OPPO A79 5G બે કલર વિકલ્પ ગ્લોઈંગ ગ્રીન અને મિસ્ટરી બ્લેકમાં INR 19,999 માં મળશે
OPPO ઈન્ડિયા દ્વારા સ્લીક ડિઝાઈન, સહજ કામગીરી અને દિવસભર મિશ્રિત ઉપયોગ છતાં ટકી રહેનારી ફાસ્ટચાર્જિંગ બેટરી વચ્ચેનું ઉત્તમ સંતુલન જાળવતા પ્રીમિયમ 5G ડિવાઈસ ચાહતા ઉપભોક્તાઓ માટે તેનો નવીનતમ A795G લોન્ચ કર્યો છે. આ ડિવાઈસની કિંમત INR 19,999 છે અને OPPO સ્ટોર, એમેઝોન ફ્લિપકાર્ટ અને અન્ય રિટેઈલ આઉટલેટ્સમાં 28 ઓક. 2023થી ઉપલબ્ધ થશે.
સ્લીક, ટકાઉ અને મનોરંજન માટે નિર્માણ
OPPO A79 5G—ગ્લોઈંગ ગ્રીન અને મિસ્ટરી બ્લેક કલરમાં મળશે. તેનું વજન ફક્ત 193 ગ્રા છે અને તે 7.99 મીમી પાતળો છે. તેની પાછળની બાજુમાં લંબચોરસ આઈલેન્ડ છે, જે કેમેરાના લેન્સ આસપાસ ડ્યુઅલ પોલિશ્ડ રિંગ તરફ ધ્યાન ખેંચે છે. ઉપરાંત તેને મેટાલિક ટેક્સ્ચર આપવા માટે તેની મજબૂત પોલીકાર્બોનેટ ફ્રેમની અજોડ ટ્રીટમેન્ટ તેને અનોખા ડિઝાઈન તત્ત્વો પ્રદાન કરે છે.
વધારાના ટકાઉપણા માટે IP54- રેટેડ સ્માર્ટફોનને 320થી વધુ ગુણવત્તાનાં પરીક્ષણો અને 130 તીવ્ર વિશ્વસનીયતાનાં પરીક્ષણો હેઠળ પસાર કરાયો છે, જેમાં મજબૂત કળાકારીગરી અને ગુણવત્તાની ખાતરી રાખવા માટે ડ્રોપ, એન્ટી- સ્પ્લેશ, રેડિયેશન, તીવ્ર હવામાન, આગ અને જ્વાળા પ્રતિરોધકતા, હવામાન રક્ષણ અને સિગ્નલ પરીક્ષણોનો સમાવેશ થાય છે.
એકંદરે ડિવાઈસમાં પંચ-હોલ કેમેરા સાથે 6.72-ઈંચ FHD+ સનલાઈટ ડિસ્પ્લે છે. આ સ્ક્રીન સ્મૂધ સ્ક્રોલિંગ માટે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે અને તેમાં એકધાર્યા આંખના રક્ષણ અને સુરક્ષિત વ્યુઈંગ અનુભવ માટે OPPOનું ઓલ- ડે AI આઈ કમ્ફર્ટ છે.
ઉપભોક્તાઓ એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ પરથી HD વિડિયો કન્ટેન્ટ માણી શકે છે, જે તેના વાઈડવાઈન L1 સર્ટિફિકેશનને આભારી છે, જ્યારે તેનાં ડ્યુઅલ સ્પીકર્સ રોમાંચક સ્ટીરિયો સરાઉન્ડ સાઉન્ડ પૂરો પાડે છે, જે મહત્તમ નોઈઝ રિડકશન અને ઈકો સપ્રેશન અલ્ગોરીધમ્સ થકી હાંસલ ક્રિસ્પ ઓડિયોની વ્યાખ્યા કરે છે.
OPPO A79 5Gમાં અલ્ટ્રા વોલ્યુમ મોડ પણ છે, જે સ્પીકર્સ માટે 300% સુધી પહોંચવા અને ઈયરપીસ કોલ્સ માટે 200% સુધી પહોંચવા માટે 100% વોલ્યુમ લેવલને પાર કરે છે. A79માં હાર્ડવેર અપગ્રેડ્સ કરાયા છે, જે ગત પેઢીની તુલનામાં સાઉન્ડ ગુણવત્તાને 86 ટકાથી બહેતર બનાવે છે. પ્લસ તરીકે આ સ્માર્ટફોન વાયર્ડ સાઉન્ડ માટે 3.5mm હેડફોન સાથે આવે છે.
સર્વ મૂડ્સ અને અવસરો માટે ફોટોગ્રાફી
OPPO A79 5Gમાં શક્તિશાળી કેમેરા સેટઅપ છે, જેમાં 50MP AI કેમેરા, 2MP પોર્ટ્રેઈટ કેમેરા અને 8MP સેલ્ફી કેમેરાનો સમાવેશ થાય છે.
તેનો સેમસંગ ISOCELL JN1 50MP કેમેરા ક્લિયર અને ક્રિસ્પ ક્વેડ- બિન્ડ 12.5MP સ્નેપશોટ્સ મઢી લે છે. ઓછા પ્રકાશમાં સ્માર્ટફોનનો અલ્ટ્રા નાઈઠ મોડ કમ્પોઝિટ મલ્ટી- ફ્રેમ નોઈઝ રિડકશન અને HDR ટેકનોલોજીનો ઉપયોગ સ્પષ્ટ નાઈટસ્કેપ્સ અને વિવિધ રંગો માટે ડાર્કનેસની વિવિધ માત્રામાં શૂટિંગ કરાય ત્યારે ગ્રેન ઘટાડે અને ક્લેરિટી સુધારે છે. ઉપભોકત્તાઓ ઊજળા વાતાવરણમાં હાય-રી ફોટોઝ માટે 50MP માં સ્વિચ કરી શકે છે.
પોર્ટ્રેઈટ્સ માટે 50MP કેમેરા અને 2MP ઓમ્નીવિઝન OV02B1B ડેપ્થ ઓફ ફિલ્ડ શોધવા માટે એકત્ર કામ કરીને પાર્શ્વભૂમાંથી સબ્જેક્ટ્સને ઓળખે છે અને તેને ઝાંખા કરે છે. અહીં 50MP લેન્સ કેમેરા ફોટો મઢે છે, જ્યારે 2MP લેન્સ ડેપ્થ ડિટેકશનમાં સહાય કરે છે.
સ્માર્ટફોનનો 8MP સેલ્ફી કેમેરા ઉપભોક્તા બેકલિટ વાતાવરણમાં શૂટ કરે ત્યારે અચૂક સન્મુખતા, ક્રિસ્પ બારીકાઈ અને ઉચ્ચ ગુણવત્તાના ફોટોની ખાતરી રાખવા માટે ફ્રન્ટ કેમેરાની ડાયનેમિક રેન્જ સુધારે છે. કેમેરા આપોઆપ બ્રાઈટ બેકગ્રાઉન્ડ લાઈટ્સને શોધે અને દબાવી દે છે, જ્યારે બોકેહ અને HDR એકત્ર ઉપયોગ કરીને પોર્ટ્રેઈડ મોડમાં ઉત્તમ પ્રકાશની સેલ્ફીઓ નિર્માણ કરે છે.
ColorOS 13 સાથે સ્મૂધ કામગીરી
A79 5Gમાં મિડિયાટેક 6020 SoC છે, જેમાં ડ્યુઅલ 2.2GHz આર્મ કોર્ટેક્સ -A76 પરફોર્મન્સ કોર્સ અને છ 2GHz આર્મ કોર્ટેક્સ- A55 કાર્યક્ષમતા કોર્સનો સમાવેશ થાય છે. ચિપસેટ સઘન ગેમપ્લેમાં સ્મૂધ કામગીરી માટે મિડિયાટેકના હાયપરએન્જિન 3.0 લાઈટ ગેમિંગ ટેકનોલોજીઝ સાથે આવે છે અને હંમેશાં કનેક્ટેડ રહેવા માગતા ગેમર્સને ઝડપી નેટવર્ક પ્રતિસાદ અને વિશ્વસનીય કનેક્ટિવિટી માટે 5G/4G સ્માર્ટ સ્વિચ સાથે આવે છે. સ્પર્ધકના વિકલ્પોની તુલનામાં ચિપસેટ 82% સુધી ઝડપી એપ સ્વિચિંગ સ્પીડ્સ સાથે અત્યંત લોકપ્રિય એપ્સ એક્સિલરેટ કરે છે, 37% સુધી ઝડપી એપ કોલ્ડમાંથી લોન્ચ થાય છે અને 18% સુધી ઝડપી એપ સ્લીપમાંથી લોન્ચ થાય છે.
મિડિયાટેક 6020’s ડ્યુઅલ-સિમ OPPO A79 5G સતત 5G સ્પીટ્સ અને બંને સિમ કનેક્શન્સમાંથી ઉત્તમ ગુણવત્તાના વોઈસ અને વિડિયો કોલ અનુભવ માટે VoNRથી સુસજ્જ છે.
સ્માર્ટફોનમાં 128 GB સ્ટોરેજ છે અને 1TB સુધી microSD કાર્ડસને સપોર્ટ કરે છે. મલ્ટીટાસ્કિંગ 8GB RAM અને OPPOની RAM વિસ્તરણ ટેકનોલોજી સાથે સમૃદ્ધ છે, જે ડિવાઈસના સ્ટોરેજમાંથી વધુ 8GB ઉધાર લે છે.
OPPO ColorOS 13’s ડાયનેમિક કમ્પ્યુટિંગ એન્જિન સાથે ડિવાઈસની કામગીરી બહેતર બનાવે છે, જે સ્માર્ટ રીતે સિસ્ટમનાં સંસાધનોને વધુ સ્મૂધ, લેગ-ફ્રી કામગીરી માટે ઘણા બધા એપ્સને ફાળવે છે.
ColorOS 13—એન્ડ્રોઈડ 13 પર બેઝ્ડ— ઘણી બધી અન્ય વિશિષ્ટતાઓ પ્રદાન કરે છે, જેમાં ચેટ સ્ક્રીનશોટ્સ શેર કરવા સમયે પ્રાઈવસી માટે ઓટો પિક્સલેટ અને સાઈબર ઠગોની આંખોથી સંવેદનશીલ દસ્તાવેજોનું રક્ષણ કરવા માટે અપગ્રેડેડ પ્રાઈવેટ સેફનો સમાવેશ થાય છે.
લાંબા ઉપયોગ માટે ટકાઉ બેટરી
આ બધી ટેકનોલોજીઓ- ડિસ્પ્લે, કેમેરા અને પ્રોસેસર સાથે OPPOનું ઘરમાં વૃદ્ધિ પામેલું અલ્ગોરીધમ્સ- A79 5G પર 33W SUPERVOOCTM સાથે વિશાળ 5,000mAh બેટરીનો આધાર ધરાવે છે, જે ડિવાઈસને 30 મિનિટમાં 51% ચાર્જ કરે છે, જેમાં ઝડપી 5 મિનિટના ચાર્જમાં 2.6 કલાક ટેક્સ્ટિંગ અથવા સોશિયલ મિડિયા ઉપયોગ કરી શકાય છે અને 1.4 કલાકનું વિડિયો સ્ટ્રીમિંગ કરી શકાય છે. આનો અક્થ ઉપભોક્તાઓ બેટરી ખતમ થવાની ચિંતા કર્યા વિના કનેક્ટેડ અને સહભાગી રહી શકે છે.
ફેસ્ટિવ સેલ ઓફર્સ અને સેવા ઓફર
OPPO દ્વારા ખાસ દિવાળીની મોસમ માટે તૈયાર ચુનંદી પ્રોડક્ટો પર આકર્ષક ડિસ્કાઉન્ટ્સ અને પ્રમોશન્સની પણ ઘોષણા કરવામાં આવી છે.
ગ્રાહકોને INR 4,000 સુધી કેશબેક અને આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ કાર્ડસ, કોટક બેન્ક, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, બેન્ક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડ, એયુ ફાઈનાન્સ બેન્ક અને વન કાર્ડ પાસેથી મેઈનલાઈન રિટેઈલ આઉટલેટ્સ અને OPPO સ્ટોરમાં 9 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈની સુવિધા મળશે.
ઉપરાંત ગ્રાહકો અગ્રણી ફાઈનાન્સરો બજાજ ફિન્સર્વ, ટીવીએસ ક્રેડિટ, હોમ ક્રેડિટ, એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસીસ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને મહિંદ્રા ફાઈનાન્સ જેવી અગ્રણી ફાઈનાન્સરો પાસેથી ઝીરો ડાઉન પેમેન્ટ યોજનાઓ મેળવી શકે છે.
લોયલ OPPOના ગ્રાહકો INR 4,000 સુધી એક્સચેન્જ બોનસ પણ મેળવી શકે છે.
માય OPPO એક્સક્લુઝિવના ભાગરૂપે ગ્રાહકોને કોઈ પણ OPPO ડિવાઈસની ખરીદી પર INR 10 લાખ સુધી રોકડ ઈનામ અને અન્ય ખાતરીદાયક ભેટો જીતવાનો પણ મોકો મળે છે.