અમદાવાદ, ઓગસ્ટ 17, 2023: ધ પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (પીઆરએસઆઈ) એ તેની પહેલ મિશન પેનપાલ્સ માટે અમદાવાદ સ્થિત સંસ્થા વે એવરીથિંગ કનેક્ટ્સ ફાઉન્ડેશન ટેકો આપ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં લોકોને સિંગલ-યુઝ પ્લાસ્ટિક પેનનો ઉપયોગ ટાળવા માટે જાગૃતિ લાવવા અને સંવેદનશીલ બનાવવાનો છે. આવી પેન પ્લાસ્ટિક વેસ્ટનો મુખ્ય સ્ત્રોત છે જેના રિસાયક્લિંગ અને પુનઃઉપયોગના વિકલ્પો મર્યાદિત છે. બંને સંસ્થાઓએ આ ઉમદા હેતુ માટે સહયોગ કર્યો છે.
પહેલના ભાગરૂપે પીઆરએસઆઈના અમદાવાદ ચેપ્ટરે શનિવારે અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે ‘અબજો પ્લાસ્ટિક પેન્સનો કચરો અને તેના વિશે શું કરી શકાય’ વિષય પર એક સેશનનું આયોજન કર્યું હતું. પીઆરએસઆઈના 26 ચેપ્ટર્સમાંથી સભ્યો અને પદાધિકારીઓએ આ કાર્યક્રમમાં ફિઝિકલી અને વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. કેમ્પેઈનના ભાગરૂપે, ભાગ લેનાર સૌ કોઈએ ડિજિટલી પ્રતિજ્ઞા લીધી કે તેઓ સિંગલ-યુઝ પ્લાસ્ટિક પેનનો ઉપયોગ નહીં કરે.
સેશન દરમિયાન, વે એવરીથિંગ કનેક્ટ્સ ફાઉન્ડેશનના સહ-સ્થાપકો સુશ્રી રિચા જોહરી અને શ્રી પ્રક્ષલ મહેતાએ સિંગલ-યુઝ પ્લાસ્ટિક પેન દ્વારા પેદા થતા ભયજનક કચરા વિશે વિસ્તૃતમાં વાત કરી હતી. તેમના સંશોધન મુજબ, સમગ્ર વિશ્વમાં દર વર્ષે ઓછામાં ઓછી 60 અબજ પેનનો ઉપયોગ કરવામાં આવે છે અને ફેંકી દેવામાં આવે છે. આવી દરેક પેનમાં ધાતુ, શાહી અને ઓછામાં ઓછા ત્રણ અલગ-અલગ ગ્રેડના પ્લાસ્ટિક સહિત અનેક મટિરિયલ્સ હોય છે, તેથી તેને રિસાયકલ કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે. આ અંગે કોઈ પોલિસી ન હોવાથી ફેંકી દેવામાં આવેલી પેન ઘણીવાર છેવટે કચરાના ઢગ, મહાસાગરો અથવા કચરો બાળવાની ભઠ્ઠીમાં જાય છે.
આ કેમ્પેઈન વિશે શ્રી મહેતાએ જણાવ્યું હતું કે, “સિંગલ યુઝ પ્લાસ્ટિક પેનનો વ્યાપકપણે સાક્ષર લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, જેઓ પ્લાસ્ટિક પ્રદૂષણના પરિણામોથી સારી રીતે વાકેફ છે. જો કે, સિંગલ-યુઝ પેન દ્વારા પેદા થતા કચરાની ઉપેક્ષા તો થાય છે જ, સાથેસાથે તેનો હિસાબ પણ રખાતો નથી. જો કે, સામૂહિક અસર ખૂબ મોટી છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે સરેરાશ 60 અબજ પેન ફેંકી દેવામાં આવે છે અને તેમાંથી મોટાભાગની ક્યારેય રિસાયકલ કરવામાં આવતી નથી. આ સમસ્યા કેટલી મોટી છે તેનો સામનો કરવા માટે, લોકોના વપરાશના વર્તનને તાત્કાલિક બદલવા માટે જાગૃતિ, સંવેદનશીલતા અને પગલાં લેવાની જરૂર છે.”

“મિશન પેનપાલ્સના ભાગ રૂપે, વે એવરીથિંગ કનેક્ટ્સ ફાઉન્ડેશન વર્ષ 2025 સુધીમાં સમગ્ર ભારતમાં ઓછામાં ઓછી 1,000 શાળાઓ સુધી પહોંચશે, કારણ કે જે વિદ્યાર્થીઓ આ પ્રોડક્ટના મુખ્ય ગ્રાહકો છે તેઓ પરિવર્તન લાવી શકે છે અને આ હેતુને આગળ ધપાવી બની શકે છે. અમારો સર્વે દર્શાવે છે કે એક શાળાનો વિદ્યાર્થી વર્ષમાં લગભગ 40 પેન વાપરે છે. આને દૂર કરવા માટે, અમે વિદ્યાર્થીઓને ફાઉન્ટેન પેનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ જેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. સિંગલ-યુઝ પેનના ઉપયોગને નિરુત્સાહિત કરવાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં ઘણો ફાયદો થઈ શકે છે. આ અંગેના નીતિગત ફેરફારો જરૂરી છે, સાથેસાથે એ પણ મહત્વનું છે કે સામૂહિક વ્યક્તિગત પ્રયાસો દ્વારા વપરાશમાં ઘટાડો થાય”, એમ શ્રીમતી જોહરીએ જણાવ્યું હતું.
ત્યારપછીના સેશનમાં, પીઆરએસઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. અજીત પાઠકે, ટકાઉ ઉદ્દેશ્યોના કમ્યૂનિકેશનમાં કમ્યૂનિકેશન સ્ટ્રેટેજીસ અને પબ્લિક રિલેશન્સની ભૂમિકા વિશે વિસ્તૃતમાં વાત કરી હતી.
“કામ કરવા માટે જાગૃતિ ઊભી કરવી એ સૌથી નિર્ણાયક પરિબળોમાંનું એક છે જે ટકાઉ વિકાસ લક્ષ્યો અને ટકાઉ જીવન માટેના પરિવર્તન તરફ દોરી જશે. પબ્લિક રિલેશન્સની ભૂમિકા, સંબંધિત લોકો, નીતિ ઘડનારાઓ અને અન્ય હિસ્સેદારોને સાચો સંદેશ મોકલવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કમ્યૂનિકેશ સ્ટ્રેટેજીસના પગલે આ કાર્યક્ષમ પરિવર્તન લાવી શકાય છે અને તેથી, પીઆર પ્રોફેશનલ્સે તેમના સંબંધિત કાર્યોમાં આ દિશામાં કામ કરવું જોઈએ,” એમ ડો. પાઠકે જણાવ્યું હતું.

આ મુદ્દે પીઆરએસઆઈ – અમદાવાદ ચેપ્ટરના ચેરમેન શ્રી નિખિલ અબોટીએ જણાવ્યું હતું કે, “પબ્લિક રિલેશન્સ અને કોર્પોરેટ કમ્યૂનિકેશન પ્રોફેશનલ્સની એક ઇન્ડસ્ટ્રી બોડી તરીકે, અમે આખા વર્ષ દરમિયાન યોજાતી કોન્ફરન્સ દરમિયાન સિંગલ-યુઝ પેનનો વ્યાપક ઉપયોગ થતો હોવા અંગે જાણીએ છીએ. આ કેમ્પેઈન દ્વારા, પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટર તેના સભ્યો અને સાથી પીઆર પ્રોફેશનલ્સને સિંગલ-યુઝ પ્લાસ્ટિક પેનના ટકાઉ વિકલ્પો તરફ વળવા માટે પ્રોત્સાહિત કરશે.”
વે ફાઉન્ડેશન એ 14 વર્ષ જૂની સંસ્થા છે જે ગુજરાત તેમજ અન્ય ભારતીય રાજ્યોમાં ટકાઉ વિકાસ હાંસલ કરવા અને તેનો પ્રચાર કરવાના ઉદ્દેશ્ય સાથે પર્યાવરણ, શિક્ષણ અને કમ્યૂનિકેશન ક્ષેત્રમાં કામ કરે છે. તેમના પ્રોજેક્ટ્સનો હેતુ બિહેવરલ ચેન્જ કમ્યૂનિકેશન સ્ટ્રેટેજી અને લાંબા ગાળાની અસર આધારિત લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જેમાં 19 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) માંથી 12 આવરી લેવામાં આવ્યા છે.
પીઆર પ્રેક્ટિશનર્સની રાષ્ટ્રીય સંસ્થા પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (પીઆરએસઆઈ)ની સ્થાપના 1958માં થઈ હતી જેથી પબ્લિક રિલેશન્સને એક વ્યવસાય તરીકે માન્યતા આપી શકાય અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કામગીરી તરીકે પબ્લિક રિલેશનના હેતુઓ અને સંભાવનાઓને લોકો માટે ઘડી શકાય તથા તેનું અર્થઘટન કરી શકાય. પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયાનું સંચાલન નેશનલ કાઉન્સિલને સોંપાયેલું છે, જેમાં તમામ 26 રિજનલ ચેપ્ટર્સ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
વધુ વિગતો માટે કૃપા કરીને 9898899508 પર પ્રક્ષાલ મહેતાનો સંપર્ક કરો