વિજેતા ટીમને 1 કરોડની શૈક્ષણિક સ્કોલરશિપ પ્રાપ્ત કરવાનો મોકો મળશે
ભારતમાં ક્વિઝિંગને સૌથી મોટી ગતિ મળવાની છે, કારણ કે સોની લિવ દ્વારા રાષ્ટ્રવ્યાપી ક્વિઝ ચેલેન્જ ક્વિઝર ઓફ ધ યર (ક્યુઓટીવાય)ની ઘોષણા કરવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ 11થી 12 સુધીના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ક્યુઓટીવાય ભણવાની અને ક્વિઝિંગની લગની અને ઉત્સુકતા ધરાવતા યુવાનોને સહભાગી કરવા માગે છે. ક્યુઓટીવાયના સૂત્રધાર ભારતના ગ્રાન્ડ ક્વિઝમાસ્ટર સિદ્ધાર્થ બસુ છે, જેની સહ- ડિઝાઈન અને ક્રિયેશન અનિતા કૌલ બસુ અને ટ્રી ઓફ નોલેજ ડિજિટલ (ડિજિટોક) ખાતે ટીમે એકત્ર મળીને કર્યું છે.
આજે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા સાથે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોમાંથી જ નહીં પણ સર્વત્રથી જ્ઞાન શોષવાની ત્રમતા ધરાવે છે તેને લીધે અનોખી તરી આવે છે અને ઉત્સુકતાની દુનિયા અનુભવવા માટે ક્યુઓટીવાય દેશભરમાં તેમના સમોવડિયાઓની સામે તેમની ક્ષમતાઓ અને જ્ઞાનની કસોટી કરવા માટે તેમને મંચ પૂરું પાડે છે.
વિદ્યાર્થીઓ સોની લિવ એપ પર સહજ નોંધણી કરીને આસાનીથી ભાગ લઈ શકે છે, સજે પછી રોજ સાત પ્રશ્નોના ઉત્તરો આપવાના રહે છે. સ્પર્ધામાં સહભાગીઓને રોજ, સાપ્તાહિક અને માસિક આકર્ષક ઈનામો જીતવાની તક મળશે અને સોની લિવ પર ચમકવાનો પણ મોકો મળશે. આખરી વિજેતાને 1 કરોડની શૈક્ષણિક સ્કોલરશિપ અને ક્વિઝર ઓફ ધ ઈયરનું પ્રતિષ્ઠિત શીર્ષક પણ મળશે. ક્વિઝની ક્ષિતિજ તેમના શાળાનો અભ્યાસક્રમ અને સામાન્ય જ્ઞાન રહેશે.
ઉપભોક્તાઓને ફોર્મેટ, સ્ટ્રક્ચર, પાત્રતા, ગેમપ્લે, નોંધણી માટે પગલાં અને વારંવાર પુછાતા પ્રશ્નો પર બધી માહિતી સોની લિવની વેબસાઈટ – www.sonyliv.com/qoty પર મળશે.
અમન શ્રીવાસ્તવ- માર્કેટિંગના હેડ, સોની લિવ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, ભારતની યુવા વસતિ ભરપૂર સંભાવના સાથે સ્વર્ણિમ અને ગતિશીલ જનસંખ્યા છે. આ જ્ઞાન અને અંગત વૃદ્ધિની ખ્વાહિશ સાથેની ટેક સાવા પેઢી છે. ફોર્મેટ તરીકે ક્વિઝના પડકારો તેમને પોતાની બુદ્ધિ અને સ્પર્ધાત્મક જોશ દર્શાવવા મંચ આપીને તેમને તેમની ક્ષિતિજ વિસ્તારવા માટે પ્રોત્સાહન આપે છે. શાર્ક ટેન્ક ઈન્ડિયા એ માસ્ટરશેફ ઈન્ડિયા સહિત ટેલેન્ટ ફોર્મેટ્સના અમારા વારસા સાથે અમને ક્વિઝર ઓફ ધ યરની ઘોષણા કરવામાં ગૌરવ લાગણી થાયછે. અમને આ માટે શ્રી બસુ સાથે ભાગીદારી કરવાની ખુશી છે અને વિશ્વાસ છે કે ક્યુઓટીવાય ભારતભરના યુવા ક્વિઝના શોખીનો માટે ઉત્તમ સ્થળ બની રહેશે.
સિદ્ધાર્થ બસુ, પ્રેઝેન્ટર અને ક્રિયેટર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, ટ્રી ઓફ નોલેજ ડિજિટલ (ડિજિટોક) ખાતે અમારી ટીમ અમારી પાછળના નો-હાઉ દાયકાઓ સાથે ઉત્પ્રેરક આખા વર્ષના સહભાગ તરીકે ક્યુઓટીવાય વિકસાવવા લાંબું અને સખત કામ કર્યું છે, જ્યાં ઉપભોક્તાઓ રોજ સ્નેપ ક્વિઝ રમી શકે અને તેમની કામગીરી અને રેન્કિંગ તુરંત સમીક્ષા કરી શકશે. અમે હમણાં સુધીની આ ઓખી સૌથી મોટી શાળાની પહેલ બનાવવામાં સોનીલિવના સક્રિય ટેકા માટે ભાગ્યશાળી છીએ અને આભારી છીએ. વિદ્યાર્થીઓ રોજ અહીં રમવા સાથે તેમનું જ્ઞાન કામે લગાવી શકશે અને સ્પર્ધા પણ કરી શકશે અને શાળા, ઝોનલ અને રાષ્ટ્રીય રેન્કિંગમાં પોતાની છાપ છોડી શકશે, જે પછી ટોચના સન્માન અને મોટાં ઈનામો માટે રાષ્ટ્રીય પ્લે-ઓફફમાં જઈ શકશે. આ સહભાગ મફત અને બધા માટે ખુલ્લો છે અને અમારો હેતુ જાગૃતિ વધારવાનો અને સંસ્કૃતિને ઊંડાણમાં અને અચૂકતામાં લઈ જવાનો છે. મને આશા છે કે આ વયજૂથની દરેક યુવા વ્યક્તિ સાઈન અપ, પ્લે કરશે અને ક્યુઓટીવાય માણશે.
તો ક્વિઝર ઓફ ધ યરમાં ભાગ લો, ફક્ત સોની લિવ પર!