- સેમસંગ બિઝનેસ ટીવીDIY કન્ટેન્ટ મેનેજમેન્ટ માટે100થી વધુ અગાઉથી લોડ કરેલા કન્ટેન્ટ ટેમ્પલેટ સાથે આવે છે.
- સેમસંગ બિઝનેસ ટીવી એપ્લિકેશન, એન્ડ્રોઇડ અને iOS ઉપકરણો માટે ઉપલબ્ધ છેજે યુઝરને દૂરથી જ તેમના સ્માર્ટફોનની મદદથી કન્ટેન્ટ મેનેજ અને કંટ્રોલ કરવાની સુવિધા આપે છે
જુલાઇ 2020– ભારતની સૌથી ભરોસાપાત્ર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે અલ્ટ્રા હાઇ ડેફિનેશન બિઝનેસ ટેલિવિઝનની નવી રેન્જ ભારતમાં લોન્ચ કરી છે. રેસ્ટોરન્ટ્સ, રિટેઇલ સ્ટોર્સ, શોપિંગ કોમ્પલેક્સ, સલૂન તેમજ અન્ય ગ્રાહકો સાથે સીધા સંપર્કના વ્યવસાયો માટે આ રેન્જ લોન્ચ કરવામાં આવી છે.
સેમસંગ ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ટરપ્રાઇઝ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ પુનિત શેઠીએ જણાવ્યું હતું કે, “સેમસંગ ખાતે, અમે અમારા ગ્રાહકોની સતત વધતી વ્યાવસાયિક જરૂરિયાતોને સમજવા માટે તત્પર રહીએ છીએ અને તેમના માટે ઉચ્ચ ગુણવત્તાના ઉકેલો પૂરા પાડીએ છીએ. નવા સેમસંગ બિઝનેટ ટીવી સાથે, અમે વિવિધ નાના અને મધ્યમ વ્યવસાયોને કમ્યુનિકેશનમાં અને અસરકારક રીતે તેમજ ઝંઝટ વગર ઓપરેટ કરવામાં મદદરૂપ થઇને તેમની વિવિધ જરૂરિયાતો સંતોષવા માંગીએ છીએ. અમારી બિઝનેસ ટીવીની અદ્યતન રેન્જ રેસ્ટોરન્ટ્સ, રિટેઇલ સ્ટોર, શોપિંગ કોમ્પલેક્સ, સલૂન જેવા વ્યવસાયોને છેવટના ગ્રાહકોનો અનુભવ ફરી પરિભાષિત કરવામાં મદદ કરશે.”
બિઝનેસ ટીવીની નવી રેન્જ નાના અને મધ્યમ ઉદ્યોગોને ઇનોવેટિવ એપ્લિકેશન્સ, ડાયનેમિક કન્ટેન્ટ અને વિઝ્યુઅલ અનુભવ સાથે વિવિધ ઉકેલો દ્વારા યુઝરના અનુભવને ફરી પરિભાષિત કરવામાં મદદરૂપ થશે. બિઝનેસ ટીવી દ્વારા, સેમસંગ કોમર્શિયલ સિગ્નેજ ડિસ્પ્લે અને એડવાન્સ્ડ ટીવી ટેકનોલોજીમાં પોતાના દમદાર કૌશલ્યને સાથે લાવ્યું છે.
સેમસંગ બિઝનેસ ટીવીદિવસમાં 16 કલાક સુધી ચલાવી શકાય તે પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે અને નિર્ધારિત વ્યવસાયના કલાકો દરમિયાન આપોઆપ ઓપરેટ કરવા માટે ઓન/ઑફ ટાઇમરની સુવિધા સાથે આવે છે.
સાહજિક સોફ્ટવેર, આકર્ષક કન્ટેન્ટ અને કોઇપણ છુપા ખર્ચ વગર આવતા સેમસંગ બિઝનેસ ટીવીમાં 100થી વધારે મફત ટેમ્પલેટ અગાઉથી જ લોડ કરવામાં આવ્યા છે જેની મદદથી વ્યવસાયના માલિકો તેમનું પોતાનું કન્ટેન્ટ પણ તૈયાર કરી શકે છે. કેટલાક અનન્ય ટેમ્પલેટ્સમાં વર્ટિકલ ઓરિએન્ટેશન, ટીવીના કાર્યક્રમોની સાથે કન્ટેન્ટ ડિસ્પ્લે કરે તેવા પ્રમોશનો, મોશન-એમ્બેડેડ, સીઝલન સેલ અને અન્ય પ્રિ-ડિઝાઇન કરેલા લેટઆઉટ સામેલ છે જે વ્યવસાયનેઅલગ અલગ પ્રસંગો માટે એકદમ યોગ્ય વિઝ્યુઅલ્સ પૂરા પાડે છે.
અલ્ટ્રા હાઇ ડેફિનેશન ડિસ્પ્લેમાં ઉચ્ચ ગુણવત્તાનું કન્ટેન્ટ દેખાય છે જેથી નાના અને મધ્યમ વ્યવસાયોને વધુ ગ્રાહકો આકર્ષવામાં મદદ મળે છે.
કસ્ટમાઇઝ કરી શકાય તેવા મફત ટેમ્પલેટ ઉપરાંત, સેમસંગ બિઝનેસ ટીવી એપની મદદથી દૂરથી જ કન્ટેન્ટ મેનેજમેન્ટ પણ થઇ શકે છે. આ એપ સરળતાથી ટીવીનાDIY ઇન્સ્ટોલેશનમાં પણ મદદ કરે છે. બિઝનેસ ટીવી એપ ડાઉનલોડ કર્યા પછી, યુઝરના ઉપકરણો આપોઆપ ટીવી સાથે જોડાઇ જાય છે અને તાત્કાલિક ઉપયોગ માટે ઉપલબ્ધ થાય છે. આ કન્ટેન્ટ મેનેજમેન્ટ એપની મદદથી સરળતાથી કન્ટેન્ટ અપલોડ થઇ શકે છે.
મુખ્ય વિશેષતાઓ:સેમસંગ બિઝનેસ ટીવી, તમારા વ્યવસાય માટે બનેલું ટીવી
ઇન્સ્ટોલ કરવામાં સરળ
સેમસંગ બિઝનેસ ટીવી 3 સ્ટેપમાં સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય તેવી માર્ગદર્શિકા સાથે આવે છે જે પહેલી વખત યુઝર ટીવી શરૂ કરે ત્યારે આપોઆપ શરૂ થઇ જાય છે. વધુમાં, આ ટેલિવિઝનમાં કોઇ વધારાનો ખર્ચ કરવો પડતો નથી અથવા ઇન્સ્ટોલેશન કે વપરાશ માટે IT સપોર્ટની જરૂર પડતી નથી.
ઉપયોગમાં સરળ
સેમસંગ બિઝનેસ ટીવી એપ, એન્ડ્રોઇડ અને iOS ઉપકરણો માટે ઉપલબ્ધ છે જેની મદદથી યુઝર દૂરથી જ તેમના સ્માર્ટફોન દ્વારાકન્ટેન્ટ મેનેજ અને કંટ્રોલ કરી શકે છે.
કન્ટેન્ટ બનાવવાનું અને મેનેજ કરવાનું ખૂબ સરળ
સેમસંગ બિઝનેસ ટીવીમાં અગાઉથી લોડ કરેલા 100 કન્ટેન્ટ ટેમ્પલેટ આવે છે જેમાં વર્ટિકલ ઓરિએન્ટેશન, એલ-બાર લેઆઉટ, મોશન-એમ્બેડેડ, સીઝનલ સેલ અને અન્ય પ્રિ-ડિઝાઇન કરેલા પ્રમોશનો અને જાહેરાતો DIY કન્ટેન્ટ મેનેજમેન્ટ માટે સામેલ કરવામાં આવ્યા છે. આ ટેમ્પલેટની મદદથી યુઝર બહુવિધ ડિસ્પ્લે પર કન્ટેન્ટને સંપાદિત, રીવ્યૂ, ફાઇનલાઇઝ અને ડિપ્લોય કરી શકે છે.
સેમસંગ બિઝનેસટીવીની શ્રેણી 43 ઇંચ, 50 ઇંચ, 55 ઇંચ અને 70 ઇંચના વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે જેની કિંમત INR75,000થી INR 1,75,000 વચ્ચે છે. બહુ-પ્રતિભાયુક્ત બિઝનેસ ટીવી ત્રણ વર્ષની વૉરંટી સાથે આવે છે અને વ્યવસાય માલિકોને લાંબા સમય સુધી સપોર્ટ પણ આપે છે.
Samsung Newsroom Link: https://news.samsung.com/in/samsung-launches-new-range-of-uhd-business-tvs-perfect-communication-solution-for-small-medium-businesses