝ ઓફ અ ડ્રીમ’ શરૂ કરી રહ્યા છીએ જે 8 વિવિધ દેશોના 11 આંતરરાષ્ટ્રીય કલાકારોનું પ્રતિનિધિત્વ કરે છે.”

વધુમાં બીસ્પોક આર્ટ ગેલેરીના સમીર ગવારવાલા તથા અનાર ગવારવાલા એ જણાવ્યું હતું કે, “અમે છુપાયેલી કલાત્મક પ્રતિભાઓને બહાર લાવવાના સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે કામ કરીએ છીએ અને માસ્ટર્સને તેમની કલાત્મક સંભવિતતાને આકાર આપવા માટે અને તેમના જુસ્સાને આગળ વધારવા માટે ઉત્સાહિત કરીએ છીએ.અમે કલાના અદ્ભુત વિશ્વમાં પ્રતિભાઓની કાલ્પનિક કલ્પનાઓને બહાર લાવવાનું પસંદ કરીએ છીએ! નવીન અને પડકારજનક સંલગ્નતાઓ દ્વારા અમારા પ્રેક્ષકો સમક્ષ પ્રમાણિક અને વાસ્તવિક કૃતિ પ્રસ્તુત કરવાનો અમારો સંકલ્પ છે.”