- સાયકલિંગ સ્ટન્ટ્સ સાથે આ મૂર્હત પ્રસંગમાં ચાર ચાંદ લાગ્યા
- ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રથમવાર કોઈ ફિલ્મનું આટલું ભવ્ય પ્રકારે મુર્હૂત થયું છે
અમદાવાદ: ગુજરાતી સિનેમાને સાહસ, રોમાંચ અને નવી દિશા આપતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ થોડા સમયમાં રિલીઝ થશે. ‘તીખી મીઠી લાઈફ’, ‘પૂરી પાણી’ જેવી લોકપ્રિય સિરીઝ અને ફિલ્મ ‘ભગવાન બચાવે’ આપ્યા બાદ, વાલ્મિકી પિક્ચર્સ હવે જલિયાન ગ્રુપ સાથે મળીને એક અનોખી ગુજરાતી ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યું છે – જેમાં સાયકલ રેસિંગને આધારે બનેલી કથા છે, જે એક્શન અને ભાવનાથી ભરપૂર છે.
ફિલ્મનું ભવ્ય અને સૌ પ્રથમ પ્રકારનું શુભમૂર્હત તાજેતરમાં અમદાવાદમાં યોજાયું હતું. જેમાં દીપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, ઓમ ભટ્ટ, શરદ શર્મા સહિત તમામ મુખ્ય કલાકારોએ હાજરી આપી હતી. પરંપરાગત પૂજા સાથે ફિલ્મની શુભારંભ થયો અને તે પ્રસંગે થ્રિલિંગ સાયકલ સ્ટન્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા – જે ફિલ્મની થીમ સાથે ગૂંથાયેલા હતાં. આ દ્રશ્યો જોઈને હાજર દર્શકો અચંબિત રહી ગયા.

ફિલ્મમાં જુદા જુદા પાત્રો દ્વારા એક એવી યુથ ટીમની વાર્તા કહેવામાં આવી છે, જે અમીર લોકો પાસેથી પૈસા ચોરી કરીને ગરીબોની મદદ કરે છે. પરંતુ તેમની ચોરીની રીત બહુ અનોખી છે – જેમાં સાયકલ મુખ્ય ભૂમિકા ભજવે છે.
ફિલ્મમાં દીપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રૌનક કામદાર, સંવેદના સુવાલ્કા, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ભવ્ય ગાંધી, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ અને પ્રેમલ યાજ્ઞિક જેવા પ્રતિભાસંપન્ન કલાકારોનો સમાવેશ થયો છે – જે ફિલ્મને વધુ મજબૂત બનાવે છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આવા ભવ્ય અને વિશિષ્ટ મુહૂર્ત પ્રસંગનો અનુભવ કદાચ પહેલો છે. ફિલ્મની સંપૂર્ણ ટીમનો ઉત્સાહ, એકતા અને વિશ્વાસ પ્રસંગમાં સ્પષ્ટ રીતે જણાતો હતો.
‘ગેટ સેટ ગો’ માત્ર રેસિંગ કે સાઇકલિંગની વાર્તા નથી – તે છે આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાય માટેની લડતની કહાની. દર્શકો હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ફિલ્મના રિલીઝ ડેટની – કારણ કે આ ફિલ્મ એક એવી યાત્રા છે જે એન્ટરટેઇનમેન્ટ ઉપરાંત દિલને સ્પર્શ કરશે.