અગ્રણી જીવન વીમા પ્રદાતા પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કં. લિ.એ આજે સમીર બંસલની મેનેજિંગ ડિરેક્ટર અને ચિફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે નિયુક્તિની જાહેરાત કરી હતી. તેઓ પહેલી જુલાઈ, 2024થી આ પદ સંભાળશે, આ બાબત જરૂરી નિયમનકારી મંજૂરીઓને આધીન છે.
“અમારી જોઈન્ટ વૅન્ચર કંપનીનું નેતૃત્વ કરવા માટે સમીર બંસલની નિમણૂંકને ટેકો આપતા અમે આનંદ અનુભવીએ છીએ,” એવી ટિપ્પણી બોર્ડના ચેરમેન લીન્ડન ઑલિવરે કરી હતી. “તેઓ કુશળ અને અનુભવી નેતા છે, જેઓ આ ઉદ્યોગ અને અમારા બિઝનેસ વિશેનું ઊંડું જ્ઞાન ધરાવે છે, જેનાથી પીએનબી મેટલાઈફની સાતત્યસભર વૃદ્ધિની ખાતરી રહેશે.”
સમીર આર્થિક સેવાઓના ક્ષેત્રમાં પચીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે, જેમાં બૅન્કએસ્યોરન્સ, ઍજન્સી, ડિજિટલ, ઍમ્પ્લોઈ બેનિફિટ્સ અને ડાયરેક્ટ માર્કેટિંગ બિઝનેસ મોડેલના માધ્યમથી ડિસ્ટ્રિબ્યુશનનો વ્યાપક અને સફળ અનુભવ ધરાવે છે. તેઓ પીએમબી મેટલાઈફ સાથે 2007થી જોડાયેલા છે, અને હાલ તેઓ ચિફ ડિસ્ટ્રિબ્યુશન ઑફિસર છે તથા નેતૃત્વ ટીમના સભ્ય છે.

આશિષ શ્રીવાસ્તવના અનુગામી તરીકે સમીર આ પદ સંભાળવાના છે, આશિષની નિમણૂંક ભારતમાં મેટલાઈફ ઈન્કની ગ્લોબલ શૅર્ડ સર્વિસીસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે.
સમીર મેટલાઈફ માટેની ચાવીરૂપ બજારની બિઝનેસ વૃદ્ધિનું નેતૃત્વ કરશે, જેમાં 18,600 સ્થળોએ 149 બ્રાન્ચ તથા બૅન્ક ભાગીદારીઓ મારફત કામગીરી સાથે ભારતમાંના સૌથી મોટા બેન્કએસ્યોરન્સ નેટવર્કમાંના એકનો સમાવેશ થાય છે.
“આ નવી ભૂમિકા સ્વીકારવી મારા માટે સન્માનની વાત છે. અમે ઝડપથી બદલાઈ રહેલા અને સ્પર્ધાત્મક બજારોમાંથી એક છીએ અને અમારા ગ્રાહકોને જીવન વચનનું અમારૂં વર્તુળ પૂરૂં પાડવામાં કંપનીનું નેતૃત્વ કરતા હું રોમાંચ અનુભવું છું, સાથે જ આપણા સૌ ભાગધારકો માટે મિલકર લાઈફ આગે બઢાએં-ના આપણા ધ્યેયને પણ સાકાર કરવાનો છે,” એમ સમીર બંસલે જણાવ્યું હતું.