અમદાવાદ :- અમદાવાદ સ્થિત ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ મહિલાઓએ એક અનોખું એક્ઝિબિશન ક્યુરેટ કરવાનો નિર્ણય લીધો, જે યુવા ઉદ્યોગસાધકો, નવી ઉભરતી ડિઝાઇનર્સ, વેચાણકર્તાઓ અને કારીગરોને બજારમાં તેમની સર્જનાત્મક કૃતિઓ અને ડિઝાઇન્સ પ્રદર્શિત કરવા માટે એક વ્યાવસાયિક પ્લેટફોર્મ આપશે. સાથે સાથે, આ પ્રદર્શન જનતાને વિશિષ્ટ પ્રોડક્ટ્સ ખરીદવાની તક પણ આપશે.
આ ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ જુદા-જુદા ક્ષેત્રોમાં નિષ્ણાત છે—ફેશન ઉદ્યોગસાધિકા સીમા ધાલ્લ, કોર્પોરેટ સ્પેશ્યાલિસ્ટ રશ્મી રાય ઝા, મીડિયા સેલ્સ હેડ રચના મંદન, અને બહુ-પ્રતિભાશાળી જાગૃતિ સંઘવી. તેમણે મળીને એક અનોખું અને વિશિષ્ટ એક્ઝિબિશન V4 ક્યુરેટ કર્યું છે, જે ગેલેરી વન-ઓ-ફાઈવ ખાતે ૧ અને ૨ એપ્રિલ—બે દિવસ માટે યોજાશે.
આ પ્રદર્શનમાં હેન્ડમેઈડ પ્રોડક્ટ્સ, કપડાં, દાગીના અને અનેક અન્ય સર્જનાત્મક વસ્તુઓ રજૂ કરવામાં આવશે.
V4 એ ચાર ગતિશીલ મહિલાઓનું સમૂહ છે, જેમણે અનોખી પ્રદર્શણીઓ તૈયાર કરી છે. તે સાથે મળીને એક વ્યાવસાયિક મંચ તૈયાર કરી રહ્યા છે, જ્યાં દરેક ને પોતાની કલા પ્રદશિત કરવાની તક મળે. તેમનો પર્સનલ એપ્રોચ ખાસ ધ્યાન રાખે છે કે દરેક ઈવન્ટ લોકો માટે એક સરસ અનુભવ બને અને ક્રિએટરઝ તેના ઓડીયન્સ ને મળી શકે.