PhonePeએ, આજે પ્રતિષ્ઠિત ભારતીય અભિનેતા શ્રી અમિતાભ બચ્ચના સહયોગથી PhonePeના સ્માર્ટ સ્પીકર પર સેલિબ્રિટી વોઈસ ફીચર શરુ કર્યાની જાહેરાત કરી હતી. આ નવી સુવિધાથી ભારતનાભરના PhonePe સ્માર્ટ સ્પીકર પર શ્રી અમિતાભ બચ્ચના ખાસ અવાજમાં ગ્રાહક પેમેન્ટને માન્ય કરવામાં આવશે. ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારનું પ્રથમ વોઈસ ફીચર છે જે હાલમાં હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં તેને બીજી ભાષાઓમાં શરુ કરવાની યોજના છે.
આ ખાસ સુવિધા વિશે વાત કરતા, PhonePe ખાતે ઑફલાઈન બિઝનેસના વડા, વિવેક લોચેબે જણાવ્યું, “અમે સમગ્ર ભારતના મર્ચન્ટ પાર્ટનર માટે અમારા સ્માર્ટ સ્પીકર પર સેલિબ્રિટી વોઈસના એક ખાસ ફીચરને લોન્ચ કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. શ્રી બચ્ચનનો અવાજ દેશભરના લોકોને તરત જ તેમની યાદ અપાવે છે અને તેમના કાનમાં ગુંજે છે. પ્રત્યેક ચાર ભારતીયોમાંથી એક ભારતીય દ્વારા ઉપયોગમાં લેવાતા લોકપ્રિય ઍપ હોવાના કારણે અમે માનીએ છીએ કે આ સહયોગથી ગ્રાહકો અને વેપારીઓમાં PhonePe સ્માર્ટ સ્પીકરની લોકપ્રિયતામાં વધારો થશે.”

PhonePe સ્માર્ટ સ્પીકર એક વર્ષ પહેલાં શરુ કરવામાં આવ્યા હતા અને ત્યારથી અત્યાર સુધીમાં 19,000 પિન કોડ (દેશના 90% કવર કરવા સાથે) માં મર્ચન્ટ પાર્ટનર દ્વારા 4 મિલિયન ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સ્પીકર દેશભરમાં 100 કરોડ (1000 મિલિયન) ટ્રાન્ઝેક્શન માન્ય કરે છે તે જ તેની મોટી લોકપ્રિયતા દર્શાવે છે. શ્રી અમિતાભ બચ્ચના ખાસ સેલિબ્રિટી અવાજના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને માટે પેમેન્ટનો અનુભવ વધુ સારો થશે અને તે પહેલાં કરતાં વધુ ઈન્ટરએક્ટિવ થઈ જશે.