- 51 દિવ્યાંગ મહિલાઓ જોડાઈ
- શ્રીનિક આઉટરીચના ફાઉન્ડર્સ મિરલ શાહ તથા વિશાલ ભટ્ટ રહ્યા ઉપસ્થિત
- વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના ચીફ એડિટર શ્રી પાવનભાઈ સોલંકીના હસ્તે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનું સર્ટિફિકેટ એનાયત કરાયું
“અનોખી – અ યુનિક લવસ્ટોરી” એ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી મૂવી છે. આર્જવ ત્રિવેદી, ભૂમિકા બારોટ અને નક્ષરાજ અભિનીત 12મી મે, 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આપણે સૌ જાણીયે છીએ તેમ અનોખી કેમ્પેઇનના અંતર્ગત શ્રીનિક આઉટરીચના ફાઉન્ડર્સ મીરલ શાહ તથા વિશાલ ભટ્ટ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અનોખી- સિંગિંગ & ડાન્સિંગ કોમ્પિટિશનની સફળતા બાદ તેમના દ્વારા હવે દિવ્યાંગ મહિલાઓ માટે “દિવ્યાંગ વુમન બાઈક રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું. 7મી મે, 2023- રવિવારના રોજ યોજાયેલ આ રેલીમાં 51 દિવ્યાંગ મહિલાઓ સહભાગી થઇ હતી. આ પ્રસંગે એક્ટર આર્જવ ત્રિવેદી, ભૂમિકા બારોટ તથા નક્ષરાજ તથા ડિરેક્ટર રાકેશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ 25 કિલોમીટરની બાઇકરેલી માટે તેમને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના ચીફ એડિટર શ્રી પાવનભાઈ સોલંકીના હસ્તે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાનું સર્ટિફિકેટ એનાયત કરાયું. આ પ્રથમ ગુજરાતી મુવી છે જેનું પ્રમોશન સ્પેશિયલી એબલ્ડ રાઈડર્સની બાઈક રેલી દ્વારા કરાયું છે.
આ “દિવ્યાંગ વુમન બાઈક રેલી” અમદાવાદમાં કેશવબાગ વિસ્તારમાં આવેલ પૂજા પાર્ટી પ્લોટથી શરૂ થઈ હતી અને ત્યાંથી અંધજન મંડળ થઈ અખબાર નગર, આરટીઓ, ગાંધી આશ્રમ, અટલ બ્રિજ સુધી પહોંચી હતી. ત્યાં થોડા વિરામ બાદ વસ્ત્રાપુર, પાંજરાપોળ થઈને પૂજા પાર્ટી પ્લોટ ખાતે પરત ફરી હતી. આ અંગે શ્રીનિક આઉટરીચના ફાઉન્ડર્સ મીરલ શાહ અને વિશાલ ભટ્ટે જણાવ્યું હતું કે, “આ રેલીનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિને પણ સામાન્ય વ્યક્તિની જેમ સ્થાન આપવાનો છે. દિવ્યાંગ મહિલાઓ પણ પોતાનામાં રહેલી ક્ષમતાઓ સમાજ સમક્ષ દર્શાવી શકે છે. દિવ્યાંગ વ્યક્તિઓને દયા નહીં પરંતુ સાથ – સહકારની જરૂર હોય છે. જે માટે અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ”