- ~ ગુજરાતમાં 2024 સુધીમાં 20 આઉટલેટ્સ લોન્ચ કરવાનો લક્ષ્યાંક~
- ~ રોડીઝ કોફીહૌઝને પંજાબમાં ચંદીગઢ, લુધિયાણા અને પતીયાલામાં પુષ્કળ સફળતા પ્રાપ્ત કરી છે ~
- “ રોડીઝ કોફીહૌઝ સુરતમાં સૌપ્રથમ વખત 24/7 ખુલ્લો રહેશે“
ભારતના અગ્રણી મિડીયા અને મનોરંજન ક્ષેત્રેની માંધાતા કંપનીના એક ભાગ એવા વાયાકોમ18 કન્ઝ્યુમર પ્રોડક્ટ્સએ લીપસ્ટર રેસ્ટોરન્ટ્સ પ્રા. લિમીટેડ સાથે મળીને સુતરમાં પોતાના પ્રથમ રોડીઝ કોફીહૌઝ લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે, જે ગુજરાતમાં તેના સૌપ્રથમ આઉટલેટને અંકિત કરે છે. સુરતમાં ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં સ્થિત, રોડીઝ કોફીહૌઝ અંતિમ સ્થળ બની રહેવાનું વચન આપે છે જે રોડીઝ ઉત્સાહીઓ માટે હળવાશ અને આરામ લાવે છે, જે સ્પેસિયાલિટી કોફી અને તાજા તૈયાર કરેલા ગૌરમેટ ફૂડથી સજ્જ છે. વિખ્યાત હોસ્ટ અને ડીજે નિખીલ ચિનાપા, ભૂતપૂર્વ રોડીઝ જેમ કે સોહેલ સિંઘ જ્હૂતિ, યુક્તી અરોરા અને અભિમન્યુ સાથે કલર્સ ગુજરાતીની ‘સોરઠની મિસીસ સિંઘમ’ના દેવાંશી વ્યાસ અને યુવરાજ ગઢવી જેવા અભિનેતાઓ આ લોન્ચ સમયે પસ્થિત રહ્યા હતા.
5000 ચો.ફૂટનો ફેલાવો ધરાવતું આ સુરતનું રોડીઝ કોફીહૌઝ ચાહકો અને મુલાકાતીઓને અપવાદરૂપ ભોજન અનુભવ સાથે સુંદર મોકળાશ, પીણાઓ અને ફૂડ પૂરા પાડે છે તે 24/7 ખુલ્લુ રહેશે. આ આઉટલેટની ડેકોર સાથેની ડિઝાઇન રોડીઝ દ્વારા પ્રેરીત છે, જેમાં ધ્યાન ખેંચતી નિયો બાઇકનો પણ સમાવેશ થાય છે. રોડીઝ કોફીહૌઝ આઉટડોર ડાઇનીંગ વિકલ્પ પણ ઇવેન્ટ સ્પેસ સાથે ઓફર કરે છે જે સાંજના સમયના પ્રસંગો, હેન્ડઆઉટ્સ અને કોર્પોરેટ મેળાવડા માટે ઉત્તમ સ્થળ છે. ખરા રોડીઝ ઉત્સાહ સાથે સ્થાનિક પ્રતિભાઓને ઓળખી કાઢતી તેમાં સ્પર્ધાઓ, પર્ફોમન્સીસ અને એકત્રીકરણના પ્રસંગોનું આયોજન કરશે, તેમજ બાઇકર્સ, યુવા કલાકારો, મનોરંજનકારો, રેપર્સ, ડાન્સર્સ અને હાસ્યકલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડશે.
ફ્રેન્ચાઈઝી આઉટલેટની વિશેષતા એ પીણાનું મેનૂ છે, જે ગ્રાહકોની સામે સીલબંધ ખાસ કેનમાં ઠંડા પીણા ઓફર કરે છે. તે ફ્રેન્ચાઇઝી માટે વિશેષ રૂપે શેકવામાં આવેલ કોફી મિશ્રણ પણ ઓફર કરશે, જેમાં પ્રીમિયમ અરેબિકા અને કુર્ગની ખૂબસૂરત ટેકરીઓમાંથી અસાધારણ કુદરતી રીતે પ્રોસેસ્ડ રોબસ્ટા છે. સ્થાનિક પસંદગીઓને અનુરૂપ, મેનૂમાં વનસ્પતિ આધારિત પ્રોટીન વાનગીઓ અને ડુંગળી અને લસણ સિવાયના વિકલ્પો સહિત વિશેષ રીતે ક્યુરેટેડ મલ્ટિક્યુઝીન ઓલ-વેજિટેરિયન વિકલ્પો છે, જે તમામ આંતરરાષ્ટ્રીય સ્તરે તાલીમબદ્ધ શેફ દ્વારા સ્વાદિષ્ટ ઘટકોનો ઉપયોગ કરીને તાજી રીતે તૈયાર કરવામાં આવે છે.
ગુજરાતમાં પ્રથમ આઉટલેટના લોન્ચ પર બોલતા, વાયાકોમ 18ના કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના બિઝનેસ વડા, સચિન પુંટાંબેકરએ જણાવ્યું હતું કે, “રોડીઝ કોફીહૌઝ એક્સપેરિએન્શિયલ ફ્રેન્ચાઇઝી માટેનો પ્રતિસાદ ખૂબ જ પ્રોત્સાહક રહ્યો છે, અમારા તમામ વર્તમાન આઉટલેટ્સ સમગ્ર શહેરોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. સુરત, તેના અદભૂત ચાહકો સાથે, અમારા માટે આગામી સૌથી અનિવાર્ય સ્થળ હતું. અમે ટૂંક સમયમાં અમદાવાદ અને વલસાડમાં વિસ્તરણ કરીશું, ગુજરાતમાં અમારા નેતૃત્વની સ્થિતિને મજબૂત કરીશું, જે અમારા માટે એક મુખ્ય બજાર છે. અમે 2024ના અંત સુધીમાં લગભગ 20 આઉટલેટ્સ શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.”
લોન્ચ સમયે હાજર ડીજે નિખિલ ચિનાપાએ જણાવ્યું હતું કે, “રોડીઝ એ દેશવ્યાપી સાંસ્કૃતિક ઘટના છે અને રોડીઝ કોફીહૌઝ એક એવો અનુભવ છે જે પ્રશંસકોને એક સતર્ક અને તરબોળ રીતે જોડાયેલા રાખશે. આવા રસપ્રદ વાતાવરણ અને અનુભવ સાથે જે સાચી રોડી ભાવનાને જીવંત કરે છે, મને ખાતરી છે કે તે સુરતના ચાહકો માટે એક ફરવાનું સ્થળ બની જશે.”
અભિનેત્રી દેવાંશી વ્યાસે ઉમેર્યું હતુ કે, “રોડીઝ કોફેહૌઝ જેવી પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઈઝીના લોન્ચનો ભાગ બનતા મને આનંદ થયો છે. હું ચોક્કસપણે ભલામણ કરીશ કે સુરતના તમામ ચાહકોએ વાતાવરણ, ભોજન અને સજાવટ માટે તેની મુલાકાત લેવી જ જોઈએ.”
આ લોંચ પર બોલતા, યુવરાજ ગઢવીએ જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિ માટે સ્વાદિષ્ટ ખોરાક અથવા અતુલ્ય કોફીનો આનંદ માણવા અથવા મિત્રો સાથે હેંગઆઉટ કરવા માટે આ યોગ્ય સ્થળ છે. સુરતમાં રોડીઝ કોફીહૌઝ યુવાનો માટે પ્રીમિયર ડેસ્ટિનેશન બનવાની તૈયારીમાં છે, જે એડવેન્ચર અને અદભૂત રોડીઝ તરંગો સાથે પડઘો પાડે છે.” રોડીઝ
કોફહૌઝના સીઇઓ અને લીપસ્ટર રેસ્ટોરન્ટ્સના ડિરેક્ટર સાહિલ બાવેજાએ જણાવ્યું હતું કે, “અમારો ધ્યેય રોડીઝની ઘટનાને કેપ્ચર કરવાનો છે અને ગુણવત્તા અને સ્વાદની મહત્વાકાંક્ષામાં અપ્રતિમ કોફી અને ફૂડ ઓફરિંગ બનાવવાનો છે. અમારા શેફથી લઈને અમારા સર્વર્સ સુધી, ટીમના દરેક સભ્યએ રોડીઝની ભાવનાને આત્મસાત કરી છે, તેની ખાતરી કરી છે કે સ્વાદો સાહસ અને રોમાંચનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્ટોરમાંનો અનુભવ એટલો જ મનોરંજક, યાદગાર અને દિલાસો આપનારો છે. અમારા કોફી પ્રોગ્રામનું નેતૃત્વ ટોચના કોફી રોસ્ટર્સ દ્વારા કરવામાં આવે છે અને ગુણવત્તા, ઝડપ અને અનુભવ સાથે કોઈ સમાધાન સુનિશ્ચિત કરીને માંગ અનુસારના ઓવન અને ગ્રિલ્સ સાથે ખોરાક બનાવવામાં આવે છે.”
રોડીઝ કોફીહૌઝ/લીપસ્ટર રેસ્ટોરન્ટ્સના ડિરેક્ટર અંકિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “પંજાબ અમારા માટે એક શાનદાર શરૂઆત હતી– 6 ઓપરેશનલ અને 4 નિર્માણાધીન રોડીઝ કોફીહાઉસ આઉટલેટ્સમાં અમારા ઝડપી વિસ્તરણ સાથે. અમે સમગ્ર સુરતમાં નફાકારક એકમ પર અમારું ધ્યાન ચાલુ રાખીશું અને સમગ્ર ગુજરાતમાં રોડીઝની લહેરોની આશા રાખીશું.”
સુરતના ફ્રેન્ચાઇઝી પાર્ટનર સંજય શિંગાળાએ જણાવ્યું હતું કે, “હું ગુજરાતમાં રોડીઝ કોફીહૌઝની પ્રથમ ફ્રેન્ચાઇઝી બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. વાયાકોમ18 કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને લીપસ્ટર રેસ્ટોરન્ટ્સની ટીમોએ એક ઉચ્ચ ઊર્જા આઉટલેટ બનાવ્યું છે જે સુરતમાં આ પ્રકારનું પ્રથમ છે. અમને પહેલેથી જ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને આશા છે કે આ યુવાનો અને પરિવારો માટે યોગ્ય સ્થળ બનશે.”
ગુજરાતમાં રોડીઝ કોફીહાઉઝની શરૂઆત સાથે, વાયાકોમ 18 કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રાયોગિક ક્ષેત્રમાં ઝડપથી વિસ્તરણ કરવાનો અને અનન્ય રીતે દર્શકો સાથે જોડાવવાનો છે.