તારીખ 21મી જાન્યુઆરી રવિવારના રોજ સવારે લાંબેશ્વર ની પોળ ખાતે આવેલ દલપત ચોકમાં કવિ શ્રી દલપત રામની જન્મ જયંતી તથા અયોધ્યામાં થનાર શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આશ્કા યુથ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ધર્મની ધજા લહેરાવાનો સુંદર કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો
રામતોત્સવની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં મેયર શ્રી પ્રતિમાબેન જૈન ખાસ હાજર રહ્યા હતા.આ પ્રસંગે કાલુપુર ખાડિયા વિસ્તારના કોર્પોરેટર્સ પણ હાજર રહ્યા હતા.
આશ્કા યુથ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી અલ્પેશભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ “જ્યારે દેશમાં રામરાજ્યની સ્થાપના થવા જઈ રહી છે ત્યારે આપણી સૌએ રામમય થઈને ધર્મની ધજા ફરકાવીએ અને ઘરે ઘરે રામોત્સવ ઉજવીએ.”
વધુમાં, રામ ભગવાનનું જ્યારે અયોધ્યામાં આગમન થવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગને ધ્યાનમાં રાખી આશ્કા પરિવારના લોકોએ સામૂહિક હનુમાન ચાલીસાનું પણ પઠન કર્યું હતું અને ધર્મની ધજા ફરકાવી આધ્યાત્મિક રેલીનું પણ આયોજન કર્યું હતું.
જયશ્રી રામના નારા સાથે જ્યારે લાંબેશ્વરની પોળથી હાજાપટેલની પોળમાં આવેલ કાલા રામજીના મંદિરે રેલી પહોંચી ત્યારે સમગ્ર વિસ્તારમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ હતી.